વિલેપારલે સ્થાનકવાસી જૈન સંઘ ખાતે ચાતુર્માસ બિરાજમાન પૂ. ધીરજમૂનિ મ.સા.ના સાંનિધ્યે ગોંડલ સંપ્રદાયમા પરમપ્રતાપી, આચાર્ય પૂ. જશાજી સ્વામી શતાબ્દી ઉપલક્ષે પ્રથમ ચરણમાં ૨૦૦ વર્ષિતપના સમૂહ પારણા તાજેતરમાં ઉજવાયા હતા.
તેમાં કળશ પ્રત્યાખ્યાન સમારોહમાં નેમઆર્ટસ દ્વારા જયોતિધર નાટકની પ્રસ્તુતિ અને તનુજાબેન ગુણવંતભાઈ દોશીના નિવાસેથી શોભાયાત્રા તેમજ અંધેરી સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં ધર્મેશ કે.નિસર પ્રેરિત આદિનાથનગરીમાં ઈક્ષુરસ અર્પણનો લાભ માલીનીબેન કિશોરભાઈ સંઘવી અને નિલકવિધિનો લાભ ગુલાબચંદજી કોઠારી અમેરિકાએ લીધો હતો.
તપસ્વીઓનું બહુમાન સંઘ તેમજ તાડદેવ સંઘ, શારદાબેન દલીચંદ પતીરા, મંજુલાબેન બોટાદરા, ગુણવંતીબેન ગડા, ગુલાબચંદજી કોઠારી, વીરેન્દ્રભાઈ સંઘવી, હેમલતાબેન લાઠીયા, પ્રતિમાબેન હસમુખભાઈ મહેતા વગેરે તરફથી કરાયં હતુ પી.એમ. ફાઉન્ડેશન પ્રકાશીત શ્રાવક આવશ્યક સૂત્રની વિમોચન વિધિ શકુંતલાબેન વી. મહેતા દીપા કે. પોતનીસ, બીના મણીયારના હસ્તે કરવામાં આવ્યું હતુ સુધર્મ પ્રવચન પાટનો લાભ રૂ.૧૧ લાખમાં શારદાબેન ભોગીલાલ વોરાએ લીધો હતો. તપધર્મના જયજયકારથી આદિનાથનગરી ગુંજી ઉઠી હતી.
દ્વિતિય ચરણના ૩૫૧ વર્ષિતપના પારણા અને પૂ. પદમાજી મ.સ.ના વર્ધમાન તપની ૧૦૦મી ઓળીના પારણા રાજકોટ ખાતે ૧૩ જાન્યુઆરીના જાહેર કરાયા છે.