જૈનાચાર્ય પૂ. શ્રી જશાજી સ્વામીની સ્વર્ગારોહણ શતાબ્દી ઉપલક્ષે ત્રિ-દિવસીય ધર્માનુષ્ઠાન: દેશ-વિદેશના ભાવિકો હાજરી આપશે

શ્રી બૃહદ રાજકોટ સ્થા. જૈન સંઘના આંગણે ઈન્દ્રપ્રસ્થનગર જૈન સંઘ અને વૈશાલીનગર જૈન સંઘના સંયુકત ઉપક્રમે પૂ.શ્રી ધીરજમૂનિક મ.સા.ના ભંકર સાંનિધ્યે બહુશ્રુત, જૈનાચાર્ય પૂ.શ્રી જશાજી સ્વામીની સ્વર્ગારોહણ શતાબ્દી ઉપલક્ષે ત્રિ-દિવસીય ધર્માનુષ્ઠાનનાં શુભારંભ દેશ વિદેશના ભાવિકોની હાજરીમાં શુભારંભ થશે.

આવતીકાલ સવારે ૯ કલાકે અમીનમાર્ગ મેઈનરોડ, ગંગા હોલ પાસે, આદિનાથનગરીમાં સમૂહ ભકતામર અને ૯.૩૦ થી ૧૧.૩૦ કલાકે ૩૫૧ સમૂહ વર્ષિતપ અને પૂ. પદ્માજી મ.સ.ના વર્ધમાનતપ આયંબિલની ઓળીના કળશ પ્રત્યાખ્યાન અને જયોતિર્ધર પૂ. જશાજી સ્વામી નાટકની પ્રસ્તુતિ યોજાયેલ છે.

જયારે શનિવારે સવારે ૭.૧૫ થી ૮.૧૫ કલાકે વિરાણી વાડીમાં માતુશ્રી હંસાબેન રતિલાલ શાહ પરિવાર તરફથી નવકારશી બાદ ૮.૩૧ કલાકે તપસ્વીઓની શોભાયાત્રા વિરાણી પૌષધશાળાથી દિવાનપરા, લાખાજીરાજ રોડ, ભુપેન્દ્ર રોડ થઈને પૌષધશાળા ધર્મસભામાં ફેરવાશે. જયા બપોરે ૩૩૩ સમુહ આયંબીલ તપ રાખેલ છે.અનેબ પોરે ૨.૩૦ થી ૪ સમૂહ તપની સાંજી રાખેલ છે.

રવિવારે સવારે ૯ કલાકે તપસ્વીઓના સામૈયા આદિનાથનગરી, અમીનમાર્ગ મેઈનરોડ, પીરામીડ એપાર્ટમેન્ટ સામે યોજાશે ૧૦.૧૫ કલાકે ઈક્ષુરસ પાન મહોત્સવનો પ્રારંભ થશે.

આ પ્રસંગે અમેરિકાથીડો. ચંદ્રવારીઆ, જગદીશ અને રેણુ મહેતા, જયંતભાઈ કામદાર, ડો. હર્ષદ સંઘવી, મુંબઈના અમીશા અને નીરજ વોરા,ઈન્દિરા શાહ, મુકેશ કામદાર વગેરે ખાસ હાજરી આપશે.

આદિનાથનગરીમાં પ. શ્રી ધીરજમૂનિ મ.સા. પૂ. સુશાંતમૂનિ મ.સા. આદિ તથા પૂ.જશ -ઉત્તમ-પ્રાણ સંઘાણી અને બોટાદ સંપ્રદાયના પંચમહાવ્રત ધારીઓના દર્શનાદિનો લાભ મળશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સકલ સંઘના કાર્યકરો જહેમત ઉઠાવી રહેલ છે. તા.૧૫ થી ૧૭ કુ. મોનાલીબેનનો ભાગવતી દીક્ષા મહોત્સવ ઉજવાશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.