કીર્તિદાન ગઢવી, ભરતભાઈ દોશી અને જગદીશ ત્રિવેદીનું સેવા રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા
ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી અંતર્ગત જૈન વિઝન સંસ્થા દ્વારા રવિવારે 21મી સદીમાં જૈન દર્શન એ વિષય ઉપર પ્રખર વક્તાઓના પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ત્રણ મહાનુભાવોને સેવા રત્ન એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જાણીતા અભિનેતા અને દિગ્દર્શક દીપક અંતાણી, હાસ્યકાર જગદીશ ત્રિવેદી અને કવિ રઈશ મણિયાર જેવા પ્રખર વક્તાઓ 21મી સદીમાં જૈન દર્શન વિષય ઉપર સંબોધન કરીને જૈન ધર્મ અને અહિંસા અંગેની ફિલોસોફી સમજાવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ત્રણ મહાનુભાવો કીર્તિદાન ગઢવી, ભરતભાઈ દોશી અને જગદીશ ત્રિવેદીનું સેવા રત્ન એવોર્ડથી સન્માન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ વિષેશ ઉપસ્થિતી સહકારી અગ્રણી જ્યોતિન્દ્રભાઇ મહેતા, નલીનભાઇ વસા, સોનમ ક્લોક ના જયેશભાઇ શાહ અમીનેષભાઈ રૂપાણી, મયુરધ્વજસિંહ જાડેજા, ધર્મેશભાઈ વૈદ,ડો. રાજુભાઈ કોઠારી, અપુલભાઇ દોશી, દિપક કોઠારી, શૈલેશભાઈ માંઉ સહીત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
દીપક અંતાણી, રઈશ મણિયાર અને જગદીશ ત્રિવેદી જેવા પ્રખર વક્તાઓ દ્વારા જૈન ધર્મ વક્તવ્ય: મયુર શાહ
જૈન વિઝનના સંયોજક મયુર શાહે અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે મહાવીર જયંતી નિમિત્તેખાસ જૈન દર્શન વિશે જૈન ન હોવા છતાં પણ દીપક અંતાણી, હાસ્યકાર જગદીશ ત્રિવેદી અને કવિ રઈશ મણિયાર જેવા પ્રખર વક્તાઓ વક્તવ્ય આપે એ ખૂબ જ મોટી વાત છે. તેમજ તા 3 એપ્રિલના રોજ આવો રે આવો મહાવીર આવો તેમજ 4 તારીખનાં રોજ ભવ્ય શોભા યાત્રા યોજાશે. વધુમાં તેમણે વિનંતી કરતા જણાવ્યુ હતુ કે રાજકોટના ચારેય ફિરકાઓના જૈન મહાવીર કલ્યાણક જયંતિમાં વધુને વધુ જોડાય.
મહાવીર સ્વામીના સંદેશ ’જીવો અને જીવવા દયો’ નિમિત્તે જૈન અવિરત સેવા કાર્યો કરે છે: મિલન કોઠારી
જૈન વિઝનના સંયોજક મિલન કોઠારીએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે દર વર્ષની જેમ પ્રભુ મહાવીરસ્વામીની ઉજવણી જૈન વિઝન દ્વારા કરવામાં આવે છે.ખાસ જૈન સમાજ માટે આયોજીત જૈન દર્શન કાર્યક્રમની સાથે સુપ્રસિદ્ધ કલાકારોને સેવા રત્ન એવોર્ડથી નવાજવામાં આવી રહ્યા છે તેનું ગૌરવ છે.મહાવીર સ્વામીના સંદેશ ’જીવો અને જીવવા દયો’ નિમિત્તે જૈન અવિરત સેવા કાર્યો કરતુ આવ્યુ છે. વધુમાં તેમણે આમંત્રણ આપતા જણાવ્યું હતું કે 4 તારીખે મેઘાણીજીની 125મી જન્મ જયંતિ નિમિત્તે લોકગીતો અને ડાયરોનો કાર્યક્રમ બાલભવન ખાતે રાખવામાં આવ્યો છે જેમાં દરેક લોકો જોડાય.