‘ત્રિશલાનંદન વીર કી, જય બોલો મહાવીર કી’
૧૦૮ કારનો કાફલો, ૨૫૧ બાઈક, સ્કુટર, રાસ મંડળી સાથે ચાંદીના રથમાં બિરાજશે ભગવાન મહાવીર
તડામાર તૈયારીઓને આખરીઓપ: જૈનોના સંઘોએ ૨૪ આકર્ષક ફલોટસ બનાવ્યા
જૈનમ્ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિને તા.૧૭ને બુધવારનાં રોજ ભવ્યાતિત વીર પ્રભુની ધર્મયાત્રા ‘ત્રિશલાનંદન વીર કી, જય બોલો મહાવીર કી’ના ગગનભેદી નાદ સાથે બુધવારે સવારે ૮:૦૦ કલાકે મણીઆર દેરાસર, સાંજ સમાચાર કોર્પોરેટ હાઉસ-શારદાબાગ, આકાશવાણી રોડ, જીલ્લા પંચાયત ચોક, ડો.યાજ્ઞિક રોડ, સરદારનગર મેઈન રોડ, મહાવીર સ્વામી ચોક, હેમુગઢવી હોલ ખાતે સવારે ૧૦:૦૦ કલાકે પહોંચી ધર્મયાત્રા મહાવીરનગરી ખાતે વિશાળ ધર્મસભામાં પરિવર્તીત થશે.
ધર્મયાત્રામાં પૂજનીય સાધુ ભગવંતોની પાવન નિશ્રામાં ૨૪ આકર્ષક ફલોટસ સાથે બહોળી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાશે. આ ધર્મયાત્રામાં પ્રભુવીરનાં જીવનદર્શનને લગતા ફલોટસ, જૈન સમાજ દ્વારા થતી ધાર્મિક-સામાજિક પ્રવૃતિઓના ફલોટસ, જીવદયાના ફલોટસ સામેલ થશે. ઉપરાંત ધર્મયાત્રાનાં રૂટ ઉપર આકર્ષક અને મનમોહક રંગોળી, ભગવાનનો રથ, ધર્મજા, સુશોભીત કરેલ કાર-બાઈક સવારો, કળશધારી બાળાઓ, બેડાધારી બહેનો, બાળકોની વેશભુષા, રાસની રમઝટ બોલાવતી રાસ મંડળી, સુરાવલી રેલાવતા બેન્ડ પાર્ટી સાથે ભવ્ય ધર્મયાત્રા નિકળશે. જીલ્લા પંચાયત ચોક ખાતે ૧૦૦થી વધુ બાળકો દ્વારા વેશભુષા રજુ કરાશે.
જેમાં જોડાનાર તમામ બાળકોને ઈનામો આપી પ્રોત્સાહિત કરાશે. ફલોટસ બનાવનાર તમામને રૂ ૯૦૦૦ની સબસીડી આપવામાં આવશે. ઉપરાંત ફલોટસમાં શ્રેષ્ઠ પાંચ ફલોટસને ઈનામો આપવામાં આવશે. જેમાં પ્રથમ નંબરને રૂ.૫૦૦૦, બીજા નંબરને રૂ ૪૦૦૦, ત્રીજા નંબરને રૂ.૩૦૦૦, ચોથા નંબરને રૂ૨૦૦૦, પાંચમાં નંબરને રૂ ૧૦૦૦નો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. ધર્મયાત્રાની શરૂઆતમાં લકકી ડ્રોની ટીકીટો આપવામાં આવશે. જેનો ડ્રો ધર્મસભામાં કરવામાં આવશે.
અબતકની મુલાકાતે આવેલ ઉપેનભાઈ મોદી, નિલેશભાઈ શાહ અને ભીમભાઈએ જણાવ્યું હતું કે, હેમુગઢવી હોલ ખાતે રાજકોટમાં બિરાજમાન સ્થાનકવાસી, મૂર્તિપૂજક સંઘોનાં સાધુ-સાઘ્વીજીઓની પાવન નિશ્રામાં શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ તકે પધારેલ સાધુ-સાઘ્વીશ્રીઓ આશીર્વચન ફરમાવશે. સાથે સાથે પ્રખર વકતા શ્રી પંડિત સુનીલભાઈ શાસ્ત્રી ધર્મસભાને સંબોધશે. ધર્મયાત્રામાં પૂજનીય સાધુ ભગવંતોની પાવન નિશ્રામાં ધર્મયાત્રાનાં ‚ટ ઉપર જૈન-જૈનેતરો માટે પ્રસાદ વિતરણ થાય તેવા શુભ આશયથી અનુકંપા રથ પણ સામેલ થશે, ધર્મયાત્રામાં બહોળી સંખ્યામાં કાર અને બાઈક સવારો પણ જોડાશે. ધર્મયાત્રામાં જોડાનાર કાર અને ટુ-વ્હીલરનાં સુશોભન માટે પણ ઈનામ રાખવામાં આવેલ છે.
આ ભવ્યાતિ ભવ્ય આયોજનમાં રાજકોટનાં સ્થાકનવાસી જૈન મોટા સંઘ, રાજકોટ જૈન તપગચ્છ સંઘ, રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ, શાલીભદ્ર સરદારનગર જૈન સંઘ, સદર સ્થાનકવાસી જૈન સંઘ, આનંદનગર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, રામકૃષ્ણનગર સ્થાનકવાસી જૈન સંઘ, ભકિતનગર સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી ગીતગુર્જરી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ગોંડલ રોડ વેસ્ટ સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી નેમીનાથ વિતરાગ સ્થાનકવાસી જૈન સંઘ, ઈન્દ્રપ્રસ્થ સ્થાનકવાસી જૈન સંઘ, નાલંદા જૈન સંઘ, મનહર પ્લોટ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, સંઘાણી સ્થાનકવાસી જૈન સંઘ, નવકાર જૈન મંડળ, ઋષભદેવ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, અજરામર સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી શેઠ સ્થાનકવાસી જૈન સંઘ, પ્રહલાદ પ્લોટ સ્થાનકવાસી જૈન સંઘ, મહાવીરનગર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી ઉગ્વસગ્ગહરં સાધના સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, જંકશન પ્લોટ સ્થાનકવાસી જૈન સંઘ, જૈન ચાલ સ્થાનકવાસી જૈન સંઘ, શ્રમજીવી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, રેસકોર્ષ પાર્ક સ્થાનકવાસી જૈન સંઘ, વૈશાલીનગર સ્થાનકવાસી જૈન સંઘ, રાજગીરી ઉપાશ્રય, પંચવટી શ્ર્વેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, જાગનાથ શ્ર્વેતાંબર મુર્તિપૂજક જૈન સંઘ, જાગનાથ જિનાલય, કાલાવડ રોડ શ્ર્વેતાંબર મૂર્તિપૂજન જૈન તપગચ્છ સંઘ (પારસધામ), શાંતિનાથ શ્ર્વેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, શ્રી મણીયાર જૈન દેરાસર શ્રાવક-શ્રાવિકા, સિઘ્ધચક્ર શ્ર્વેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, રૈયા રોડ શ્ર્વેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, વર્ધમાનનગર જૈન સંઘ, પ્રહલાદ પ્લોટ શ્ર્વેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, આનંદનગર શ્ર્વેતાંબર મૂર્તિપૂજન જૈન તપગચ્છ સંઘ, યુનિવર્સિટી રોડ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, ગાંધીગ્રામ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, વિમલનાથ દેરાસર, સાધુ વાસવાણી રોડ જૈન તપગચ્છ સંઘ, કૃષ્ણનગર જૈન તપગચ્છ સંઘ, રણછોડનગર જૈન તપગચ્છ સંઘ, નંદનવન દેરાસર-યુનિ.રોડ, દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, પંચનાથ પ્લોટ અને તી‚પતિનગર, રાજંચદ્ર મુમુક્ષુ મંડળનાં પદાધિકારીઓએ શ્રાવક-શ્રાવિકાઓને ઉત્સાહભેર જોડાવવા અપીલ કરી છે.
સમગ્ર આયોજનમાં રાજકોટના તમામ જૈન સોશ્યલ ગ્રુપ્સ જેમ કે મેઈન, વેસ્ટ, મીડટાઉન, ડાઉન ટાઉન, રોયલ, એલીટ, યુવા, સેન્ટ્રલ, સીલ્વર, જૈન જાગૃતિ સેન્ટર-મેઈન, જૈન યુવા ગ્રુપ, જૈન યુવા ગ્રુપ જુનિયર, અર્હમ સેવા યુવા ગ્રુપ, દિગંબર સોશ્યલ ગ્રુપ સહિતના જોડાશે.