મવડી સર્કલ પાસે ચંદ્રપ્રભુ પાર્ટી પ્લોટમાં 26 સપ્ટે.થી 5મી ઓકટોબર સુધી જામશે રંગ
બે વર્ષના અંતરાલ પછી જૈન વિઝન ફરી એક વખત રાજકોટ સૌરાષ્ટ્રના જૈન સમાજના ખેલૈયાઓને ગરબા રમાડવા માટે તૈયાર છે. આ વખતે વધુ મોટી જગ્યામાં અને અવનવા કનશેપના આયોજન સાથે જૈન વિઝન દ્વારા ’ સોનમ-ગરબા’ની તડામાર તૈયાર ચાલી રહી છે જૈન વિઝન સંસ્થાના સંયોજક મિલન કોઠારીના જણાવ્યા અનુસાર, આ વખતે તા. 26મી સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર સુધી 150 ફૂટ રીંગ રોડ ઉપર મવડી સર્કલથી આગળ, આઈ.ટી.સી.ફોર્ચ્યુનની સામેના ભાગે આવેલા ચંદ્રપ્રભુ પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં જૈન ભાઈ બહેનો ગરબે રમશે. આ નવરાત્રી મહોત્સવની તૈયારીના એક ભાગ રૂપે ડો યાજ્ઞિક રોડ ઉપર હોટેલ બીઝની સામેના ભાગે કાર્યાલય પણ શરુ કરી દેવામાં આવશે સાથોસાથ શહેરના જુદા જુદા વિસ્તારમાં ગરબાના ફોર્મનું વિતરણ પણ શરુ થઇ ગયું છે.
આ વખતે પણ ગરબા સ્પેશીયલ સિંગરો પણ જૈન વિઝનના આંગણે ધૂમ મચાવશે. નવરાત્રિ દરમિયાન ગરબા ગાયનમાં પ્રથમ હરોળનું સ્થાન ધરાવતા ગુજરાતનાં ગરબા કિંગ અતા ખાન, ફોક સિંગર વિશાલ પંચાલ, ગરબા અને બોલીવુડ સિંગર અશ્વિની મહેતા ખેલૈયાઓને જલ્સા કરાવી દેવા માટે આતુર છે. તેમને મ્યુઝિક એરેંજર ભાર્ગવ ચાંગેલા, ગિટારિસ્ટ હિતેશ મહેતા, રિધમ કિંગ મહેશ ધાકેશા અને એન્કર ગાર્ગી નિંબાર્ક વગેરેનો સહયોગ મળશે. આ કલાકારોનું સંકલન તેજસ શિશાંગિયાએ કર્યું છે.
આ સોનમ ગરબામાં બહેનો વિનામુલ્યે પ્રવેશ મેળવી શકશે. તેમને સિઝન પાસ ફ્રીમાં આપવામાં આવશે. જ્યારે જેંટ્સ સિઝન પાસના 800 રૂપિયા તથા સ્ટુડન્ટ પાસના 200 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. જેંટ્સ અને સ્ટુડન્ટ પાસની સાથે જોવાના 10 દિવસના કપલ પાસ ફ્રી આપવામાં આવશે. આ ગરબા નિહાળવા માટે આવનારાએ 10 દિવસના 200 રૂપિયા ચાર્જ આપવો પડશે. ખેલૈયાઓને રોજેરોજ લાખેણા ઇનામો પણ આપવામાં આવનાર છે.
જૈન વિઝનનું નવરાત્રિ કાર્યાલય પણ શહેરની મધ્યમાં યાજ્ઞિક રોડ ઉપર જયસીયારામ પેંડાવાળાની સામેના ભાગે ખોલવામાં આવ્યુ છે. આ મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન જાણીતા જૈન અગ્રણી જીતુભાઈ બેનાણીના હસ્તે કરવામાં આવશે . જૈન વિઝનના આ બિન વ્યવસાયિક આયોજનને વ્યાપક આવકાર મળી રહ્યો અને જૈન ભાઈ બહેનો મોટી સંખ્યામાં અહી રમવા માટે થનગની રહ્યા છે.
હાલમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગરબાના ફોર્મનું વિતરણ ચાલી રહ્યું છે. યાજ્ઞિક રોડ ઉપર બિઝ હોટેલની સામે મધ્યસ્થ કાર્યાલય ઉપરાંત ગરબાના ફોર્મ જુલિયાના ફેશન ( ઇંપિરિયલ હાઇટ્સ, 150 ફૂટ રિંગ રોડ, બિગ બજારની સામે ), મહાવીર સિલેકશન (કુદરત કોમ્પ્લેક્ષ, ગંગોત્રી ડેરીવાળી શેરી, સાધુ વાસવાણી રોડ ), રેમન્ડ શો રૂમ (નક્ષત્ર હાઇટ્સ, રૈયા ટેલિફોન એક્સચેંજની સામે, પાણીના ટાંકાની બાજુમાં ), મંગલમ ફર્નિચર ( ઢેબર રોડ, ગ્રાન્ડ રિજન્સીની સામે ), જ્યોત એંપોરિયમ( તાજાવાલા સુપર માર્કેટ, લાખાજીરાજ રોડ, બાપુના બાવલા પાસે ), શ્રી અરિહંત શરાફી સહકારી મંડળી ( અરિહંત બિઝનેસ સેન્ટર, ગુંદાવાડી પોલીસ ચોકી પાસે, કેનાલ રોડ ), ટી-પોસ્ટ ( રૈયા રોડ, નાગરિક બેન્કની બાજુમાં ), કશીશ હોલી ડે ( જલારામ પ્લોટ-4, રામકૃપા ડેરી સામે, યુનિવર્સિટી રોડ ), મોંજિનિસ કેક શોપ ( કાલાવડ રોડ, આઈસીઆઈસીઆઈ બેન્કની પાસે, કોટેચા ચોક ), વીર સેલ્સ એજન્સી ( રત્નમ એપાર્ટમેંટ, ભવાની માના મંદિર પાસે, નાગેશ્વર, જામનગર રોડ), ભારત ઓટો ( નીલકંઠ ટોકીઝ પાસે, સોરઠિયાવાડી સર્કલ ) અને જૈન સારીઝ( દીવાનપરા મેઇન રોડ ) સહિતના સ્થળેથી મળી રહેશે.
ગરબાના આ આયોજનની સફળતા માટે જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી જયેશ શાહ, સુનિલ શાહ, જય ખારા, વિભાષ શેઠ, જનીશ અજમેરા અને નીલ મહેતા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. જ્યારે કાર્યાલય વ્યવસ્થા જય મહેતા, પારસ વખારિયા, આશિષ દોશી, સુધીર પટેલ, હેમલ કોઠારી, અમરિશ દફતરી, કૂ. ઋત્વી વોરા, શ્રીમતી પાયલ કુરિયા, શ્રીમતી મનીષાબેન શેઠ વગેરે સંભાળી રહ્યા છે.