શહેરના તમામ દેરાસરોઅને ઉપાશ્રયોમાં નિત્ય અનેરા ધાર્મિક અનુષ્ઠાનો સાથે ભકિતનો માહોલ: લાઈટીંગ ડેકોરેશનથી જિનાલયો સુશોભિત: આરતી અને આંગીનો લાભ લેવા દરરોજ હજારો શ્રાવકોજિનાલયના આંગણે
જૈનોના મહાપર્વ પર્યુષણ મહાપર્વ નિમિતે રાજકોટ શહેરનાં તમામ જિનાલયોમાં અને ઉપાશ્રયોમાં શ્રધ્ધા-ભકિતનો અખંડ માહોલ છવાયો છે. જપ-તપ અને આરાધનાના મહાન પર્વ સમાન પર્યુષણ દરમિયાન શહેરનાં દરેક દેરાસરોમાં પ્રભુજી દિવ્ય અને નયનરમ્ય આંગીના દર્શનકરી આજે ભાવિકો ભાવવિભોર બન્યા હતા. દરેક ઉપાશ્રયો અને દેરાસરોમાં નિત્ય ભકિત સંગીત તેમજ આરતી અને મંગલ દીવાના આદેશ થાય છે. હજારો જૈન શ્રધ્ધળુઓ પ્રભુજીની દિવ્ય આગી અને આરતીનો લાભ લઈ રહ્યા છે. નિત્ય સવાર સાંજ સામુહિક પ્રતિક્રમણ, સ્નાત્રપૂજા તથા વ્યાખ્યાન માળામાં હજારો શ્રાવક શ્રાવિકાઓથી જિનાલયો છલકાય રહ્યા છે.
મણીઆર દેરાસરમાં પાર્શ્ર્વનાથદાદાને હિરાજડીત લાખેણી આંગી
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ નિમિતે ચિંતામણી પાર્શ્ર્વનાથ જિનાલય (મણીઆર દેરાસર) ખાતે પાર્શ્ર્વનાથદાદાને ભવ્ય સાચા ડાયમંડની લાખેણી અંગ રચના કરવામાં આવી રહી છે. અહીં નિત્ય પ્રભુજીનાં અલગ અલગ ભાવિકો ભાવવિભોર બને છે. પર્યુષણના આઠેય દિવસ નિત્ય રાત્રીના ભકિત સંગીતની રમઝટ બોલે છે. જેમાં મુંબઈના ખ્યાતનામ સંગીતકાર જીતુભાઈ તથા કમલેશભાઈ મહેતા અદ્ભુત સંગીત પીરસી રહ્યા છે. અહીં દરરોજ ભકિત સંગીત દરમિયાન આરતી, મંગળ દિવાના આદેશ આપવામાં આવે છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં જૈન સમુદાય સવાર-સાંજ પ્રભુજીના પૂજન-અર્ચન માટે આવી રહ્યા છે. ચિંતામણી પાર્શ્ર્વનાથ જિનાલયે આવતીકાલે સવારે ૧૧ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી માર્ં ત્રિશલનાં ૧૪ સ્વપ્નની ઉછામણી કરવામાં આવશે.
પર્યુષણ એટલે આત્મશુદ્ધિનું મહાપર્વ: પૂજય અજીતાબાઈ મહાસતીજી
પર્યુષણ મહાપર્વ નિમિતે શહેરનાં દરેક જિનાલયોમાં અનેરા ધાર્મિક અનુષ્ઠાનોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ખરેખર પર્યુષણ પર્વ શું છે ? તે અંગે પ્રેરણાત્મક માહિતી આપતા બાલબ્રહ્મચારી પૂજય અજીતાબાઈ મહાસતીજીએ પોતાની દિવ્ય વાણીથી જણાવ્યું હતું કે, જૈન ધર્મ અને હિંદુ ધર્મ જે આપણા સંસારની અંદરના મુખ્ય ધર્મ છે. એમાં જૈન ધર્મના પ્રણેતા કહી જૈન ધર્મના નાયક કહો. તે આ શ્રવણ ભગવાન માહિર સ્વામિ જે ૨૪માં તિર્થકર કહેવાય છે. જૈન ધર્મનો પાયો એ અહિંસા છે. અહિંસા પરમો ધર્મ છે. પર્વાધિરાજ પર્યુષણ આવે છે ત્યારે જૈન શાસન જે છે એ અમારુ ભાવ પ્રધાન છે મૂળ પ્રધાન છે જે આત્માની સાથે સીધુ જોડાયેલું છે. જે આત્માભાવની અંદરમાં વૈભવ બહારના પ્રદુષણો એમને દુર કરવા માટે નહી બાહારની સ્વચ્છતા જાણવવા માટે નહીં દુગુણો દુર કરવા માટે નહીં પરંતુ આપણી અંદરના રહેલા જીવના જે કાઈ પણ દુર્ગુણો છે.કોઈ માન, માપા, રોગ, રાગ, ધ્વેશ આદિ બધાને દૂર કરવા માટે પર્વાધિરાજ પર્યુષણ જેની અંદરમાં ભાવની પ્રધાનતા છે. જેમાં ગુણની પ્રધાનના છે કે આત્મા પોતાના ગુણોથી સબર બને તે માટે પર્યુષણ પર્વ તપ અને ત્યાગથી ઉજવવામાં આવે છે. કુલ આઠ દિવસમાંથી મુખ્ય ભાદરવા વદ પાંચમ જે સવંત્સરી પર્વ કહેવામાં આવે છે અને તેનું મહત્વ આગળના સાત દિવસ અંદરની પડેલી ક્ષમાને બહાર પાડવા માટે તેમના જીવનની તપ અને ત્યાગ દ્વારા કરવામાં આવે છે.
સવંત્સરીના રોજ સાંજે સંધ્યા સમયે જયારે વર્ષ ભરના લાગેલા જીવનની અંદરના પાપો છે દોષ છે, દુગર્ણા છે અને જેની સાથે રાગ અને ધ્વેશના ભાવ કર્યા હોય અને એકબીજાની આત્માને દુભાવ્યા હોય અને વેરજેરને દુર કરવા માટે સવંત્સરીના સાંજે પ્રતિક્રમણ કર્યા બાદ ફરી આવા દોષ ન થાય આવા પાપ નો થાય એ માટે આત્માને નિર્દોષ કરવા માટે સવંત્સરી પ્રતિક્રમણ કરવામાં આવે છે. એકબીજાના વેરનું વમન કરવા માટે માફી માગવામાં આવે છે. જેને ખમત ખામણા કહેવામાં આવે છે એટલે ક્ષમા આપના એટલે મૈત્રી ભાવ કરી આ સવંત્સરીનું આયોજન હોય છે. જે પર્વ જૈન દ્રષ્ટીએ શાશ્ર્વત પર્વ છે. આ પર્વ વર્ષોથી મનાવે છે અને મનાવતા રહેશે. તપ, જપની આરાધના કરશે અને આત્માની વિશુદ્ધિ કરી પોતાના આત્માને કર્મથી મુકત કરી મોક્ષ ગતિમાં પહોંચાડવી એટલે પર્યુષણ મહાપર્વ.
વિરાણી પૌષધશાળામાં ભૂલકાઓના પર્યુષણ આધારિત નાટય અભિનયથી ભાવિકો મંત્રમુગ્ધ
સ્થાનકવાસી જૈન મોટા સંઘ વિરાણી પૌષધશાળામાં પર્યુષણ મહાપર્વ નિમિતે વિવિધ અનેરા ધાર્મિક અનુષ્ઠાનો ચાલી રહ્યા છે. દરરોજ હજારો ભાવિકો સાધુ-સાધ્વીજીઓના વ્યાખ્યાન-પ્રવચનથી પ્રેરણા લઈ પોતાના જીવનને ધન્ય બનાવી રહ્યા છે. પર્યુષણ પર્વ નિમિતે વિરાણી પૌષધ શાળામાં નિત્ય નવા ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં બહોળી સંખ્યામાં જૈનો લાભ લઈ રહ્યા છે. આ પાવન પ્રસંગે અબતક મિડિયા સાથે વાતચીત કરતા હિતેશભાઈ બાટવિયાએ જણાવ્યું હતું કે પર્યુષણ પર્વ અંતર્ગત ચાલી રહેલ વ્યાખ્યાનમાળા આધારિત નાના બાળકો દ્વારા નાટકમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યુષણ પર્વ આધારિત નાટયમાં ભૂલકાઓએ શ્રાવક-શ્રાવિકાઓને પોતાના પાત્રના અભિનય થકી જીવન, ધર્મ, સંસાર ઉપર થતી અસરો વિશે અદભુત પ્રેરણા આપતી કૃતિઓ રજુ કરી હતી. ઉપસ્થિત તમામ ભાવિકો નાટય નિહાળી ભાવવિભોર બન્યા હતા.
જાગનાથ મહાવીર સ્વામી જિનાલયમાં આરતી અને સોહામણી આંગીના દર્શન
જાગનાથમાં આવેલા મહાવીર સ્વામી જીનાલયમાં પર્યુષણ પર્વ નીમીતે ભવ્ય સુશોભન તેમજ આખા જિનાલયને નયનરમ્ય લાઇટીંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે. અહીં નિત્ય પ્રભુજીને સાચા ડાયમંડની લાખેણી અને સોહામણી આંગી કરવામાં આવે છે. પર્વાધિરાજ પર્યુષણ નિમિતે જાગનાથ જિનાલયમાં દરરોજ રાત્રિના ભકિત સંગીતનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં નિત્ય જૈન શ્રાવકો-શ્રાવિકાઓની ભારે ભીડ જોવા મળે છે. તેમજ હજારો ભાવિકો ભકિત સંગીત, આરતી તથા મંગળ દિવાનો લાભ લઇ રહ્યા છે