જૈન વિઝન સોનમ ગરબા ૨૦૧૮ ફાઇનલ કોન્ટેસ્ટને નિહાળવા માટે બીગ બોસ ફેઇમ ફિલ્મસ્ટાર અશ્મિત પટેલ અને મહેક ચહેલની વિશેષ ઉ૫સ્થિતિ જેડી’ઝ મેગા ફાઇનલ કોટેસ્ટમાં લાખેણા ઇનામો વણઝાર: ઝી મ્યુઝીક ઝરીયા આલ્બમ ફેઇમ તાશા હાયાતએ બોલીવુડના ગીતો ઉપર ધૂમ મચાવી
જૈન સમાજ વતી આવી ભવ્ય નવરાત્રી આપવા બદલ ટીમ જૈન વિઝન અને સંયોજક મિલન કોઠારી, ચેરમેન જયેશભાઇ શાહ, વાઇસ ચેરમેન સુનિલભાઇ શાહ, પ્રોજેકટ ચેરમેન ભરતભાઇ દોશી, પ્રોજેકટ ડાઇરેકટર ધીરેન ભરવાડાનું ભવ્ય સન્માન કરતા જૈને શ્રેષ્ઠિ જીતુભાઇ ચા વાળા
જૈન વિઝન દ્વારા ભારતમાં સૌ પ્રથમવાર જૈન સમાજના બહેનો અને દીકરીઓ માટે ફ્રી નવરાત્રીનું આયોજન
જૈન વિઝન આયોજીત સોનમ ગરબા ૨૦૧૮ ના જેડીઝ આઇ કેર મેગા ફાઇનલમાં રણબંકા ખેલૈયાઓને જોવા ઉમટી પડતાં વિવિધ સમાજના રાજકીય, સામાજીક આગેવાનોની ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા.
પ્રથમ વર્ષે જ નવરાત્રી મહોત્સવને ખુબ જ સફળ બનાવનાર જૈન વિઝનની ટીમને વિવિધ સામાજીક, રાજકીય અને જૈન શ્રેષ્ઠિ જીતુભાઇ ચાવાળા, કાનનબેન દેસાઇ, જૈના અગ્રણી ચંદ્રકાંતભાઇ શેઠ, પ્રવીણભાઇ કોઠારી, ઇશ્વરભાઇ દોશી અને મોડર્ન ગ્રુપના મુકેશભાઇ દોશીએ બિરદાવી હતી.
જૈન સમાજની બહેનો માટે સુંદર રાસોત્સવનું આયોજન કરવા બદલ જૈન વિઝનના સંયાજક મિલન કોઠારીનું પાઘડી – સાફો – ગુલાબનો હાર અને ચાંદીનું નાળીયેર આપી સન્માન કરાયું હતું.
આ ઉપરાંત જૈન વિઝન આયોજન કમીટીના ચેરમેન જયેશભાઇ શાહ અને દીપાબેન શાહ, વાઇસ ચેરમેન સુનિલભાઇ શાહ અને પ્રીતિબેન શાહ, મુખ્ય દાતા દામનીબેન કામદાર, જયભાઇ ખારા, હિતેશભાઇ મહેતા, પ્રોજેકટ ચેરમેન ભરતભાઇ દોશી અને પ્રોજેકટ ડાયરેકટર ધીરેનભાઇ ભરવાડાનું પણ શાલ અને સાફા વડે સન્માન કરવામાં આવ્યું હતું આ સમગ્ર આયોજનમાં જેનીસ અજમેરા, વિભાષ શેઠ, બ્રિજેશ મહેતાની ભુમિકાની નોંધ પણ લેવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જૈન વિઝન તરફથી લાઇટ, સાઉન્ડ, મંડપ, સ્ટેશ લાઇટ, એલઇડી સ્ક્રીન, સિકયુરીટી અને બાઉન્સરો, વિડિયોગ્રાફર, ફોટોગ્રાફર, ડી.જે. ઓરકેસ્ટ્રા, સિંગરો અને નિર્ણાયકો તેમજ કેન્ટીન સંચાલકની સેવાની નોંધ લેવામાં આવી હતી. અને દરેકને જૈન વિઝન સોનલ ગરબા તરફથી સ્મૃતિચિહન અને સોનલ વોલ કલોક આપવામાં આવ્યા હતા.
દરેક મહીલા ખેલૈયાઓને જૈન વિઝન ગરબા તરફથી સોનમ કલોક અને ઓલિવિયા હર્બલ ક્રીમ ફ્રી આપવામાં આવેલ હતી.આ રાસોત્સવમાં સેલ્ફી કોન્ટેસ્ટ અને જૈન વિઝનનું ફેસબુક પેજને મળેલી સફળતા બદલ ધૂમ ટ્રાવેલ્સના નિર્મલભાઇ શાહની નોંધ લેવામાં આવી હતી.જૈન વિઝન દ્વારા આયોજીત જેડીઝ આઇ કેર મેગા ફાઇનલ કોન્ટેસ્ટમાં નિર્ણાયકો એ નવરાત્રી દરમ્યાન સિલેકટ થયેલ રણબંકાઓ વચ્ચે રમાયેલ રણસંગ્રામમાંથી ૧૦ પ્રિન્સ તથા ૧૦ પ્રિન્સેસનું ફાઇનલ સિલેકશન કરેલ. આ સિલેકટેડ ખેલૈયાઓ વચ્ચે હાજર મહાનુભાવો દ્વારા ડ્રો સીસ્ટમથી નિષ્પક્ષ રીતે લાખેણા ઇનામોનો કવર સીલેકશન દ્વારા ડ્રો કરવામાં આવેલ જેમાં પ્રિન્સ તરીકે અનુક્રમે ધવલ કોઠારી, અભિષેક કોઠારી, સિદધાર્થ દોશી, પાર્થ પારેખ, મિત બાખડા, મોનિલ શાહ, પ્રિયમ શાહ, ભાવિક શાહ, મલય દોશી, વિરાજ મહેતા, પ્રથમ કોઠારી, સચિન વોરા: વિયત ઘુંટલીયા, આકાશ કોઠારી, રક્ષિત વખારીયા, મોહિત લાખાણી, મહેન્દ્ર મહેતા, નિશાંત મહેતા, સાકેત મહેતા અને વિરલ કોઠારી અને પ્રિસેન્સ તરીકે અમી કોઠારી, પ્રિયંકા શાહ, ઋશાલી સગાલા, પૂજા મહેતા, ખુશ્બુ શાહ, ઇશીતા કોઠારી, દેવાંગી મહેતા, ડોલી શાહ, રાજવી કોઠારી, જહાનવી મહેતા, આયુશી શાહ, અમી મગીયા, આરતી ઝાટકીયા, આરશી કોઠારી, પૂજા વોરા, નિધિ અંબાવી, દિતિ વાધર, નિરાલી વોરા, ઉર્વશી મહેતા, ચૈતાલી પારેખ, શિવાંગી શાહ, વર્ષા મહેતા, જિનલ રાઠોડ અને શીના મહેતા તથા વેલડ્રેસમાં અમી મગીયા અને આયુશી શેઠે બાજી મારી હતી.
ક્રિડસ પ્રિન્સ
ક્રિડ્રસ પ્રિન્સમાં અનુક્રમે ઘ્યેય શેઠ, હર્ષ ગાંધી, રાજ અજમેરા, મેઘ મહેતા, પર્વ દફતરી, નિશાંત વોરા, શ્રેયાંન્સ શાહ, શ્રેણિક દેસાઇ, પ્રિયંક અજમેરા, મીરા ગોડા, નિલય વોરા, પ્રથમ મહેતા, ધ્રુવીલ દોશી, શ્રેય ઢોલિયા, પ્રશીલ મહેતા અને પ્રિયાન્સ વખારીયા તથા વેલ ડ્રેસમાં નિલય વોરા વિજેતા બન્યા હતા.
કિડસ પ્રિન્સેસ
મેગા ફાઇનલ કિડસ પ્રિન્સેસના વિજેતાઓ અનુક્રમે જિનલ ઝાટકીયા, વંશીકા દોમડીયા, તન્વી દોશી, ક્રિશા મહેતા, સૌમ્ય મહેતા, આયુશી ગાંધી, ખુશી કોઠારી, કશીશ અજમેરા, હેતવી સંધવી, હેતવી વોરા, યશવી શેઠ, ધર્મી ટોલીયા, તુલસી દફતરી પૂજા ગોડા શ્રુતિ શાહ અને સોનિયા કોઠારી તથા કિડસ વેલ ડ્રેસ પ્રિન્સેસ તરીકે આયુશી ગાંધીને ઇનામ આપવામાં આવ્યું હતું.
જૈન સમાજના વિજેતા થયેલ ખેલૈયાઓને ઇનામોથી નવાઝવા સોનમ કલોકના જયેશભાઇ શાહ, દીપાબેન શાહ, આર્કેડિયા શેરના સુનિલભાઇ શાહ, પ્રીતિબેન શાહ, દાદાવાડી જૈન સંઘ પ્રમુખ જીતુભાઇ ચાવાળા, દામિનીબેન કામદાર, કેતનભાઇ મહેતા, વિસામાન સેલ્સના સુરેશભાઇ વસા, મિતુલભાઇ વસા, રમેશભાઇ વસા, રાજુભાઇ શાહ, હિમાબેન શાડ, મોર્ડન ગુ્રપના મુકેશભાઇ દોશી, જેડીઝ આઇકેરના જસ્મિનભાઇ, ધોળકીયા, પ્રદીપભાઇ ગોસલીયા, વંદનાબેન ગોસલીયા, ગીરીશભાઇ ખારા, પ્રફુલાબેન ખારા, પ્રમોદભાઇ કોઠારી, જયવંતભાઇ ભરવાડા, પ્રવીણભાઇ કોઠારી, મીનાબેન કોઠારી, કમલભાઇ કોઠારી, જાણીતા સી.એ. અશ્વીનભાઇ કોઠારી, ડોલીબેન દેસાઇ, બોબીભાઇ દેસાઇ, જયભાઇ કામદાર, વિશેષભાઇ કામદાર, સંગીતાબેન દોશી, સેરા સેનેટરીના યોગેનભાઇ દોશી, મિનુબેન દોશી, જે.કે.મોલના જયંતભાઇ સરધારા,, ધ્રુમિલભાઇ પારેખ, મેધાબેન પારેખ, નિલેશભાઇ શેઠ, હિમાંશુભાઇ અજમેરા, કાનનબેન દેસાઇ, વિપુલભાઇ વસા, શીતલબેન પુનાતર, ગેલેકસી સાયકલના અનિશભાઇ વાધર, પાર્થભાઇ વાધર, જયેન્દ્રભાઇ મહેતા, રવિ એન્જીનીયરીંગ વાળા કેતનભાઇ મહેતા, જિગ્નેશભાઇ મહેતા, સંગીતાબેન દોશી, કોમલબેન દોશી, ડો. હિતેષભાઇ સાપોવડીયા આશીર્વાદ હોસ્પિટલ, અજીતભાઇ મારવાડી પહ્માબેન મારવાડી, રમેશભાઇ ગાંધી, જીતેન્દ્રભાઇ ભટ્ટ કસ્ટમ ઓફીસર, નિર્ણાયક તરીકેની માનદસેવા આપનાર ડો. હેમાબેન ત્રિવેદી, દિપ્તીબેન અકબરી, કિર્તિભાઇ શીંગાળા, મેહુલભાઇ રાડીયા, વિકાસભાઇ પટેલ, તથા રાકેશભાઇ નંદાણી, જતીનભાઇ જસાણી, સોનમ કલોકના રમેશભાઇ તથા અશ્ર્વિનભાઇ, નીતીનભાઇ દેસાઇ, આશિષભાઇ પાલા પરિવાર, નવગુજરાત સમયના પ્રજ્ઞેશભાઇ રુપાણી, અચ્યુતભાઇ જસાણી, માં. શિ. સમીતી ચેરમેન અંજનાબેન મોરઝરીયા ડો. અલ્પેશભાઇ મોરઝરીયા, એડવોકેટ બીપીનભાઇ ગાંધી, ભાજપ અગ્રણી અતુલભાઇ પંડીત, જૈન યુવા ગ્રુપના જતીનભાઇ જસાણી, મયુરભાઇ મહેતા, આર.એન.અસ.સી. ના ડાયરેકટર સુનીલભાઇ રાઠોડ, સત્યજીત ગેસના વિજયભાઇ પારેખ, સહીતના મહેમાનો ઉ૫સ્થિત રહ્યા હતા.
નવરાત્રી મહોત્સવનું સુંદર માર્ગદર્શન જૈન સમાજના મોભી જયોતિન્દ્રભાઇ મહેતા, જીતુભાઇ બેનાણી, ચંદ્રકાંતભાઇ શેઠ, પ્રવીણભાઇ કોઠારી, ઇશ્ર્વરભાઇ દોશી, જીતુભાઇ દેસાઇ (ચાવાળા) અનિલભાઇ દેસાઇ, મેહુલભાઇ રુપાણી, પિયુષભાઇ મહેતા, અમીનેશભાઇ રુપાણી, કમલેશભાઇ શાહ, રાહુલભાઇ મહેતા સહીતના આગેવાનોનું માર્ગદર્શન મળેલ હતું.
જૈન વિઝન આયોજીત સોનમ ગરબા નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા ટીમ જૈન વિઝનના ૨૦૦ થી પણ વધારે લેડીઝ અને જેટસ કમીટી મેમ્બર્સએ જહેમત ઉઠાવી હતી.
ઇનામોના સ્પોન્સર
જૈન વિઝનના વિજેતા કિંગને ટીવીએસ સ્પોર્ટ બાઇક તથા કવિનને સ્કુટી પેપ પ્લસ વિસામન સેલ્સ પ્રા.લી. ના રમેશભાઇ વસા, સુરેશભાઇ વસા અને મિતુલભાઇ વસા તરફથી આપવામાં આવ્યા હતા.
આ સિવાય બીજા ક્રમે વિજેતા થનારને પ્રિન્સ અને પ્રિન્સેસને જયંતિભાઇ સરધારા તરફથી સ્ટીમ પાવર સોલાર વોટર હીટર, ત્રીજા વિજેતાને શૈલેષભાઇ પાબારી તરફથી ૪ર ઇંચ એલ.ઇ.ડી. ટી.વી., ચોથા વિજેતાને એ.આર. કોમ્પ્યુટર તરફથી ડીજીટલ લોકર, પાંચમા વિજેતાને આશિષભાઇ શાહ તરફથી રેડ મી વાયટુ ર્સ્માટ ફોન, છઠ્ઠા વિજેતાને કેયુરભાઇ વોરા તરફથી સેમસંગ ગેલેકસી ટેબ્લેટ, સાતમા વિજેતાને પ્લસ ને કોમ્યુનિકેશનના રાજનભાઇ મહેતા તરફથી ૩ર ઇંચ નું એલઇટી ટીવી, આઠમા વિજેતાને જીગ્નેશ મહેતા અને કેતન મહેતા તરફથી સેમસંગ જે ર મોબાઇલ, નવમા વિજેતાને રાજનભાઇ મહેતા તરફથી ર૪ ઇંચનું એલઇડી ટીવી તથા દસમા વિજેતાને જયવંતભાઇ મહેતા તરફથી હોમ થિયેટર આપવામાં આવ્યું હતું. આ સિવાય દરરોજ ફર્સ્ટ પ્રિન્સ-પ્રિન્સેસને હેમલભાઇ પ્રવીણચંદ્ર મહેતા તરફથી સોનાની ગિની તથા અજીતભાઇ મારવાડી અને હિતેષભાઇ શાહ આર.પી. જવેલર્સ તરફથી ચાંદીની ગિની આપવામાં આવેલ હતી.
આ સિવાય એ.આર. કોમ્પ્યુટર તરફથી ર૮ કોન્સોલેશન પ્રાઇઝ આપવામાં આવ્યા હતા. વેલડ્રેસના ચાર વિજેતા જયેન્દ્રભાઇ મહેતા તરફથી હોમ થિયેટર અપાયા હતા. ફિડસ સેકશનમાં પ્રથમ ૬ વિજેતાને ગેલેકસી સાઇકલના અનીશભાઇ વાધર, પાર્થભાઇ વાધર અને નિલેશભાઇ વાઘેલા તરફથી ૬ સાઇકલ આપવામાં આવી હતી. જયારે ર૬ જેટલા કોન્સોલેશન ઇનામો જેડીઝ આઇ કેરના જસમીનભાઇ તરફથી આપવામાં આવ્યા હતા. કિડસમાં બે વેલડ્રેસના ઇનામો હોમ થિયેટર નિલેશભાઇ શેઠ તરફથી આપવામાં આવ્યા હતા.