જૈન સમાજના ખેલૈયાઓ માટે એકમાત્ર રાસોત્સવ: સતત બીજા વર્ષે બેનમુન આયોજન: પંકજ ભટ્ટ અને સાંજીદાઓના સથવારે ગૌરલ દવે, મયુરી પાટલીયા અને વિશાલ પંચાલ સુરો રેલવાશે: સ્ટેડિયમ ટાઈપ બેઠક વ્યવસ્થા અને અદ્યતન સાઉન્ડ સિસ્ટમ: ટીમ જૈનમ અબતકની શુભેચ્છા મુલાકાતે

‘જૈનમ’ ગ્રુપ દ્વારા ૧૦૮ સભ્યોના સથવારે નવલા નવરાત્રીના પવિત્ર દિવસોમાં બીજા વર્ષે માર્ં આદ્યશકિતની આરાધના કરવા જૈન સમાજના ખેલૈયાઓ માટે જૈન સંસ્થાઓના સહયોગથી આગામી ૨૧ થી ૨૯ નવ દિવસ જૈનમ નવરાત્રી મહોત્સવનું આયોજન પારિજાત પાર્ટી પ્લોટ, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે યોજવામાં આવી રહ્યો છે. આ મહોત્સવને બહોળો પ્રતિસાદ પ્રાપ્ત થયો છે. ત્યારે આ અંગે માહિતગાર કરવા ટીમ જૈનમ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત કરી હતી. ‘જૈનમ’ નવરાત્રી મહોત્સવનું ‘અબતક’ ચેનલ, વેબસાઈટ અને ડીજીટલ મીડિયા પર લાઈવ પ્રસારણ કરવામાં આવનાર છે.વિસરાતા જતા સાંસ્કૃતિક વારસાને સાચવવા તથા બાળકોમાં ભકિત-શકિત અને પવિત્રતા ખીલે તથા વિકસે અને આપણા મુલ્યનિષ્ઠ ઉત્સવોને સાચી સમજણપૂર્વક માણતા-ઉજવતા શીખે તેવા અને જૈન સમાજમાં એકતા વધુ દ્રઢ બને તેવા ઉમદા ધ્યેય સાથે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જૈનમ ટીમ દ્વારા આ વર્ષે પણ ફકત જૈનો માટે જ નવરાત્રી મહોત્સવનું એક વિશેષ આયોજન હાથ ધરી રહ્યું છે.૪૦,૦૦૦ વિશાળ ગ્રાઉન્ડમાં કોઈ કોમર્શિયલ હેતુ વગર યોજાનાર છે. ગ્રાઉન્ડમાં આકર્ષક લાઈટીંગ સાથે મનમોહક સ્ટેજનું નિર્માણ કરવામાં આવનાર છે.આ નવરાત્રી મહોત્સવમાં ગુજરાતની શાન સમા સુપ્રસિઘ્ધ સંગીતકાર, ગુજરાત રાજય સંગીત નાટય અકાદમીનાં ચેરમેન પંકજ ભટ્ટ તથા તેમના સાજીંદાઓ ફરી એકવાર રાજકોટનાં જૈન સમાજનાં ખેલૈયાઓને ડોલાવશે. મુંબઈની પ્રખ્યાત સિંગર ગૌરલ દવે, મયુરી પાટલીયા (બરોડા), વિશાલ પંચાલ (અમદાવાદ) તથા રોકી શૈખ (બરોડા) પોતાના કંઠથી સમગ્ર જૈન સમાજનાં ખેલૈયાઓને ગરબાઓ ઉપર રમવા મજબુર કરી દેશે.જયારે યુવાઓના હૈયાઓને ડોલાવવા ૧,૭૦,૦૦૦ વોટની સ્ટેટ ઓફ ધી આર્ટ મલ્ટી લેયર સાઉન્ડ સીસ્ટમના તાલે ઝુમશે. જેમાં સરાઉન્ડીંગ સાઉન્ડનો પ્રયોગ આવશે. નવરાત્રી મહોત્સવનાં ખેલૈયાઓ માટે દરરોજ બેસ્ટ ટ્રેડીશ્નલ કોસ્ચ્યુમ, ડેકોરેટીવ ગરબા, બેસ્ટ આરતી, બેસ્ટ ટેટ્ટુ, બેસ્ટ મહેંદી જેવી અવનવી કોમ્પીટીશન સાથે ગરબાની પણ વેરાયટી પણ સામેલ કરવામાં આવેલ છે. રોજબરોજ દરેક ગ્રુપને અવનવા ઈનામોની વણઝાર સાથે નવાઝવામાં આવશે. ઉપરાંત નવરાત્રીના અંતમાં મેગા ફાઈનલમાં લાખેણા ઈનામો વિજેતાઓને આપી પ્રોત્સાહીત કરવામાં આવશે.જૈન સમાજનાં ખેલૈયાઓને જૈન પેક્ષકો માટે વિશાળ કેન્ટીન પણ રાખવામાં આવેલ છે જેમાં દરરોજ અવનવી વાનગીઓ, કોલ્ડ્રીંકસ અને આઈસ્ક્રીમનાં સ્ટોલ પણ ઉપલબ્ધ કરાવામાં આવશે અને આ તમામ વાનગીઓ ફકત જૈન હશે. આ કેન્ટીનનું સંચાલન રાજકોટનાં સુવિખ્યાત વેસ્ટર્ન કેટરર્સ અને ચોકોડેન દ્વારા કરવામાં આવશે.ગ્રાઉન્ડની અંદર ખેલૈયાઓ સિવાયનાં મેમ્બર માટે ગ્રાઉન્ડમાં જ અલાયદી અને આરામદાયક સ્ટેડીયમ ટાઈપ બેઠક વ્યવસ્થા કરવામાં આવનાર છે. તો સાથો સાથ કોર્પોરેટ વર્લ્ડની જ‚રીયાતને ધ્યાનમાં રાખીને ખાસ પ્રકારે ડીઝાઈન કરેલ ‘ગઝેબો’ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સોફા ટાઈપ સીટીંગ વ્યવસ્થા તેમજ પધારેલ મહેમાનો માટે એટેડન્ટન્ટની વિશેષ સુવિધા પણ પુરી પાડવામાં આવશે. મહોત્સવનું ‘અબતક’ દ્વારા જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે. જેને દેશ-વિદેશના જૈન સમાજ માણી શકશે. ખેલૈયાઓ અને યુવાઓની ખાસ ફરમાઈશને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડમાં જ એક વિશિષ્ટ રીતે તૈયાર કરેલ ‘સેલ્ફી ઝોન’માં ખેલૈયાઓ ગ્રાઉન્ડમાં જ હેપનીંગ મોમેન્ટ માણી શકશે. ગ્રાઉન્ડમાં વિશાળ એલઈડીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આવનાર લોકોને પાર્કીંગ પણ સરળતાથી થઈ શકે તેની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. આ આયોજનમાં જૈન સોશ્યલ ગ્રુપ, મેઈન, વેસ્ટ, મીડટાઉન, ડાઉન ટાઉન, રોયલ, એલીટ, સેન્ટ્રલ, સીલ્વર, જૈન યુવા ગ્રુપ, જૈન યુવા જુનિયર, જૈન જાગૃતિ સેન્ટર, દિગંબર જૈન સોશ્યલ ગ્રુપ, જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મીડટાઉન લેડીઝ વિંગ, સંગીની જૈન સોશ્યલ ગ્રુપ ડાઉનટાઉન વગેરે જોડાયા છે. તેમજ આ કાર્યક્રમમાંથી થનાર આવક શુભ કાર્યમાં વાપરવાનો શુભ આશય છે. આ ઉપરાંત ધૈર્ય પારેખ દ્વારા શહેરમાં પાંચ સ્થળો પર ફ્રી ગરબા કોચીંગ રાખવામાં આવેલ હતું. જેને પણ સારો પ્રતિસાદ સાંપડયો છે.પાસ તેમજ વધુ માહિતી માટે જૈનમ મધ્યસ્થ કાર્યાલય, ડોકટર પ્લાઝા, જયુબીલી ચોક ખાતે તેમજ જીતુ કોઠારી ૯૮૨૫૦ ૭૬૩૧૬, સુજીત ઉદાણી ૯૮૨૪૬ ૫૦૫૦૧, તથા જયેશ વસા ૯૮૨૪૦ ૪૫૬૦૧ ઉપર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.