૫૦૦૦થી વધુ ખેલૈયાઓ પારિવારીક વાતાવરણમાં ૧૫૦ ફુટ રીંગ રોડ, નાના મવા સર્કલ પાસે રાસની રમઝટ બોલાવશે: આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત કરી
આ વર્ષે પણ ખોડલધામ નવરાત્રી મહોત્સવ નોર્થઝોનનું જાજરમાન આયોજન ૧૫૦ ફુટ રીંગ રોડ, નાનામવા સર્કલ પાસે, પેટ્રોલ પંપની બાજુમાં આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત કરી હતી.આ આયોજનમાં દેવ ભટ્ટ, જય દવે, હિના મીર તેમજ એન્કર તરીકે મીરા દોશી ગીતોની રમઝટ બોલાવશે. ખેલૈયાઓને મ્યુઝીક અને રીધમ તરીકે મીરા દોશી ગીતોની રમઝટ બોલાવશે. ખેલૈયાઓને મ્યુઝીક અને રીધમ તરીકે આરીફ ચીના મન મુકી રમવા મજબુર કરશે. મહેશ સાઉન્ડ સીસ્ટમની જેબીએલ વર્ટીકલ ૪૮૮૯-૧ રાખવામાં આવી છે. રાસ મહોત્સવનું લાઈવ ટેલીકાસ્ટ મેદાન પર નિહાળી શકાય તે માટે વિશાળ એલ.ઈ.ડી.સ્ક્રીનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. નવરાત્રીના નવે-નવ દિવસ દરમ્યાન પ્રિન્સ અને પ્રિન્સેસને તેમજ વેલડ્રેસ તથા કિડસ માટે પણ ઈનામોથી વણઝાર રાખવામાં આવી છે. ૫૦૦૦થી વધુ ખેલૈયાઓને રમવા માટે સુવિધા રાખવામાં આવી છે.ખોડલધામ નવરાત્રી મહોત્સવ નોર્થ ઝોન ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એ.પી.ક્ધયા છાત્રાલયની ૨૦૦૦થી પણ વધુ બાળાઓ માટે સાંજે ૭ થી ૯ સુધી વિનામુલ્યે રાસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલૈયાઓએ પાસ મેળવવા ખોડલધામ ટ્રસ્ટ કાર્યાલય (નોર્થ ઝોન) કિંગ હાઈટસ એપાર્ટમેન્ટની બાજુમાં, નર્મદા પાર્ક સામે, અમીન માર્ગ ખાતે સંપર્ક કરવા અનુરોધ છે. આ આયોજનને સફળ બનાવવા માટે મોહિતભાઈ પરસાણા, મિતુલભાઈ દોંગા, અતુલભાઈ રૂપારેલીયા, જયેશભાઈ દુધાત્રા, નિલદીપભાઈ તળાવીયા, જયસુખભાઈ મારવીયા, અરવિંદભાઈ, વિપુલભાઈ ઉધાડ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.