જરૂરતમંદોને પ્લાસ્ટિકના હાથ-પગ અને ટ્રાયસિકલનું વિનામુલ્યે વિતરણ કરાશે
ભારત વિકાસ પરીષદ તથા અર્પણ ફાઉન્ડેશનના સહયોગથી દિવ્યાંગો માટે ” જયપુર ફુટ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં ૨૦૦ જેટલા દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા. જેમનું સ્કેનિંગ કરી જરૂરીયાત મંદોને પ્લાસ્ટીકના હાથ, પગ તથા ટ્રાયસિકલ વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે. આ કેમ્પમાં નગીનભાઈ કે જેઓ એનઆરઆઈ છે. તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા પણ આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો. આ કેમ્પની લાભ ૨૦૦ જેટલા દિવ્યાંગોએ લીધો હતો. તથા કેમ્પમાં આવનાર દરેક વ્યકિત માટે ચા-પાણી, નાસ્તો અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રફુલભાઈ ગોસ્વામીએ અબતક સાથેની વાતમાં જણાવ્યુ હતુ કે આજે ભારતીય વિકાસ પરીષદ તથા અર્પણ ફાઉન્ડેશનના સહયોગથી અમુલ સર્કલ ખાતે દિવ્યાંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. અસા કેમ્પમાં ૨૦૦ જેટલા દિવ્યાંગોને લાભ મળેલ છે. આજરોજ તેમનું સ્કેનીંગ કરવામાં આવશે. તેમનું માપ લઈને જે લોકોને સાઈકલની જર છે. તેમને સાઈકલ આપવામાં આવશે.
આ કેમ્પમાં હાજર રહેવા દિવ્યાંગોને પેમ્પલેટ દ્વારા મીડીયા દ્વારા આમંત્રણ અપાયુ છે. ભારતીય વિકાસ પરીષદ દ્વારા અને તેમના કાર્યકરો દ્વારા મહેનત કરવામાં આવી છે. ઈન્ડીયન ફોર કલેકટીંગ એકશન અમેરીકાનો પણ સહયોગ મળ્યો છે. આ તકે નગીનભાઈ કે જે એનઆરઆઈ છે તે ઉપસ્થિત રહેનાર છે. તેઓ વર્ષમાં બે મહિના રાજકોટ આવે છે. અને છેલ્લા ૧૨ વર્ષથી નિયમીત રીતે આ કેમ્પ રાખવામાં આવે છે. સાથેસાથે તેમના દ્વારા અનેક સેવાકીય કાર્યે થઈ રહ્યા છે. આગામી ૫ તારીખે૦૦ જેટલા વિધવા મહિલાઓને ભારતીય વિકાસ પરીષદના કાર્યકરો ખભે ખભો મિલાવીને કાર્ય કરી રહ્યા છે.