ડોકટર પ્લાઝા કોમ્પ્લેકસ, કસ્તુરબા રોડ કાર્યાલય સહિતના ૬ સ્થળોએથી પાસનું વિતરણ થશે
નવરાત્રી નજીક આવી રહી છે. જેને લઈને રાસ-ગરબાની પ્રેકટીસથી લઈ નવરાત્રીના પાસનું બુકિંગ અત્યારથી જ શ‚ થઈ ગયું છે. નવરાત્રીમાં જૈનમ ગ્રુપ દ્વારા જૈનો માટે દર વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેના સંદર્ભે ગત તા.૫ ઓગસ્ટે ‘ડોકટર પ્લાઝા’ કોમ્પ્લેક્ષ, કસ્તુરબા રોડ ખાતે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં જૈનમ ગ્રુપના ૧૦૮ સભ્યો આ અવસરે હાજર રહ્યા હતા. જેમાં ખાસ અબતક મીડિયાના મેનેજીંગ ડિરેકટર સતિષભાઈ મહેતાએ પણ હાજરી આપી હતી.
જે અનુસંધાને જૈનમ ૧૦૮ ગ્રુપના સભ્ય ત‚ણ કોઠારીએ જણાવ્યું હતું કે, આજે જૈનમ્ નવરાત્રી મહોત્સવના કાર્યાલયનું ઉદ્ઘાટન અમે કરી રહ્યા છીએ અને આ પ્રસંગે અમારા ૧૦૮ સભ્યોએ અહિંયા હાજરી આપી છે. કાર્યાલય વિશે જણાવતા કહ્યું હતું કે અહીંથી જ અમારા સભ્યો દ્વારા નવરાત્રી મહોત્સવની બધી જ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સિવાય બીજા છ સ્થળોએથી લોકોને પાસ મળી રહેશે. તેમણે આ ઉપરાંત ઉમેર્યું હતું કે, આજથી જ પાસ માટેના ફોર્મ વિતરણ શ‚ કરી દેવાયા છે અને અમને આશા છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમને સારામાં સારો પ્રતિસાદ મળશે.
આ સિવાય જૈનમ ૧૦૮ના સભ્ય સુજીત ઉદાણીએ આ વર્ષના નવરાત્રી મહોત્સવ વિશે જણાવતા કહ્યું હતું કે, ગત વર્ષે બહોળી સંખ્યામાં જૈન સમાજના લોકો દ્વારા બહુ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. જેનાથી અમોને પ્રેરણા મળી અને આ વર્ષે તેનાથી પણ વધુ સારી રીતે નવરાત્રીનું આયોજન થાય તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ નવરાત્રી મહોત્સવમાં નવું શું હશે તે વિશે પુછતાં તેમણે જણાવ્યું હતું કે, સૌપ્રથમ તો ૧.૨૫ વોટનું સાઉન્ડ સિસ્ટમ રાખવામાં આવ્યું છે. તેમજ ૨૦,૦૦૦ વારની બહોળી જગ્યામાં નવરાત્રી મહોત્સવ રાખવામાં આવ્યું છે. સારામાં સારા કલાકારો તથા ફુડ કોર્ટની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. ટૂંકમાં લોકોને જોઈતી બધી જ સુવિધાઓ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.