૩૫૦૦થી પણ વધુ ખેલૈયા ગરબે ઘુમશે: શાનદાર સાઉન્ડ સિસ્ટમ: વિશ્ર્વ વિખ્યાત સંગીતકાર પંકજ ભટ્ટનું ઓરકેસ્ટ્રા

ગત વર્ષે સમગ્ર ભારતભરમાં પહેલી જવાર ફકત જૈન સમાજના ભાઈ બહેનો માટે આયોજીત નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતુ. જેને સમગ્ર જૈન સમાજ દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મેળવી બેનમુન આયોજન બનાવી આપેલ સમગ્ર જૈન સમાજ દ્વારા જૈનમ્ ટીમનાં આ આયોજનને બિરદાવેલ, ફરી એક વખત જૈનમ ટીમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું શાનદાર આયોજન કરવા જઈ ર્હ્યું છે.માં આદ્યાશકિતની આરાધનાના નવલા નવરાત્રીનાં પવિત્ર દિવસોમાં રાજકોટની દરેક જૈન સંસ્થાઓનાં પૂર્ણ સહયોગ દ્વારા આગામી નવરાત્રી તા.૨૧ સપ્ટેમ્બરથી તા.૨૯ સુધી એમ ૯ દિવસ માટે જૈનમ નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવેલ છે.આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ રાજકોટનાં રાજમાર્ગ સમા ૧૫૦ ફૂટ રીંગરોડ ઉપર પારીજાત પાર્ટી પ્લોટનાં ૪૦૦૦૦ વારનાં વિશાળ ગ્રાઉન્ડમાં કોઈ કોમર્શિયલ હેતુ વગર આયોજીત થનાર છે. ગ્રાઉન્ડમાં આકર્ષક લાઈટીંગ સાથે મનમોહક સ્ટેજનું નિર્માણ કરવામા આવનાર છે.રાજકોટ જૈન સમાજનાં ખેલૈયાઓનાં હૈયાઓને ડોલાવવા જૈનમ દ્વારા જેબીએલ વર્ટેકસ ૪-વે લાઈનરી ૧,૨૫,૦૦૦ વોટની શાનદાર સાઉન્ડ સીસ્ટમનાં તાલે ઝુમશે જેમાં સરાઉન્ડીંગ સાઉન્ડનો પ્રયોગ આ વખતે રાજકોટમાં નવરાત્રી મહોત્સવમાં કરવામાં આવનાર છે.આ નવરાત્રી મહોત્સવમાં ગુજરાતની શાન સમા સુપ્રસિધ્ધ સંગીતકાર, ગુજરાત રાજય સંગીત નાટય અકાદમીનાં ચેરમેન પંકજ ભટ્ટ તથા તેમના સાજીંદાઓ ફરી એકવાર રાજકોટના જૈન સમાજના ખેલૈયાઓને ડોલાવશે. જેઓનાં પરફોર્મન્સ યુ ટયુબ ઉપર ધૂમ મચાવી રહ્યા છે. તેવા કલાકારો જૈનમ્ આયોજીત નવરાત્રી મહોત્સવમાં ધુમ મચાવશે.આ નવરાત્રી દરમ્યાન દરરોજ અલગ અલગ સમાજનાં આગેવાનો અને મોભીઓ દ્વારા માતાજીની આરતીનો લાભ લેશે. આવતીકાલે એટલે કે પ્રથમ નોરતે સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા માતાજીની આરતીનો લાભ લેવામાં આવનાર છે. આ નવરાત્રી મહોત્સવનું સમગ્ર વિશ્ર્વમાં પ્રસારણ થાય તે અર્થે અબતક ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. તો સાથે ડીઝીટલ વર્લ્ડ માટે યુ ટયુબ અને ફેસબુકમાં પણ જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે. જેની સમગ્ર વ્યવસ્થા અબતક ચેનલનાં સતીષભાઈ મહેતા તથા તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવી છે.જૈનમ્ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં અત્યાર સુધીમાં જૈન સમાજનાં ૩૫૦૦થી વધુ ખેલૈયાઓએ પોતાના સીઝન પાસનું બુકીંગ કરાવી લીધેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.