ધર્મયાત્રામાં ૨૫ ફલોટ જોડાશે સોના-ચાંદીથી મઢેલો ભગવાનનો રથ ધર્મયાત્રાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે
જૈનમ્ દ્વારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિને આયોજીત તા.૨૯ને ગુરુવારના રોજ શ્રમણ ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત ભવ્યાતિત વીર પ્રભુની ધર્મયાત્રા ‘ત્રિશલાનંદન વીરકી, જય બોલો મહાવીર કી’ના ગગનભેદી નાદ સાથે યોજાશે. તા.૨૯ને ગુરુવારે સવારે ૮ કલાકે કિશાનપરા ચોકથી પ્રારંભ, જીલ્લા પંચાયત ચોક, ડો.યાજ્ઞિક રોડ, સ્વામી વિવેકાનંદ પ્રતિમા, જીમખાના રોડ, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, હરિહર ચોક, ચૌધરી હાઈસ્કૂલ સવારે ૧૦:૦૦ કલાકે પહોંચી ધર્મયાત્રા મહાવીરનગરી ખાતે વિશાળ ધર્મસભામાં પરિવર્તીત થશે.
ગુરુવારે રાજકોટ તેમજ સૌરાષ્ટ્રનાં સમસ્ત જૈન સમાજનાં પરિવારો પોતાના બિઝનેશ તેમજ ઓફીસો સવારથી બપોર સુધી એમ અડધો દિવસ બંધ રાખી સહ પરિવાર શ્રમણ ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત આયોજીત ધર્મયાત્રા, ધર્મસભા તથા સ્વામી વાત્સલ્યમાં જોડાવા અનુરોધ જૈનમ્ ટીમ, તમામ સંઘો, રાજકોટ તમામ જૈન સોશ્યલ ગ્રુપો, જૈન યુવા ગ્રુપ, જૈન જાગૃતિ સેન્ટર, જૈન યુવા ગ્રુપ જુનિયર, રાજસ્થાન જૈન સંઘ દ્વારા કરવામાં આવ્યો છે. ધર્મયાત્રામાં સાધુ ભગવંતોની પાવન નિશ્રામાં ૨૫ આકર્ષક ફલોટ્સ સાથે બહોળી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાશે. ધર્મયાત્રામાં પ્રભુવીરના જીવનદર્શનને લગતા ફલોટસ, જૈન સમાજ દ્વારા થતી ધાર્મિક-સામાજિક પ્રવૃતિઓના ફલોટસ, જીવદયાના ફલોટસ સામેલ થશે.
આ ફલોટ તૈયાર કરવામાં મણીઆર દેરાસર, પ્રહલાદ પ્લોટ મહાવીર મંડળ, જીવદયા ગ્રુપ, યુનિવર્સિટી રોડ જૈન તપગચ્છ સંઘ, જૈન એલર્ટ ગ્રુપ ઓફ રાજકોટ, જૈન એકટીવ યુવા ગ્રુપ, શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ટ્રસ્ટ, રેસકોર્ષ પાર્ક જૈન શાળા, કાલાવડ રોડ શ્ર્વેતાબંર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ-પારસધામ, સોનલ સેવા મંડળ, નાલંદા ઉપાશ્રય, કાલાવડ રોડ, પંચવટી શ્ર્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ, જૈન યુવા ગ્રુપ, લુક એન્ડ ટર્ન જૈન જ્ઞાન ધામ, ગાંધી પરિવાર, દિગંમબર જૈન, જૈન જાગૃતિ સેન્ટર મેઈન, જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મેઈન, પાર્શ્ર્વપ્રેમ જૈન સંઘ-નાગેશ્ર્વર, લુક એન્ડ લર્ન (માસુમ સેન્ટર), રેસકોર્ષ પાર્ક-હીરક મહિલા મંડળ, લીનાબેન અલ્પેશભાઈ ગાંધી, જીવન જાગૃતિ વૃંદ (શ્રમજીવી કાચનું જિનાલય), સરદારનગર પુત્રવધુ મંડળ, સારિકાબેન મહેતા, અર્હમ યુવા ગ્રુપ દ્વારા એક થી એક ચડીયાતા જોવાલાયક ફલોટ ધર્મયાત્રા દરમ્યાન રજુ કરવામાં આવનાર છે.
આ ફલોટનાં વિવિધ દાતા સર્વે અદાણી મસાલા, સ્વ.મિતાબેન મયુરભાઈ શાહનાં સ્મરણાર્થે – હ.મયુર શાહ, માતુશ્રી કાંતાબેન રમણીકલાલ દેસાઈ – હ.અનીલભાઈ દેસાઈ, માતુશ્રી કુમુદબેન ઈન્દુભાઈ મહેતા – હ.પિયુષભાઈ મહેતા, સ્વ.ચંપાબેન દલીચંદભાઈ શેઠ – હ.વિભાશભાઈ શેઠ, જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ, માતુશ્રી સુશીલાબેન હરસુખલાલ દેસાઈ – તપસ્વી સ્કૂલ, જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ રોયલ, સ્વ.રમણીકલાલ રતિલાલ ગોસલીયા પરિવાર – હ.કેતનભાઈ ગોસલીયા – એડવોકેટ, નિપુણ મહેન્દ્રભાઈ દોશી – એડવોકેટ, જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મીડટાઉન, સાચા દેવશ્રી સુમતિનાથ ભગવાનનું જિનાલય યુનિવર્સિટી રોડ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, સુશ્રાવક, વી કેર વોટર ટેન્ક કલીનર, મહેતા ટી ડીપો-રાજકોટ, કાલાવડ રોડ શ્ર્વેતાંબર મૂતિપૂજક તપગચ્છ સંઘ, એક સુશ્રાવક, સ્વ.ચંદ્રાબેન નટવરલાલ શાહ- હ.કમલેશભાઈ શાહ, સુશ્રાવક, ઈશ્ર્વરભાઈ રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘ, શોભનાબેન કિરીટકુમાર પારેખ-હ.દર્શનભાઈ પારેખ, માતુશ્રી ઈન્દુબેન નવિનચંદ્ર શાહ પરિવાર: હ-કુમાર, ભાવેશ, બીપીનભાઈ લાભ લીધેલ હતો.
આ મહોત્સવમાં રાજકોટનાં પનોતાપુત્ર અને જૈન સમાજનાં ગૌરવરૂરૂપ ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ વિશેષ હાજરી આપશે. આ મનમોહક સમીયાણામાં વિશાળ સ્ટેજ સાથે રાજકોટમાં બિરાજમાન સ્થાનકવાસી, મૂર્તિપૂજક સંઘોના સાધુ-સાધ્વીજીઓની પાવનનિશ્રામાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ તકે પધારેલ સાધુ-સાધ્વીઓ આશીવર્ચન ફરમાવશે સાથે સાથે પ્રખર વકતા જગદીશભાઈ ત્રિવેદી ધર્મસભાને સંબોધશે.