ફિલ્મ સ્ટાર અવની મોદીની વિશેષ ઉપસ્થિતિ જૈન સમાજનું યુવાધન હિલોળે ચડ્યું: પ્રિન્સ-પ્રિન્સેસ ઉપર લાખેણા ઇનામોનો વરસાદ: વોટર ડ્રમિંગ અને ફાયર ડ્રમિંગનું વિશેષ આકર્ષણ
રાજકોટમાં નવરાત્રી મહોત્સવની ધૂમ મચેલી છે અને તેમાં પણ જૈન વિઝન સંસ આયોજિત સોનમ નવરાત્રી મહોત્સવમાખેલૈયાઓએ શહેરીજનોમાં જબરું આકર્ષણ ઉભું કર્યું છે.
ચોથા નોરતે જૈન વિઝન સોનમ ગરબાના ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા સુપ્રસિદ્ધ ફિલ્મ સ્ટાર અવની મોદીએ હાજરી આપી જોમ ચડાવેલ આ તકે જૈન વિઝન સોનમ ગરબાના ૧૦૮ લેડિઝ કમિટી મેમ્બરો દ્વારા વુમન પાવર પરિચય અપાયેલ હતો આ તકે પ્રતભાવંત મહિલાઓનું સન્માન કરવામાં આવેલ હતું જેમાં ડો. બબીતાબેન હપાણી, ડો. બિનાબેન ત્રિવેદી, ડો. ઉર્વીબેન સંઘવી,ડો. દર્શિતાબેન શાહ,ડો. ઉન્નતિબેન ચાવડા, ધ્રુવી વોરા સહિતના મહિલા પ્રતિભાઓનું ઉપસ્તિ આગેવાનો દ્વારા બુકે અને ગિફ્ટ આપીને સન્માન કરવામાં આવેલ,વોટર ડ્રમિંગ અને ફાયર ડ્રમિંગનું જૈન વિઝન સોનમ ગરબામાં વિશેષ આકર્ષણ તા ઢાકેચા બ્રધર્સ દ્વારા સમગ્ર જહેમત ઉઠાવવામાં આવેલ હતી, ડી.જે. અમરના સૂર અને તાલના સવારે પણ ખેલૈયાઓ જૂમી ઉઠયા છે.
જૈન અગ્રણી ચંદ્રકાન્તભાઈ શેઠ, વિશામણ સેલ્સના સુરેશભાઈ વસા,ડો. અમિતભાઇ હાપાણી,ડો. બબીતાબેન હાપાણી , ડો. દર્શિતાબેન શાહ, ડો, પારસભાઈ શાહ, જૈન વિઝન પરિવારના મોભી દામિનીબેન કામદાર, જય કામદાર,શાંતિભાઈ સતવારા – સતવારા સમાજ પ્રમુખ, મનજીભાઇ પરમાર, રાવજીભાઈ કંજરીયા, કાંતિભાઈ ખંધાર, રણછોડભાઈ રાઠોડ, દિનેશભાઇ દોશી તેમજ પાચમાં નોરતે ગૌ સેવાના ચેરમેન ડો. વલ્લભભાઇ કીરિયા, મેયર બીનાબેન આચાર્ય સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.
નવરાત્રી દરમિયાન દરરોજ ગ્રાઉન્ડમાં ૮ વાગ્યે પ્રમ ૫૧ ખેલૈયા વચ્ચે લકકી ડ્રો દ્વારા ચાંદીની ગીની, મેગા ફાઈનલમાં વિજેતા નાર પ્રિન્સ-પ્રિન્સેસને લાખેણા ઈનામોની વણઝાર, દરરોજ ફિલ્મ સ્ટાર, ટીવી સ્ટાર અને ક્રિકેટરોની હાજરી, સંપૂર્ણ પારિવારિક માહોલ, ચૂસ્ત સિકયોરિટી તા નાઈટ વિઝન સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ, દરરોજ આગ-અલગ થીમ બેઈઝ કોમ્પિટિશનમાં ભવ્ય ઈનામો, દૂરી રાસ રમતા સ્વજનોને નજીથી નિહાળવા વિશાળ એલઈડી એચ.ડી. સ્ક્રીન, સ્ટેડિટમ ટાઈપ બેઠક વ્યવસ, , ભારતભરમાં જૈન ઉદ્યોગપતિના હસ્તે દરરોજ ઈનામો, સૌરાષ્ટ્રના તમામ જૈન સોશ્યલ ગ્રુપને આમંત્રીત કરીને એક દિવસ માટે વિનામૂલ્યે રાસોત્સવમાં નિમંત્રણ આપવામાં આવી રહ્યું છે, વીવીઆઈપી સ્પોન્સર માટે ગજીબો-ખાસ એટેડન્સ સર્વિસ સો, સુંદર મંડપ ડેકોરેશન (ગામઠી), નયનરમ્ય લાઈટ ડેકોરેશન, હાઈ ફાઈ સાઉન્ડ સીસ્ટમ, સૌરાષ્ટ્રના જૈન સંઘો અને જૈન સોશ્યલ ગ્રુપ માટે અલગ બેઠક વ્યવસ, જૈન ફૂડ સો કેટરિંગની કેન્ટિન વ્યવસ ઉભી કરવામાં આવી છે.