જૈનમ્ નવરાત્રી મહોત્સવ યાદગાર બની રહેશે: ‘અબતક’ની મુલાકાતે આવેલા જૈનમ્ના આયોજકોને વિશ્ર્વાસ

સૌરાષ્ટ્રમાં નવરાત્રીનો દમામભેર પ્રારંભ થઇ રહ્યું છે ત્યારે જૈન સમાજ માટે ખાસ જૈનમ્ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ‘અબતક’ની મુલાકાતે આવેલા જૈનમ્ના સેજલભાઇ કોઠારી, ધર્મેશભાઇ શાહ, નિલેશભાઇ ભાલાણી, પ્રશાંતભાઇ સંઘવી, ભાવિનભાઇ ઉદાણી, મિલેશભાઇ મહેતા, પંકજભાઇ ભટ્ટ, પ્રિતિબેન ભટ્ટ ગાયક કલાકાર અને ઉર્વશીબેન પંડ્યાએ જણાવેલ કે નવરાત્રી મહોત્સવ ધર્મ-આરાધનાની સાથે આપણી સંસ્કૃતિ વારસાને અકબંધ રાખવાનો અવસર છે ત્યારે જૈનમ્ નવરાત્રી મહોત્સવ અનોખું બની રહેશે.

પારિવારિક વાતાવરણમાં જૈનો તો ફક્ત જૈનમ્માં જ રમશે તેવા સૂત્રો સાથે પાસ માટે ભારે ધસારો થઇ રહ્યો છે. એવોર્ડ વિનિંગ સેલીબ્રીટી સંગીતકાર પંકજ ભટ્ટનું ઓરકેસ્ટ્રા, યુ-ટ્યુબ ફેઇમ અનિલ વંકાણી, ઉર્વશીબેન પંડ્યા, પ્રિતિ ભટ્ટ, પ્રદિપ ઠાકરના ગીતો અને ફ્યુઝન ગરબા, ફાયર ડ્રમ, આફ્રિકન નગારા, રોલીંગ પીપના નવા નજરાણાં સાથે જૈનમ્માં દરરોજ પ્રથમ રાઉન્ડ ઇન્સ્ટ્રુમેન્ટલ રાખવામાં આવશે.

ચાર વર્ષથી જૈન સમાજનાં ભાઇ-બહેનો માટે શહેરના શિરમોર ગ્રુપ એવા જૈનમ્ દ્વારા નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન તદ્ન વ્યાજબી સીઝન પાસ સાથે કરવામાં આવી રહ્યું છે. છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીને કારણે આ આયોજન મુલત્વી રખાયું હતું. પરંતુ આ વર્ષે ફરી એકવાર આગામી તા.26 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર દરમ્યાન જૈનમ્ ટીમ દ્વારા નવરાત્રી મહોત્સવનું બેનમુન આયોજન રાજકોટનાં રાજમાર્ગ એવા 150 ફૂટ રીંગ રોડ ઉપર શહેરનાં જૈન શ્રેષ્ઠીવર્ય ચંદ્રકાંતભાઇ શેઠનાં પારીજાત પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવેલ છે.

જૈનમ્ નવરાત્રી મહોત્સવને ચાર ચાંદ લગાવવાની જવાબદારી ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશની શાન સમા સુપ્રસિધ્ધ સંગીતકાર પંકજભાઇ ભટ્ટ કે જેને 15થી પણ વધુ સુપ્રસિધ્ધ એવોર્ડ છેલ્લા પાંચ દાયકાથી ગુજરાતી સંગીતમાં પોતાની પ્રતિભાથી એક નવી ઉંચાઇ પ્રાપ્ત કરનાર પંકજભાઇ ભટ્ટે 8000 થી વધુ મ્યુઝીક આલ્બમ, 150 થી પણ વધારે ગુજરાતી ફિલ્મ અને 10થી વધારે હિન્દી ફિલ્મમાં પોતાનું મ્યુઝીક આપેલ છે.

ગુજરાતી ઉપરાંત વિવિધ ભાષામાં અંદાજે 50,000થી પણ વધારે ગીમ કમ્પોઝ કરેલ, આ ઉપરાંત વિશ્ર્વનાં વિવિધ દેશોમાં પોતાની સંગીતકલાનાં માધ્યમથી ગુજરાતી સંગીતને લોકપ્રિય બનાવનાર પંકજભાઇ ભટ્ટ સંગીત ક્ષેત્રે સમગ્ર ગુજરાતનું આભુષણ બની ગયેલ છે.

આ વર્ષે પણ જૈનમ્ નવરાત્રી મહોત્સવમાં પંકજભાઇ ભટ્ટ તેમજ તેમની ટીમનાં સાંજીદાઓ સાથેનું ધમાકેદાર ઓરકેસ્ટ્રાનું સથવારે યુ-ટ્યુબ તેમજ દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમો આપી ચુકેલ ફોક સિંગર અનીલ વાંકાણી, વર્સેટાઇલ સિંગર પ્રીતી ભટ્ટ, પ્લે બેક સિંગર ઉર્વશી પંડ્યા, ફ્યુઝન સિંગર પ્રદિપ ઠક્કર જેવા પ્રખ્યાત સિંગરો આ વર્ષે પણ ખેલૈયાઓને સંગીતનાં તાલે અને એકથી એક ચડીયાત ગરબાની ગાયીકી ઉપર રમવા મજબુર કરશે.

અનિલ વંકાણી, ઉવર્શી પંડ્યા- પ્લે બેક સિંગર, પ્રિતી ભટ્ટ- રાજકોટનાં રહેવાસી અને સમગ્ર સૌરાષ્ટ્રમાં ગાયીકી ક્ષેત્રે નામના મેળવી ચુકેલ પ્રિતી ભટ્ટ. પ્રદિપ ઠક્કર- છેલ્લા 22 વર્ષથી ગાયીકી ક્ષેત્રે કાર્યરત છે. કીંજલ ખુંટ- એન્કર.

ગરબે રમીને માં ની આરાધના કરતા યુવા હૈયાઓને ડોલાવવા 1,00,000 જેબીએલ વર્ટેક્ષ સાઉન્ડ સીસ્ટમ આ નવરાત્રીનું જમાપાસું છે. જેમાં સરાઉન્ડીંગ સાઉન્ડનો પ્રયોગ ગત નવરાત્રી મહોત્સવની જેમ કરાશે. સતત 3 કલાકથી વધુ સમય સંગીતનાં તાલે ઝુમવા ખેલૈયા ભાઇ-બહેનોની ખરા ઉતરશે.

જૈનમ્ નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા જીતુ કોઠારી, સુજીત ઉદાણી, જયેશ વસાનાં સિધા માર્ગદર્શન હેઠળ જૈનમ્ ટીમ જહેમત ઉઠાવી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.