સીંગર મહર્ષિ પંડયાએ દેશ-વિદેશમાં ૫૦૦ થી વધુ આપ્યા છે સ્ટેજ પ્રોગ્રામ

મા આદ્યાશકિતની આરાધના અર્થે જૈનમ દ્વારા નવરાત્રી મહોત્સવનું રંગારંગ આયોજન થયું છે. ગઈકાલે પાંચમા નોરતે મહાનુભાવો જૈન શ્રેષ્ઠીઓનાં હસ્તે માતાજીની આરતી ઉતારી ગરબાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.જૈનમ નવરાત્રી મહોત્સવમાં જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટની ટીમ જમાવટ કરી રહી છે તો ખ્યાતનામ સીંગરો પણ એક થી એક ચડિયાતા ગીતો ગરબા ગાઈ ખેલૈયાઓને ડોલાવી રહ્યા છે. આજે જૈનમ નવરાત્રી મહોત્સવમાં સીંગર મહર્ષિ પંડયા યુવા હૈયાઓને ડોલાવશે. જૈનમ આયોજીત નવરાત્રી મહોત્સવમાં રોજે રોજ પ્રીન્સ-પ્રીન્સેસ અને વેલડ્રેસના વિજેતાઓને આકર્ષક ગિફટ આપી ઉત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

માલાબેન પંકજભાઈની જોડીએ રંગ જમાવ્યો!!

jainam-navratri-will-be-celebrated-by-saregama-pa-fame-maharshi-pandya-today
jainam-navratri-will-be-celebrated-by-saregama-pa-fame-maharshi-pandya-today

જૈનમ આયોજીત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓનો ઉત્સાહ દિન પ્રતિદિન વધી રહ્યો છે. સંગીતકાર પંકજ ભટ્ટના ઓરકેસ્ટ્રા સાથે ખ્યાતનામ ગાયકો ખેલૈયાઓને મન મૂકીને નાચવા મજબૂર કરી રહ્યા છે.

ગઈકાલે પાંચમા નોરતે ગાયીકા માલા ભટ્ટ અને પંકજ ભટ્ટના સંગીતે રમઝટ બોલાવી હતી. સુરતાલના સથવારે ખેલૈયાઓ બમણા ઉત્સાહથી ઝુમી ઉઠ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.