શ્રીકાંત નાયર, મયુરી પાટલીયા, વિશાલ પંચાલ, પરાગી પારેખ, પ્રિતી ભટ્ટ ગીતોની રમઝટ બોલાવશે: જૈન ખેલૈયાઓનો બુકીંગ માટે ધસારો
છેલ્લા બે વર્ષથી જૈન સમાજનાં ભાઈ-બહેનો માટે જૈનમ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને સમગ્ર જૈન સમાજ દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મેળવી બેનમુન આયોજન બનાવી આપેલ. સમગ્ર જૈન સમાજ દ્વારા જૈનમ્ ટીમનાં આ આયોજનને બિરદાવી ફરી એક વખત જૈનમ ટીમ દ્વારા સતત ત્રીજા વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.માં આદ્યાશકિતની આરાધનાના નવલા નવરાત્રીના પવિત્ર દિવસોમાં રાજકોટની દરેક જૈન સંસ્થાઓના પૂર્ણ સહયોગ દ્વારા આગામી નવરાત્રી તા.૧૦ ઓકટોબરથી તા.૧૮ ઓકટોબર સુધી ૯ દિવસ માટે જૈનમ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર પારીજાત પાર્ટી પ્લોટનાં વિશાળ ગ્રાઉન્ડમાં કોઈ કોમર્શિયલ હેતુ વગર આયોજીત થનાર છે. ગ્રાઉન્ડમાં આકર્ષક લાઈટીંગ સાથે મનમોહક સ્ટેજનું નિર્માણ કરવામાં આવનાર છે. રાજકોટ જૈન સમાજનાં ખેલૈયાઓનાં હૈયાઓને ડોલાવવા જૈનમ દ્વારા જેબીએલ વર્ટેકસ ૪-વે લાઈનરી ૧,૨૫,૦૦૦ વોટની શાનદાર સાઉન્ડ સીસ્ટમનાં તાલે ઝુમશે જેમાં સરાઉન્ડીંગ સાઉન્ડનો પ્રયોગ આ વખતે રાજકોટમાં નવરાત્રી મહોત્સવમાં કરવામાં આવનાર છે.
આ નવરાત્રી મહોત્સવમાં ગુજરાત રાજય સંગીત નાટય અકાદમીના ચેરમેન પંકજ ભટ્ટ તથા તેમના સાજીંદાઓ ફરી એકવાર રાજકોટનાં જૈન સમાજનાં ખેલૈયાઓને ડોલાવશે. જેઓના પરફોર્મન્સ યુ-ટયુબ ઉપર ધુમ મચાવી રહ્યા છે તેવા કલાકારો જૈનમ્ આયોજીત નવરાત્રી મહોત્સવમાં ધુમ મચાવશે. જેમાં મુંબઈના પ્રખ્યાત સિંગર શ્રીકાંત નાયર કે જેઓ છેલ્લા ૨૪ વર્ષથી નવરાત્રી ઉપરાંત સંગીત ક્ષેત્રમાં પ્રોગ્રામ આપી રહ્યા છે.
બરોડાનાં મયુરી પાટલીયા ૧૯૯૭થી ગાયકી ક્ષેત્રે કાર્યરત છે. જેમણે કલાસીકલ, ફોક, કવ્વાલી અને સુફી ગીતો દ્વારા ચાહકોમાં અનેરું સ્થાન મેળવેલ છે. મયુરીએ ભારતનાં અનેક શહેરો ઉપરાંત અમેરીકા, ઈંગ્લેન્ડમાં ભવ્ય કાર્યક્રમ આપી નામના મેળવી ચુકેલ છે. વિશાલ પંચાલ કે જેઓ એ માત્ર ૫ વર્ષની નાની વયે જ ગાવાનું શરૂ કર્યું હતું. વિશાળ પંચાલ રાસ-ગરબા ઉપરાંત ભજન, સંતવાણી, સુફી સોંગમાં પોતાની અવાજના જાદુ દ્વારા લોકોનાં હૃદયમાં અનેરું સ્થાન ધરાવે છે.
પસગી પારેખ વલસાડ કે જેવો ૧૦ વર્ષની જ ઉંમરથી ગાવાનું શરૂ કરી શઆતમાં શાસ્ત્રીય સંગીત કરેલ હતી અને હાલમાં તેઓને ગાયીકી ક્ષેત્રે ૩૩ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. નવરાત્રી દરમ્યાન ગુજરાતનાં અનેક શહેરોમાં કાર્યક્રમો આપી ખેલૈયાઓને ઝુમવા મજબુર કરી દીધેલ.
પરાગી પારેખના હિન્દી અને ગુજરાતી ગીતો ઘણા ફેમસ થયા છે. રાજકોટનાં રહેવાસી અને સમગ્ર સૌરાષ્ટ્રમાં ગાયીકી ક્ષેત્રે નામના મેળવી ચુકેલ પ્રિતી ભટ્ટ અર્વાચીન દાંડીયામાં એક આગવા અંદાજથી ગાઈ ખેલૈયાઓને રમવા મજબુર કરી દેશે. પ્રિતી ભટ્ટ લેડીઝ અને જેન્ટસ બન્ને અવાજમાં રાસ ગરબા થકી સૌરાષ્ટ્રમાં નવરાત્રીની પહેલી પસંદ બની ચુકેલ છે.
જૈન સમાજનાં જે ભાઈ-બહેનોને દાંડીયા રાસ નથી આવડતા અને શીખવા ઈચ્છે છે તે માટે પણ જૈનમ ટીમ દ્વારા નિષ્ણાંત કોચ દ્વારા નિ:શુલ્ક કોચીંગ કલાસનું પણ આયોજન કરાયું છે. જેમાં ધૈર્ય પારેખ-રામકૃપા પાર્ટી પ્લોટ, જાશલ બિલ્ડીંગ બાજુમાં, સ્ટર્લીંગ હોસ્પિટલ સામે, ૧૫૦ ફુટ રીંગ રોડ, કુમારભાઈ શાહ-ઉષા કિરણ એપાર્ટમેન્ટ, સરદારનગર મેઈન રોડ, જયેશભાઈ મહેતા-નેમીનાથ એન્ટરપ્રાઈઝ, જયનાથ કોમ્પ્લેક્ષની બાજુમાં, મકકમ ચોક, ગોંડલ રોડ, રાજકોટ ખાતે કાર્યરત થનાર છે.
આ અંગેની વધુ માહિતી માટે ધૈર્ય પારેખ મો.૯૩૭૬૪ ૦૧૧૧૦ ઉપર સંપર્ક કરવો. આવા અદભુત આયોજનમાં સંપૂર્ણ પારિવારીક માહોલમાં રાજકોટનાં જૈન સોશ્યલ ગ્રુપ મેઈન, વેસ્ટ, મીડટાઉન, ડાઉન ટાઉન, રોયલ, એલીટ, સેન્ટ્રલ, સીલ્વર, જૈન યુવા જુનિયર, જૈન જાગૃતિ સેન્ટર, મીડટાઉન લેડીઝ વિંગ, સંગીની ડાઉનટાઉન જોડાનાર છે. આ કાર્યક્રમમાંથી થનાર આવક શુભ કાર્યમાં વાપરવાનો શુભ આશય છે. આ કાર્યક્રમનો ઉદેશ એક સાથે તમામ જૈનોની એકતા થાય અને પરીવાર સાથે તહેવાર પણ ઉજવાય છે.
રાજકોટનાં જૈન સમાજનાં તમામ ફીરકાઓમાં આ આયોજનને લઈને અનેરો ઉત્સાહ પ્રર્વતી રહ્યો છે. જૈનમ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવના મધ્યસ્થ કાર્યાલય: તણભાઈ કોઠારી, ડોકટર પ્લાઝા, કસ્તુરબા રોડ, જયુબીલી ગાર્ડન સામે, રાજકોટ ખાતે કાર્યરત કરવામાં આવેલ છે.
તેમજ શહેરનાં વિશાળ વિસ્તારને આવરી લેવા અલગ-અલગ જગ્યાએ ફોર્મ વિતરણ અને કલેકશન સેન્ટર પણ ખોલવામાં આવ્યા છે. જેમાં તપસ્વી સ્કુલ, ૨-જલારામ પ્લોટ, યુનિવર્સિટી રોડ, નિલેશભાઈ ભાલાણી-અંબાઆશ્રિત સારીઝ, દિવાનપરા મેઈન રોડ, જયેશભાઈ વસા-જૈન બ્રાઈટ સ્ટીલ, ભકિતનગર સર્કલ પાસે, જેનીશભાઈ અજમેરા-જાશલ ડેવલોપર્સ, જાસલ, ૧૫૦ ફુટ રીંગ રોડ, સ્ટર્લીંગ હોસ્પિટલ સામે, જીતુભાઈ લાખાણી-હેપી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, ઢેબર ચોક, ઉર્મિ એમ્પોરીયમ, ૨૨-સદગુરુ કોમ્પ્લેક્ષ, ન્યુ એરા સ્કુલ સામે રૈયા રોડ, પનાસ, બિઝનેશ ટર્મિનલ, રામકૃષ્ણ આશ્રમ સામે, યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે કાર્યરત થયેલ છે જયાંથી ખેલૈયાઓ પોતાના પાસ અંગેની તમામ પ્રક્રિયા સરળતાથી કરી શકશે.