નવરાત્રી પૂર્વે ગરબાનું કોચીંગ શરુ કરાયું: દરરોજ ગરબાના અવનવા સ્ટેપ શીખવા ઉમટી પડતી મહિલાઓ
જૈન વિઝન સંસ્થા દ્વારા નવરાત્રીની અનોખી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પૂજા હોબી સેન્ટર, નાગર બોડીંગ તથા પન્નાલાલ ફુટવાળાની ઉ૫રની અગાસી પર સંસ્થા દ્વારા જૈન બહેનોને ગરબા શિખવાડવામાં આવી રહ્યા છે. વિવિધ સ્ટાઇલના ગરબા શિખવા માટી સંખ્યામાં બહેનો ઉમટી પડે છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન રિઘ્ધિ પંચમીયાએ જણાવ્યું કે, અમે બાલાજી દાંડીયા ગ્રુપમાં જૈન મહીલા મિત્રો દાંડીયા દાંડીયા શિખવા આવીએ છીએ. શરુઆતમાં અમે ટુ સ્ટેપ્સ, ફોર સ્ટોસ થી કરી હતી પરંતુ પ્રેકટીસથી ઘણું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. અમે લોકો જૈન વિઝનમાં ગરબા રમવા જવાના છીએ. સૌ કોઇ રમવા માટે ઉત્સાહીત છે. અત્યારે પર્યુષણ ગયું અમે લોકોએ તપશ્ર્ચર્યા કરી ફરીથી સ્ટેમીના આવી અને અમે પાછા બધાને ખબર પડી કે જૈન વિઝન દ્વારા આટલુ સરસ આયોજન કરવામાં આવ્યું છે.
અમે વધારે પ્રેકટીસ કરવાની ચાલુ કરી દીધી છે અબતક સાથેની વાતચીત દરમિયાન પ્રિયંકા શાહએ જણાવ્યું કે હું અને મોનિલ શાહ જૈન વિઝન દ્વારા પૂજા હોબી સેન્ટરમાં ગરબા શિખવાડીએ છીએ.
અમે બધાને ગરબા શિખવાડી નાનપણથી લઇને ૩૫ વર્ષ સુધીની લેડીઝને ફી ઓફ ચાર્જમાં અમે ગરબા પાસઆપવાના છીએ તો છોકરાઓ માટે ચાર્જીસ રાખેલ છે. તેમના ટ્રાન્સપોટેશનથી લઇને સિકયોરીટી સુધીની તકેદારી લેવામાં આવી છે.
અમે અહિંયા છોકરા અને છોકરીઓને બેઝીકથી લઇને એડવાન્સ સુધીના ગરબા સ્ટેપ્સ શિખવાડીએ છીએ અમે શરુ કર્યુ તેને ૬ થી ૭ દિવસ થયા છે પરંતુ તેઓને ખુબજ સારું આવડી ગયું છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન મોનીલ શાહએ જણાવ્યું કે અમે જૈન વિઝન જેટલા જૈન લોકોએ ફોર્મ ભરેલ છે. તેઓને ફ્રીમાં પૂજા હોબી સેન્ટરમાં ગરબા શિખાવાડીએ છીએ. સાંજે ૪ થી ૬ દરમિયાન શિખવાડીએ છીએ.
અહિંયા ૪૦ જેટલા લોકો ગરબા શિખવા આવેલ છે. અમે જૈન મહીલાઓ છોકરીઓને બેઝીકથી લઇને એડવાન્સ બધું જ ઘ્યાન આપીને શિખવાડીએ છીએ. સ્લો, ફાસ્ટ, વેરીએશન ક્ધસ્ટેન્ટ રાઉન્ડમાં જે રમવાના બધા સ્ટેપમાં ખાસ કરીને ઘ્યાન આપવામાં આવે છે.