મહાવીરના સ્વામીનાં ધર્મમાં જ્ઞાતિવાદને સહેજ પણ મહત્વ અપાયું નથી, સર્વનું કલ્યાણ કરો અને સર્વેની સાથે રહેવાનું સુચવ્યું છે: પૂજ્ય ધીરજમુનિ મ.સા.

પર્વાધિરાજ પર્યુષણના પર્વ નિમિતે પૂજ્ય ધીરજમુનિ મ.સા. દ્વારા આઠ દિવસ જૈન-જૈનેતરોને મહાવીર સ્વામી દ્વારા આપવામાં આવેલા ઉપદેશ અંગે જણાવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જૈન-જૈનેતરો સહભાગી થયા હતાં. બીજી તરફ જૈનેતરોએ પણ તપસ્યા કરી પોતાને અને પોતાની આત્માને શુદ્વ કરવા પ્રયત્નો કર્યા હતાં. પારણાનાં દિવસે પૂજ્ય ધીરજમુનિ મ.સા.એ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મહાવીર સ્વામીનાં ધર્મમાં જ્ઞાતિવાદને સહેજ પણ મહત્વ આપ્યું નથી.

તેમના વિચાર અનુસાર જૈન વિચાર એટલે જે સર્વેનું કરે અને સર્વેની સાથે રહે. સાથે જૈન વિચાર અને જૈન ધર્મ, દાન, તપ અને જીવદયાનો છે. જે ખરા અર્થમાં હૃદ્યને સ્પર્શી જતું હોય છે. લોકોને ઘણા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે ત્યારે વિચારોની સાથે જો અનેકાંતવાદ લાવવામાં આવે તો તેનું નિરાકરણ શક્ય બનશે.

વિચારોની સાથે અનેકાંતવાદ લાવવાથી ઉદ્ભવતા પ્રશ્નોનું નિરાકરણ થશે: પૂજ્ય ધીરજમુનિ મ.સા.

જૈન ધર્મમાં જે પર્વાધિરાજ પર્યુષણનું મહત્વ છે. તે અનેરૂં છે. એનું મુખ્ય ઉદ્ેશ્ય એ છે કે શરીર અને આત્મા અલગ છે એનો મુખ્ય સંદેશ આપવા પર્યુષણ પર્વ આવે છે. આ પર્વમાં જૈન-જૈનેતર દરેક તપસ્યા અને તપ કરે છે. કારણ કે તપ કરવાથી રોગની નાબૂદી થાય છે. શરીર અને આત્માની શુદ્વિ થાય છે. તો જૈન પરિવાર તપસ્યા કરતા હોય પણ જૈનેતરો પણ તપસ્યા કરી રહ્યાં છે.

વ્યક્તિનાં પૂણ્યનો ઉદય જ્યારે થાય ત્યારે તે ભગવાનનાં ઉપદેશનાં શ્રવણનો લભ લઇ શકે છે. પરંતુ ઘણા લોકો વ્યવસાયીક રીતે સંકળાયેલા હોય અને તેઓને ભાવ છે અને સમય આપી શકતા નથી. તો તેમના માટે સંદેશ એ છે કે થોડા નવરાશનો સમય કાઢી ડીજીટલ યુગ હોવાથી ભગવાનનાં ઉપદેશોને સાંભળવા જોઇએ. જેના પરિણામે જીવનમાં અનેક બદલાવ આવશે. પ્રભુ નિ:સ્વાર્થ ભાવે જગતમાં લોકોને ઉ5દેશ આપે છે. એમને કોઇ પ્રત્યે સ્વાર્થ નથી.

એમનો એક જ લક્ષ્ય છે કે બધા જીવો પરમાત્માનાં સુખને પામે. આચરણ-અહિંસા, વિચારે અનેકાંત, વ્યવહારમાં પરિગ્રહ. આ ત્રણ સિધ્ધાંત મહાવીર સ્વામી દ્વારા આપવામાં આવ્યા છે. અંતમાં પૂજ્ય ધીરજમુનિ મ.સા.એ જણાવ્યું હતું કે વિશ્ર્વમાં જૈન સમાજના લોકો દ્વારા અપાતુ દાન સૌથી વધુ હોય છે. જેનું મુખ્ય કારણ અનેકાંતવાદ છે.

જૈન ધર્મ આત્માને ‘ભીનો’ કરે તે ધર્મ અને વિચાર છે : રૂપાબેન માલધારી

vlcsnap 2021 09 13 08h37m51s531

‘અબતક’ સાથેની વાતચીતમાં રૂપાબેન માલધારીએ જણાવ્યું હતું કે, જૈન વિચાર મારા માટે કોઇ નવા નથી, મારા ઘરમાં બાળકો, સાસુ-સસરા જૈન ધર્મ ખૂબ જ માને છે. ત્યારે ઉપવાસ અંગે પરિવારમાં જણાવ્યું તો સર્વેએ કહ્યું કે જેટલા ઉપવાસ થાય તેટલા કરો, પરંતુ દ્રઢ સંકલ્પ હોવાના કારણે નવાઇ પૂર્ણ કરી શકી. આ પૂર્વે અઠઇ પણ કરી હતી ત્યારે એ વાત સ્પષ્ટ થઇ કે શાસન દેવની કૃપા વર્ષા છે.

નવાઇ જે સમયે કરવાનો વિચાર કર્યો ત્યારે આડોશ-પાડોશના લોકોએ ખૂબ જ સાથ અને સહકાર આપ્યો હતો અને સેવા પણ કરી હતી. સાથે ધીરગુરૂનાં આશિર્વાદ પણ એટલા જ મહત્વપૂર્ણ સાબિત થયા. જૈન ધર્મમાં નાનામાં જીવની યાતનાથી દૂર રહેવાનું એટલે તેનું જતન કરવાનું કહેવામાં આવ્યું છે. દરેક માનવનો ધર્મ છે કે યાતના કરવી જોઇએ. જૈન ધર્મનાં વિચારોથી જીવનમાં જે અપૂરતી માહિતી હતી તે પૂર્ણ થઇ અને આત્માની શુદ્વિ પણ થઇ. જૈન ધર્મ આત્માને ભીનો કરે તે ધર્મ અને વિચાર છે. આ તપસ્યાથી મન, આત્મા અને શરીર ડિટોપ થઇ ગયું.

બીજી તરફ ગુરૂજીનાં આર્શિવાદથી મને સિંહનું સ્વપ્નનો લાભ મળ્યો હતો. જેના પગલે જીવન અને આત્મા સિંહ જેવો થઇ ગયો છે. જેથી જીવનમાં સુખ, દુ:ખ આવ્યા કરે પણ આત્મા સિંહ જેવો રહે. સાથોસાથ ઘરના માલઢોર દ્વારા જે દૂધ આવે છે તે 1 વર્ષ સુધી ઉપાશ્રયમાં આપવાનો મનોરથ કરવામાં આવ્યો છે. અંતમાં તેઓએ કહ્યું કે જૈન ધર્મ દાન, તપ અને જીવદયાનો છે જે ખરા અર્થમાં હૃદ્યને સ્પર્શી જાય છે ત્યારે મને જીવન પર્યત જૈન વિચારને અનુસરવાનો ગર્વ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.