પ્રિન્સ-પ્રિન્સેસ સહિતના વિજેતા થયેલ તમામને ઇનામો સાથે નવાજાયા
રાજકોટના સમસ્ત જૈન પરિવારો માટે જૈન વિઝન સંસ્થા દ્વારા યોજાયેલા સોનમ ગરબાના મેગા ફાઈનલમાં કંઈક અલગ જ માહોલ જોવા મળ્યો હતો. આમ તો આખી નવરાત્રી દરમિયાન ખેલૈયાઓએ ખૂબ જ ઉત્સાહ અને ભાવભક્તિ સાથે ગરબા લીધા હતા પરંતુ મેગા ફાઈનલમાં તો તેમનું જોશ અલગ જ જોવા મળતું હતું. રાજકોટના બેસ્ટ ઓફ ધ બેસ્ટ બની ગયેલા આ સોનમ ગરબામાં મેગા ફાઈનલ નિહાળવા માટે મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મેગા ફાઈનલ માં વિજેતા થનાર પ્રિન્સ પ્રિન્સ અને અન્યને લાખેણા ઇનામો આપવામાં આવ્યા હતા.
આ મેગા ફાઈનલમાં અમીધારા ડેવલોપર્સના જીતુભાઈ બેનાણી જૈન અગ્રણી અમિનેશભાઈ રૂપાણી સોનમ ક્વાર્ટઝના જયેશભાઇ શાહ , ઇકોનો બ્રોકિંગના સુનિલભાઈ શાહ અજીતભાઈ જૈન પ્રવીણભાઈ કોઠારી જૈન અગ્રણી ગીરીશભાઈ ખારા પારસભાઈ ખારા સ્વાગત ગ્રુપના છગનભાઈ બુસા જાણીતા બિલ્ડર જનીશભાઈ અજમેરા વિભાસભાઈ શેઠ મોર્ડન ગ્રુપના મુકેશભાઈ દોશી, ડે,મેયર દર્શિતાબેન શાહ ભાજપના મયુરભાઈ શાહ, હેમલભાઈ મહેતા શેર બ્રોકરે જીગરભાઈ શેઠ, નીલકંઠ જવેલર્સનાં જીગ્નેશભાઈ મહેતા, નરેશભાઈ મહેતા રાહુલભાઈ જ્યોતિન્દ્રભાઇ મહેતા તુષાર પતિરા કેતનભાઈ દોશી બોબીભાઈ દેસાઈ પ્રમોદભાઈ કોઠારી કુસલ કોઠારી રાજીવ ઘેલાણી ભદ્રેશભાઈ કોઠારી ભાજપ અગ્રણી મનુભાઈ વઘાસીયા નીતાબેન વઘાસીયા યોગેનભાઈ દોશી કેતનભાઈ સંઘવી મેહુલભાઈ કામદાર જયભાઈ મેહતા જૈન યુવાના યોગેશભાઈ શાહ અમિતભાઇ કોરડીયા ચદ્રેશભાઈ નદાણી ટીનાબેન નદાણી નિરવભાઈ મેહતા બ્રિજેશભાઈ મહેતા બોમ્બે હાર્ડવેરનાં હિમાંશુભાઈ વોરા, મોરબીના કલ્પેશભાઈ ઘોધાણી, એચ.એમ.દોશી,સંજયભાઈ ઠક્કર, ક્રાફટર ઇવેન્ટ ગ્રુપના ચિંતન મહેતા,બોલબાલા ટ્રસ્ટનાં જયેશભાઈ ઉપાધ્યાય, નિવૃત આર.ટી.ઓ. અધિકારી જે.વી. શાહ, જૈન અગ્રણી રાહુલભાઈ મહેતા સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દશેરા નિમિતે ફાઇનલ માંણવા સર્વને ગાંઠિયા જલેબી આપવમાં આવેલ હતી.
આ રાસોત્સવમાં નિર્ણાયક તરીકે મહેશભાઈ મણિયાર, દિનકરભાઈ શેઠ, રાજેશભાઈ શેઠ, મેહુલભાઈ રાડિયા, વિકાસભાઈ નડીયાદરા, મીતાબેન સરૈયા અને ધાત્રીબેન ભટ્ટે સેવાઓ આપી હતી.પ્રિન્સ અને પ્રિન્સેસ ઉપરાંત વેલડ્રેસના વિજેતાઓ ઉપર લાખેણા ઇનામોનો વરસાદ કરવામાં આવ્યો હતો. મેગા ફાઈનલમાં વિજેતાઓને હીરો સ્પ્લેન્ડર, હિરો પ્લેઝર, એલ.ઈ.ડી.ટીવી, લીનોવો ટેબ, ટ્વીન ટાવર, સેમસંગ મોબાઈલ, ઓપ્પો ફોન, સાઉન્ડ બાર, સાઈકલ, બેગ પેક, ડફલ બેગ જેવા ઇનામો આપવામાં આવ્યા હતા.
જૈન વિઝન સોનમ ગરબા ભવ્ય ઇનામોની વરસાદ વરસ્યો હતો જેમાં શૈલેશભાઈ પાબારી જય ખારા વિભાષભાઇ શેઠ સોનમ ક્વાટર્સ જયેશભાઇ શાહ સી એમ શેઠ હેમલભાઈ મહેતા જ્યોતિન્દ્રભાઈ મહેતા (મામાં )કેતનભાઈ દોશી મોલેશભાઈ પટેલ બાન લેબ રાકેશભાઈ પોપટ દર્શનભાઈ શાહ કેતનભાઈ શેઠ વીણાબેન શેઠ નરેશભાઈ મહેતા વિસામાણ સેલ્સ ના મિતુલભાઈ વસા ગેલેક્ષી સાઇકલ અનિષભાઈ વાધર આદેશ ટ્રાવેલ્સના મનોજભાઈ ઉનડકટ મેહુલભાઈ કામદાર દાવત બેવરજીશ જેડીશ આઈ કેર વાલજી નથવાણી એન્ડ સન્સ સહિતના આગેવાનો ના સૌજન્યથી ઇનામ અપાયેલ હતા.
સીનીયર સેક્શનમાં પ્રીન્સેસમાં અમી કોઠારી, પ્રિયંકા શાહ, દેવાંગી મહેતા, ડોલી શાહ, કાવ્યા શાહ, ઈશિતા માવાણી, ખુશી સંઘવી, ક્રીના મહેતા, શૈલી શાહ, આરતી જાટકિયા, પ્રીશા વોરા, ધ્યાની શાહ, રિયા પારેખ, નિયતિ શેઠ, ક્રિષા મહેતા, પ્રિયાંશી બોરડીયા, પૂજા ગોડા, દર્શિતા પઢિયાર, આયુષી ધોળકિયા, તૃષ્ટિ શાહ, બંસરી પરીખ, ક્રીના ધુલિયા, નિયતિ દોશી અને વૃશાલી વોરા તથા વેલ ડ્રેસમાં નિયતિ દોશી અને નિયતિ શેઠ વિજેતા બન્યા હતા.
જયારે પ્રિન્સ તરીકે મોહિત ગાંગડીયા, ભાવિક શાહ, પાર્થ ગોવાણી. રવિ ગોડા, પ્રિયમ શાહ, ધવલ કોઠારી, મોનીલ શાહ, સિદ્ધાર્થ દોશી, હર્ષ ગાંધી, અભિષેક કોઠારી, દીપેશ માવાણી, નિસર્ગ પારેખ, કેવલ ગોડા, શ્રેયાંશ શાહ, સચિન વોરા, મિહિર સંઘવી, રક્ષિત વખારિયા, ભૌમિક શાહ, પ્રથમ મહેતા, પંથ દોશી, પ્રથમ કોઠારી, સંકેત મહેતા તથા વેલ ડ્રેસમાં સંકેત મહેતા અને સચિન વોરા વિજેતા જાહેર થયા હતા.