બીજા નોરતાના લાઇવ પ્રસારણને પણ લાખો લોકોએ અબતક ચેનલ, યુ ટયુબ અને ફેસબુક ઉ૫ર લાઇવ માણ્યો: ધમાકેદાર આયોજન ને નિહાળી મુખ્યમંત્રી વિજયભાઇએ જૈનમ તેમજ ટીમ અબતકની કામગીરીને બિરદાવી

પ્રથમ નોરતે થી જ જૈનમ આયોજીત નવરાત્રી મહોત્સવનો શાનદાર ધમાકેદાર પ્રારંભ થઇ ચુકયો છે. ત્યારે ગઇકાલે બીજા નોરતે મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીની પ્રેરક ઉ૫સ્થિતિની ખેલૈયાઓ તથા આયોજકોના ઉત્સાહમાં બમણો આનંદ છવાયો હતો. હજારો ખેલૈયાઓએ મુખ્યમત્રીની ઉ૫સ્થિતિમાં ધુમ મચાવી હતી. પ્રિન્સ-પ્રિન્સેસ તથા વેલ ડ્રેસના ખેલૈયાઓને આકર્ષક ઇનામો અપાયા હતા.

અબતકના સથવારે બીજા દિવસે પણ લાખો લોકોએ જૈનમ નવરાત્રી મહોત્સવને અબતક ચેનલ, યુ ટયુબ તેમજ ફેસબુક ઉપર લાઇવ નિહાળ્યો હતો. બીજા નોરતે હજારો રાસ રસીયામાં ગરબાની રંગત જામી હતી. બીજા દિવસે આયોજકો દ્વારા ઉ૫સ્થિત ખેલૈયાઓ માટે ગરબા શણગાર સ્૫ર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક લોકોએ ઉત્સાહપૂર્વક ગરબા શણગાર સ્પર્ધામાં ભાગ લીધો હતો. ગરબા સ્પર્ધાના વિજેતાઓને લાખેણા ઇનામોથી નવાજવામાં આવ્યા હતા.

vlcsnap 2017 09 23 09h43m03s86નવરાત્રીના બીજા દિવસે પણ ખેલૈયાઓનો ઉત્સાહ અકબંધ જોવા મળ્યો હતો. તેમાંય ખાસ કરીને મુખ્યમંત્રીની ઉ૫સ્થિતિએ તો જૈનમ નવરાત્રી મહોત્સવમાં ચાર ચાંદ લગાવ્યા હતા. રાત્રિના સુરજ ઉગ્યા જેવો માહોલ છવાઇ ગયો હતો ગત વર્ષની ભવ્ય સફળતા બાદ આ વર્ષના પણ જૈનમના જાજરમાન આયોજનથી મુખ્યમંત્રી પ્રભાવિત થયા હતા અને તમામ આયોજકો તેમજ ટીમ અબતકની લાઇવ પ્રસારણની કામગીરીને વખાણી હતી.

નવરાત્રી નોરતાના બીજા દિવસે જેનમ ખેલૈયાઓથી પારીજાત પ્લોટ ખીચોખીચ ભરાઇ ગયો હતો. ખેલૈયાઓએ મન મૂકીને મધરાત સુધી રાસની રમઝટ બોલાવી હતી. ગરબા નિહાળવા ઉ૫સ્થિત લોકોએ પણ મોડી રાત સુધી રાસ રસિયાઓની રંગત ને માણી હતી. ગુજરાતની  શાન સમા સુપ્રસિઘ્ધ સંગીતકાર, ગુજરાત રાજય સંગીત નાટય અકાદમીના ચેરમેન પંકજ ભટ્ટ તથા તેમના સાજીંદાઓએ બીજા નોરતે પણ જૈન સમાજના ખેલૈયાઓને ડોલાવ્યા હતા. જૈનમ દ્વારા જેબીએલ વટેકસ-૪ વે લાઇમરી ૧,૨૫,૦૦૦ વોટની શાનદાર સાઉન્ડ સીસ્ટમનું આયોજન કરવામાં આવ્યું છે.

DSC 0085જૈનમ નવરાત્રી  મહોત્સવના આયોજકો તથા સમગ્ર જૈન સમાજના અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ ‚પાણીનું હર્ષોલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી પણ આયોજકોની આતુરતા અને ખેલૈયાઓના ઉત્સાહને જોઇ પ્રસન્ન થયા અને સર્વેની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે નવેનવ દિવસના કાર્યક્રમમાંથી થનાર આવક શુભ કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાશે. ઉપરાંત નવરાત્રી મહોત્સવનો મુખ્ય ઉદેશ્ય તમામ જૈનોની એકતા થાય અને પરિવાર સાથે તહેવાર પણ ઉજવાય તેવો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.