૨૬મી સપ્ટેમ્બર ૧૯૭૦ના રોજ મહારાષ્ટ્રના નાગપૂર શહેરમાં વસતા કનૈયાલાલ ભાયાણી નામના પાવન મનુષ્યના ઘેર એક બાળકનો જન્મ થયો. એ બાળકનું નામ પડયું કુમાર મહાવીર, જેમને આજે આપણે ક્રાંતીકારી સંત પૂ. ગૂરૂદેવ મહારાજ સાહેબના નામે ઓળખીએ છીએ પિતાના અવસાન બાદ પરિવાર અમરેલીના લાઠી ખાતે રહેવા આવી ગયો.

કુટુંબના સૌથી નાના એવા મહાવીરની પ્રજ્ઞા નાનપણથી જ બહુ તેજ હતી નાની ઉંમરે જ પિતા ગુમાવી લેનાર મહાવીરે જોયું હતુ કે બાળકોને ઉછેરવામાં પોતાની માતાને કેટલુ કષ્ટ વેઠવું પડયું હતુ. ૧૯૯૦માં તેનું મન જીવન પછીના જીવન વિષે વિચારવા વળ્યું ! સન ૧૯૯૧માં ૨૧ વર્ષની ઉંમરે યુવાન મહાવીરના જીવનમાં એક સોનેરી સુરજ ઉગ્યો. મહાવીરે પંચ મહાવત દીક્ષા અંગિકાર કરી અને આપણને મળ્યા આપણા પૂ. નમ્રમૂની મહારાજ સાહેબ.

ગૂરૂદેવ ૧૯ આગમો કંઠસ્થ કર્યા અને ૩૧ આગમોને એવી રીતે જાણ્યા, સમજયા, શીખ્યા અને આત્મસાત કર્યા કે એક જ્ઞાની સંત તરીકે એમની જૈનોમા પ્રતિષ્ઠા થરૂ.

તપસમ્રાટ પૂ. ગૂરૂદેવ રતિલાલજી મહારાજ સાહેબના સાંનિધ્યમાં ગૂરૂદેવ નમ્રમૂનિ મહારાજ સાહેબનું સંયમ જીવન પાંગર્યું. આજના યુવાનોને વિનાશના માર્ગેથક્ષ પાછા વાળી દિવ્યતાના પંચ ઉપર લાવવા માટે પૂ. નમ્રમૂનિ મહારાજ સાહેબ અર્હમ્ યુવા ગ્રુપની ૨૦૦૫માં સ્થાપના કરી, દેશભરમાં આ ગ્રુપ દ્વારા ૬૫ કરતાયે વધારે કેન્દ્રો વિકસાવાયા. ગોંડલ ગચ્છ શીરોમણી પરમ પૂ. જયંતમૂનિજી મહારાજ સાહેબે એમને ‘યુગ દિવાકર’ તરીકે નવાજયા છે. તો વર્લ્ડ જૈન મિશન દ્વારા એમને ‘રાષ્ય્ર સંત’ તરીકે બિરદાવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.