સોનમ ગરબાના ખ્યાતનામ સિંગરોએ અનેક જગ્યાએ આપ્યું છે પરફોર્મન્સ: કલાકારો સાથે આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
જૈન વિઝન આયોજિત સોનમ ગરબામાં ગાયક કલાકારો અવનવા ગરબા-ગીતો, બોલીવુડ સોન્ગ, ગરબા ઢાળમાં જૈન સ્તવનો ગાઈ ખેલૈયાઓને મોજ કરાવી રહ્યાં છે. સુવિખ્યાત ઓરકેસ્ટ્રાના કલાકારો-સીંગરો યુ-ટયુબ પર પણ ધુમ મચાવી રહ્યાં છે.લોક ગાયક વિશાલ પંચાલ, હિતેશભાઈ મહેતા, અશ્વિનીબેન, મનીષભાઈ, વિભુતીબેન જોશી અને તરૂણભાઈ વાઘેલા વગેરે સંગીતના તાલે ગરબા ગાઈ રમઝટ બોલાવી રહ્યાં છે.
દેશ-વિદેશમાં અનેક જગ્યાએ શો કરી ચુકેલા અને રીધમ સેકશનમાં જેમને વારસો મળેલ છે. તેવા મહેશભાઈ ઢાંકેચા દ્વારા સમગ્ર રીધમ સેકશન અને ટીમ જૈન ખેલૈયાને મોજ કરાવી રહ્યાં છે. આ ઉપરાંત પ્લેબેક સીંગર જે બોલીવુડના સુફી સીંગર છે. વડોદરાના જાણીતા ગાયક કલાકાર જૈન વિઝન સોનમ ગરબામાં ખેલૈયાઓને પોતાના અવાજ પર નગનાટ કરાવી રહ્યાં છે.
લોક ગાયક વિશાલ પંચાલ આપણી ગરબી ગુજરાતના પ્રાચીન/અર્વાચીન ગરબા/લોકગીત હોય કે આપણી સંસ્કૃતિના ગીતો હોય કે જેને મૌલીકતાી રજૂ કરી રહ્યાં છે. જેઓ સંગીત વિસારદ છે. હિતેશભાઈ મહેતા છેલ્લા ૨૦-૨૫ વર્ષી ગીટારીસ્ટ છે જેનો દરેક ઓરકેસ્ટ્રા સો જોડાયેલ છે. અશ્વિનીબેન ગરબા/ બોલીવુડ સોંગ્સ અને ઈન્ટરનેશનલના પણ કલાકાર છે. મનીષભાઈ, વિભુતીબેન જોશી જે વર્ટીકલ સીંગર છે. બોલીવુડ સોંગ પર તેમની માસ્ટરી છે.
મનીષભાઈ કે જેઓ મ્યુઝીક ડિરેકટર છે. ગણા બધા આલ્બમમાં મ્યુઝીક આપેલ છે અને ટીવી શો કરેલ છે. ૨૦૦૦ થી વધુ લાઈવ શો કરેલ છે. તરુણભાઈ વાઘેલા જે જામનગરના સુવિખ્યાત આર્ટીસ્ટ છે. દૂરદર્શન નેશનલ ટીવીના શો આપેલા છે. જેઓની પ્રધાન લાક્ષણીકતા લોક ગાયકની છે. કલાકારો સાથે જૈન વિઝન આયોજિત સોનમ ગરબાના અમીષાબેન દેસાઈ, જલ્પાબેન પતીરા, હિમાબેન શાહ, ભાવુબેન દોશી, પાયલબેન કુરિયા, બીનાબેન શાહ વગેરેએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.