અર્પણ ફાઉન્ડેશનના સહકારથી યોજાશે કાર્યક્રમ: વિધવા બહેનોને રાશન કીટ તથા સિલાઇ મશીનનું વિતરણ કરાશે
સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણના પંચસૂત્રોને વરેલી અખિલ ભારતીય સંસ્થા ભારત વિકાસ પરિષદ સમગ્ર ભારતમાં ૧૪૦૦ અને ગુજરાતમાં ૭૮ જેટલી શાખાઓ ધરાવે છે. અને સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતમાં રર શાખાઓ છે તેમનું મુખ્ય અભિયાન દિવ્યાંગ મુકત ગુજરાત, ના ભાગરુપે અમેરિકા સ્થિત ઊદારદિલ દાતા નગીનભાઇ જે. જગડા, સ્વ. પાનાચંદ વીરચંદ દેસાઇ, તથા સ્વ. છગનભાઇ વિઠ્ઠલજી શેઠના સ્મણાર્થે તથા ઇન્ડિયન ફોર કલેકટીવ એકશન- કેલિફોર્નિયા (અમેરિકા) ના આર્થિક સહયોગથી અર્પણ ફાઉન્ડેશન રાજકોટ ભારત વિકાસ પરિસદની રાજકોટની આનંદ નગર શાખા દ્વારા તા. ૧-૨ ને શનિવારના રોજ સવારના ૯ કલાકે અમુલ સર્કલ ભાવનગર રોડ ૮૦ ફુટ રોડ કોર્નર, શ્રી મોહનભાઇ સરવૈયા કોમ્પુનીટી હોલની બાજુમાં રાજકોટ મુકામે વિનામૂલ્યે જયપુર ફુટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં દિવ્યાંગોને જયપુર ફુટ, કેલીપર્સ, સર્જીકલબુટ, ઘોડી, વોકીંગ સ્ટીંગ વિગેરે સાધનો આપવામાં આવશે તથા જરુરીયાતમંદ આર્થિક રીતે નબળા દિવ્યાંગોને રૂા ૫૬૦૦ ની કિંમતની ૧૦૦ ટાયસિકલ વિના મૂલ્યે આપવામાં આવશે. આ કેમ્પનો બીજો તબકકો તા. ૯-૨-૨૦ ને રવિવારે સવારે નવ કલાકેથી આ જ સ્થળે રાખવામાં આવેલ છે. જેમાં દરેક દિવ્યાંગોને જરુરીયાત મુજબના સાધનો તથા જયપુર ફુટ આપવામાં આવનાર છે. તેમજ જરુરીયાત મંદ ૬૦ બહેનોને સ્વનિર્ભર બનવાના હેતુથી સિલાઇ મશીન આપવામાં આવશે. તેમજ રપ૦ જેટલા જરુરીયાત મંદ બહેનોને રાશન કિટ પણ આપવામાં આવશે. કેમ્પમાં નામ નોંધાવા માટે પ્રફુલભાઇ ગોસ્વામી મો. નં. ૯૪૨૬૨ ૧૬૩૫૭, જેઠસુરભાઇ ગુજરીયા મો. નં. ૯૭૨૪૪ ૪૭૩૯૯ નો સંપર્ક કરી શકશે.
આ સેવાકાર્યમાં દર વર્ષે જગીનભાઇ જગડા, ભુપેનભાઇ મહેતા તથા ડો. રજનીભાઇ મહેતા જેઓ એન.આર.આઇ. છે. તેમના દ્વારા અને ઇન્ડિયન ફોર કલેકટીવ એકશનના માઘ્યમથી આર્થિક અનુદાન અપાય છે. તેઓ દર વર્ષે ર મહિના અમેરીકાથી રાજકોટ આવી અનેક સેવા કાર્યા અર્પણ ફાઉન્ડેશન અને ભારત વિકાસ પરિષદના માઘ્યમથી કરે છે. તેઓ દ્વારા તેમના અમેરિકા રહેતા ભારતીયો કે જેમના હ્રદયમાં દેશ પ્રત્યે કંઇક કરી છુટવાની ભાવના છે તેમના સહકારથી આ સેવા કાર્યો કરી રહ્યા છે. તા. પ-૨-૨૦ ના રોજ સંસ્થા દ્વારા જરુરીયાત મંદ વિધવા બહેનોને અનાજની કીટ, ધાબડા વગેરે આપવામાં આવનાર છે. જેમના પાસ અગાઉથી જ જરુરીયાત મંદ વિધવા બહેનોને અપાયેલ છે.
આ સમગ્ર સેવાકાર્યો ભારત વિકાસ પરિષદ સારાષ્ટ્ર કચ્છ પ્રાંતના અઘ્યક્ષ અને અર્પણ ફાઉન્ડેશનના પ્રમુખ પ્રફુલભાઇ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ થઇ રહ્યા છે. જેમાં ભારત વિકાસ પરિષદ આનંદનગર શાખાના ટ્રસ્ટી જેઠસુરભાઇ ગુજરીયા, હેમતસિંહજી ડોડીયા, ડો. એન.જે. મેધાણી, દિપકભાઇ ગોાસઇ તેમજ આનંદનગર શાખા રાજકોટના પ્રમુખ બકુલભાઇ દુધાગરા મંત્રી મહેશભાઇ તોગડીયા, તેમજ કારોબારી સભ્યો સર્વ કીરીટભાઇ મૈયડ, જીતેન્દ્રભાઇ મહેતા, વિજયભાઇ કુંભરવાડીયા, જયંતિભાઇ કોરાટ, કીરીટસિંહ વાળા, શાંતિગીરી ગોસાઇ, વગેરે સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.