આજે ખેલૈયાઓનો ઉત્સાહ વધારશે સિરિયલ સ્ટાર નાદિયા હિમાની
૩પ થી વધુ નાટકોમાં દમદાર અભિનય કરી લોકોની વાહ વાહ મેળવી છે: કલાકારો સાથે અગ્રણીઓ બન્યા ‘અબતક’ના મહેમાન
સતત ચોથા વર્ષે ફકત જૈન સમાજનાં ખેલૈયાઓ માટે આયોજીત જૈનમ નવરાત્રી મહોત્સવમાં તા. ૫-૧૦ ને સાતમાં નોરતે ખેલૈયાઓના ઉત્સાહમાં વધારો કરવા હિન્દી અને ગુજરાતી ભાષામાં પોતાના અભિયનનાં ઓજસ પાથરનાર સીરીયલ સ્ટાર નાદીયા હીમાની ખાસ પધારશે.
સ્ટાર હિમાની નાદીયાએ ૨૦૧૩માં જપી લો જેઠાલાલથી પોતાના કેરીયરનો શુભારંભ કરેલ હતો. તેઓએ દુરદર્શન, સોની ટીવી અને કલર્સ ગુજરાતી માં અનેક સીરીયલોમાં કામ કરેલ છે. ૨૦૧૬માં ટ્રાન્સમીડીયા સ્ટેજ એન્ડ સ્ક્રીન એવોર્ડમાં બેસ્ટ એકટરનો એવોર્ડ પણ પોતાના નામે કરેલ છે. નાદીયાજી એ દુનિયા જલે તો જલે, લવ વાઇરસ, આવુ તો થયા કરે, બેન્ડ બાજા બબુ ચક જેવી અનેક ફિલ્મોમાં પણ કામ કરી ચુકેલ છે. આ ઉપરાંત દશામાની લીલા અપરંપરા અને દશામાંજની નાગણ જેવી ટેલીફીલ્મ પણ કરી ચુકયા છે. તેમજ
પંકજ ભટ્ટના સાંજીદા સાથે સોળે કળાએ ખીલી ઉઠયો રાસોત્સવ
જૈન સમાજના ખેલૈયાઓ માટે સતત ચોથા વર્ષે ભવ્યાતિ ભવ્ય રાસોત્સવનું આયોજન થયું છે. ખેલૈયાઓ અદમ્ય ઉત્સાહ સાથે ગરબે રમી રહ્યાં છે. અવનવા ટેડીશ્નલ પોશાકમાં સજજ થઇ ખેલૈયાઓ વિવિધ સ્ટેપ રમી નવરાત્રી મહોત્સવ માણી રહ્યાં છે.
જૈનમ આયોજીત રાસોત્સવમાં રોજ રોજ નવા સીંગરો જૈન ખેલૈયાઓને નવું પીરસી ગરબે રમવા મજબુર કરી રહ્યાં છે. આજે જૈનમ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા સીરીયલ સ્ટાર નાદિયા હિમાની ઉ૫સ્થિત રહેશે. જૈનમાં વિજેતા ખેલૈયાઓને રોજે રોજ લાખેણા ઇનામો આપી ઉત્સાહીત પણ વધારી રહ્યાં છે.
જૈનમના સુંદર આયોજન બદલ આયોજકોને શુભકામના: કલેકટર રેમ્યા મોહન
જૈનમનાં આમંત્રણને માન આપીને પધારેલા કલેકટર રેમ્યા મોહને અબતકને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે જૈનમનું આયોજન ખુબ જ સરસ છે. મને ખુબ જ આનંદ થયો છે. બધાને શુભેચ્છા પાઠવું છું કે બધાને વિનંતી પણ કરું છું કે આ સુંદર આયોજન જોવા પધારશો.
જૈનમમાં પોઝીટીવ એનર્જીનો આભાસ થઇ રહ્યો છે: ઉદ્દીત અગ્રવાલ
જૈનમમાં ખાસ આમંત્રિક કરાયેલા મ્યુનિસિપલ કમિશ્નર ઉદ્દીત અગ્રવાલે અબતકને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે જેનમ દ્વારા આયોજીત આ નવરાત્રી મહોત્સવમાં આવવાની મને આજે તક મળી છે તે મારા માટે આનંદની વાત છે. અહિંયા પોજીટીવ એનર્જી મળી રહી છે. ખુબ જ આનંદ થાય છે અને અમે આભારી છીએ કે અમને અહિયા આવવાનો મોકો મળીયો બધાને શુભેચ્છા પાઠવું છું કે બધા ઉપર માતાજીની કૃપા બની રહે તેવી મહેચ્છા વ્યકત કરું છું.
જૈનમમાં પરિવારનો ભાવ ઉભો થાય તેવું આયોજન: નિતીનભાઇ ભારદ્વાજ
જૈનમમાં ખાસ આમંત્રિત પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, જૈનમ દાંડીયા રાસમાં આવવાનો મોકો મળ્યો તે બદલ ટીમનો આભાર માનું છું અને આયોજન ખુબ જ સુંદર છે. એક પરિવારનો ભાવ ઉભો થાય તે પ્રકારનું સારામાં સારું આયોજન છે. આવું આયોજન બદલ સમગ્ર ટીમને ખુબ ખુબ અભિનંદન અને માઁ જગદંબાના આશિર્વાદ મેળવીને પોતાના જીવનમાં પણ શકિત મેળવે એવી જૈનમ ટીમને અભિનંદન પાઠવું છું.
નવરાત્રિ મહોત્સવમાં શ્રેષ્ઠ આયોજન બદલ જૈનમ ટીમને અભિનંદન: જીતુભાઇ ચંદારાણા
મારવાડી ગ્રુપના વાઇસ પ્રેસીડેન્ટ જીતુભાઇ ચંદારાણાએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કુ, જૈનમ નવરાત્રીનું આયોજન ખુબ જ સરસ છે. મને અહીં આવીને ખુબ જ આનંદ થયો છે અને જૈનમ સંસ્થા દ્વારા આટલુ બધુ સરસ આયોજન બદલ તેમને ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું.