નથી રોકાતા ઢોલીડાના તાલ કે નથી થોભતા યુવાધનના પગ: પાંચમા નોરતે પણ જૈનમ રાસોત્સવમાં પહેલા દિવસ જેવો માહોલ: અવનવા સ્ટેપ્સ અને નવરંગી આકર્ષક વસ્ત્રાલંકારોથી સુસજજ ખેલૈયાઓને વિશાળ પટાંગણ પડયું ટુંકુ: આયોજકો દ્વારા જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન: પાંચમાં નોરતે અંજલીબેન રૂપાણી, રૂષભ રૂપાણી, મેહુલ રૂપાણી, નિતીન ભારદ્વાજ સહિતના મહાનુભાવો બન્યા મહેમાન
આદ્યશકિતની આરાધનાનો આજે છઠ્ઠો દિવસ છે ત્યારે માઁ કાત્યાયનીની પૂજા કરવાથી માઇ ભકતોને દિવ્ય અનુભૂતિ થાય છે. નવરાત્રીનો રંગ બરોબર જામતો જાય છે. નથી થાકતા ખેલૈયાઓના તાલ કે નથી થાકતા ખેલૈયાઓના પગ નવરાત્રીના દિવસો જેમ જેમ પસાર થતાં જાય છે તેમ તેમ યુવા હૈયાઓનો ઉત્સાહ વધતો જાય છે. રોજે રોજ યુવાધન અવનવા પરિધાનો ધારણ કરી ગરબે ધુમવા નીકળી પડે છે. મધરાત સુધી ખેલૈયાઓ પ્રાચીન- અર્વાચીત ગરબાઓમાં રાસ પણ શ્રેષ્ઠત્તમ સુવિધાઓ અને બમણો આનંદ આપવાના પ્રયત્નો થઇ રહ્યા છે. ખેલૈયાઓના ઉત્સાહને વધારવા જૈનમ દ્વારા ઉદાર દિલે લાખેણા આકર્ષક ઇનામો અપાયા હતા. પાંચમાં નોરતે પણ જૈનમ નવરાત્રી મહોત્સવમાં એક પણ અગવતા ઉભી થઇ નહોતી. ખેલૈયાઓનો ઉમંગ જોઇ આયોજકોમાં આનંદ પણ દિવસને દિવસે વધી રહ્યો છે.પાંચમા નોરતે જૈનમ નવરાત્રિમાં મુખ્ય મહેમાનપદે અંજલીબેન રૂપાણી, રૂષભ રૂપાણી, નીતીનભાઇ ભારદ્વાજ તેમજ મેહુલ રૂપાણી સહીતના મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા. નવરાત્રિના પાવન પ્રસંગે અંજલીબેન રૂપાણીએ જણાવ્યું હતું કે જૈનમ નવરાત્રિ ગયા વર્ષથી શરૂ થયું છે.અને ખાસ જૈન લોકો ભેદભાવ ભૂલીને એક સાથે ભેગા થઇ ગરબા રમી શકે એટલા માટે ખાસ આ આયોજન કરવામાં આવ્યું છે.અને બધા જ લોકો ઉમંગ ઉત્સાહથી ઉજવણી કરી રહ્યા છે. બધા જ સ્વયસેવકો દિવસ રાત એક કરીને આ બે મહિના અગાઉથી આ આયોજનમાં લાગ્યા હતા. અને ખુબ સારી રીતે આયોજન બહાર પાડયું છે.ખેલૈયાઓનો ઉત્સાહ જોઇને જ ખ્યાલ આવી જાય છે એ કે આ જૈનમ નવરાત્રિનું આયોજન ખુબ સારુ કરવામાં આવ્યું છે.વધુમાં અંજલીબેન રૂપાણીએ ટીમ અબતક દ્વારા કરવામાં આવતા લાઇવ પ્રસારણની કામગીરીને પણ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.