છેલ્લા ચાર વર્ષથી મધુરમ કલબ દ્વારા ઉજવાતો ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની જૈન-જૈનતરો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે. જૈન વિઝન દ્વારા આ વર્ષે ધાર્મિક કાર્યક્રમોની સાથોસાથ સામાજિક સેવાના કાર્યો માનવતાલક્ષી કાર્યો અને જીવદયાના કાર્યક્રમોની શૃંખલાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આજની આ મીટીંગમાં જૈન વિઝનના સંયોજક મિલન કોઠારીના આમંત્રણને માન આપી રાજકોટ શહેરનાં જૈન શ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજકોટ સ્થાનકવાસી સંઘોના તથા મૂર્તિપૂજક સંઘોના તથા જૈન સોશ્યલ ગ્રુપના પ્રમુખ અને રાજકોટના જૈન સમાજના જૈન શ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શ‚આત નવકાર મંત્ર અને મહા માંગલિક સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ સ્વાગત પ્રવચન ભરતભાઈ દોશી દ્વારા કરાયું હતું. જૈન વિઝન દ્વારા સમગ્ર માર્ચ માસ દરમ્યાન યોજવામાં આવનાર ભવ્યાતિ ભવ્ય અને રાજકોટનાં ઈતિહાસમાં પ્રથમ વખત યોજવામાં આવનાર તમામ કાર્યક્રમની માહિતી ઉપેનભાઈ મોદી દ્વારા આપવામાં આવી હતી. આ તકે ખાસ ઉપસ્થિત ગોંડલ સંપ્રદાયના જૈન અગ્રણી પ્રવિણભાઈ કોઠારીએ જૈન વિઝન દ્વારા યોજવામાં આવનાર કાર્યક્રમ માટે યુવાનો તન-મન-ધનથી તૈયારી કરી રહ્યા છે અને જૈન સમાજનાં યુવાનો પોતાની શકિતનો સદઉપયોગ કરી સુંદર કાર્ય કરી રહ્યા છે તેને બિરદાવી હતી અને આ તકે દરેક પ્રકારનો સહયોગ આપવા ખાતરી આપી હતી.

ત્યારબાદ આ પ્રસંગે રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખ ઈશ્ર્વરભાઈ દોશીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૫૦ વર્ષથી રાજકોટમાં ભગવાન મહાવીર સ્વામીની જન્મ કલ્યાણક ઉજવાય છે પણ જૈન વિઝન તેમાં નવા કાર્યક્રમોની હારમાળા સર્જી જૈન સમાજની આવનારી પેઢીને ખુબ જ ઉંચુ માર્ગદર્શન આપી રહ્યા છે. રોયલ પાર્ક સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ વ્યકતવ્યમાં જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષથી મધુરમ કલબ અને મહાવીર સેવા ટ્રસ્ટ સાથે કાર્ય કરી રહ્યા છીએ અને ગત વર્ષથી સ્થપાયેલ આ જૈન વિઝન અને સુત્રધાર મિલન કોઠારી સેવાલક્ષી અને ધાર્મિક કાર્યો પોતાની દીર્ઘદ્રષ્ટિથી દર વર્ષે નીતનવા કાર્યક્રમો આપી રહ્યા છે.

આ મીટીંગમાં ઉપસ્થિત રહી ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ જૈન વિઝનને અભિનંદન પાઠવ્યા અને આ તકે સંપૂર્ણ સહકારની ખાત્રી આપી હતી. રાજકોટનાં જાણીતા ડો.પારસભાઈ શાહે જૈન વિઝન દ્વારા મહાવીર ભગવાન જન્મ કલ્યાણક મહોત્સવના ભાગરૂપે જે મેડીકલ પ્રોજેકટ શરૂ કરવાનો છે તેની માહિતી આપી હતી. સાંજ સમાચારના યુવા એકઝીકયુટીવ કરનભાઈ શાહે જૈન વિઝન દ્વારા સાંજ સમાચારના સથવારે ૨૧મી સદીના જૈન દર્શનના કાર્યક્રમની માહિતી આપી જેમાં ગુજરાતના ખ્યાતનામ વકતા ડો.જય વસાવડા તથા કાજલ ઓઝા વૈદ્યનું વકતવ્ય યોજાશે અને કાર્યક્રમનું સંચાલન હાસ્ય કલાકાર મિલન ત્રિવેદી કરશે. તેનો જૈન-જૈનેતરોએ મોટા પ્રમાણમાં લાભ લેવા અનુરોધ કર્યો હતો. હાલમાં જ રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ તરીકે નિયુકત થયેલા અનિલભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, જૈન વિઝન દ્વારા ખુબ જ સુંદર કાર્યક્રમો યોજાય રહ્યા છે તેને અમારો સંપૂર્ણ સહયોગ રહેશે. સોનમ કવાર્ટઝ, મોરબીના સંચાલક અને જૈન શ્રેષ્ઠી જયેશભાઈ શાહે જૈન વિઝનના તમામ યોજાનાર કાર્યક્રમોને બિરદાવી અને તેમના તરફથી સંપૂર્ણ સહયોગની ખાત્રી આપી હતી. જૈન સમાજનાં શ્રેષ્ઠી રાજકોટ સ્ટોક એક્ષચેંન્જના ભૂતપૂર્વ પ્રમુખ અને આરકેડીયા શેરના મેનેજીંગ ડીરેકટર સુનિલભાઈ શાહે જણાવ્યું હતું કે જૈન વિઝન દ્વારા પંચપરમશ્રેષ્ઠી જેવા કાર્યક્રમો રાજકોટની જનતાને એક નવલું નજરાણું રૂપ રહેશે અને જન્મ કલ્યાણક મહોત્સવની એક નવી ભાત ઉભી કરશે. જૈન વિઝનના સંયોજક મિલન કોઠારીએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી અનેકવિધ ધર્મલક્ષી અને સેવાલક્ષીના આયોજનમાં જૈન સમાજનો અદભુત પ્રતિસાદ રહ્યો છે અને આ માધ્યમથી જૈન સમાજના ત્રણ મહારથીનું સન્માન કરવાનો અવસર જે મળ્યો જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નિરંજનભાઈ શાહ અને અનિલભાઈ દેસાઈ આ અવસર અમારા માટે એક ઈતિહાસ છે.

આ તકે કાર્યક્રમોની ઉજવણીના ખર્ચ વિશે જણાવ્યું હતું કે, મેળવેલા ફંડ છે તેમાં દરેક કાર્યક્રમોની ટુંક સમયમાં એક એક સમિતિ રચાશે અને સમિતિ જ નીધી એકત્રિત કરનાર કમિટિ પાસેથી સેવાલક્ષી અને ધાર્મિક કાર્યક્રમમાં ખર્ચ કરી અને પારદર્શકતાથી આ ખર્ચનો હિસાબ આપશે. ટુંક સમયમાં જ આ સમગ્ર કાર્યક્રમની સમિતિ જાહેર કરવામાં આવશે. નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો.ઓ.બેંકના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સહકારી ક્ષેત્રનાં ભીષ્મપિતા જયોતિન્દ્રભાઈ મહેતાએ પોતાના વકતવ્યમાં જણાવેલ કે જૈન સમાજનો યુવાન ખંભે-ખંભા મિલાવીને જે કાર્ય કરી રહ્યા છે તે અભિનંદનને પાત્ર છે આજની યુવા પેઢીએ નવી દીશા અને નવા અભિગમ મુજબ કાર્ય કરી રહી છે તે નોંધનીય છે.

આ તકે ઉપસ્થિત દામીનીબેન કામદાર, અ‚ણાબેન મણીયાર, પિયુષ મહેતા, કમલેશભાઈ શાહ, શીરીષભાઈ બાટવીયા, વિભાશભાઈ શેઠ, જૈનીશભાઈ અજમેરા, જૈન અગ્રણી ગીરીશભાઈ મહેતા, કૌશિકભાઈ વિરાણી, સુનીલભાઈ કોઠારી, ભાવેશભાઈ શેઠ, નરેન્દ્રભાઈ દોશી, સંજયભાઈ લાઠીયા, સતીશભાઈ બાટવીયા, હિતેશભાઈ બાટવીયા, પ્રતાપભાઈ વોરા, પરેશભાઈ સંઘાણી, ભરતભાઈ દોશી (વિતરાગ), દર્શનભાઈ શાહ, ભીખુભાઈ ભરવાડા, ફાઈવ સ્ટાર કેટરર્સના દિપકભાઈ સંઘવી, સેવન સ્ટાર કેટરર્સના ભદ્રેશભાઈ કોઠારી, ડો.રૂપેશ મહેતા, પ્રફુલભાઈ ધામી, મહેશભાઈ મણીયાર, વિપુલભાઈ દોશી, નિલેશભાઈ કોઠારી, મેહુલભાઈ બાવીસી, હર્ષદભાઈ મહેતા, ઉદયભાઈ દોશી, હર્ષિલ શાહ, પરેશ દફતરી, હેમલ મહેતા, ગૌરવ દોશી, જયવંત મહેતા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા જૈન વિઝનના મિલન કોઠારી, ભરત દોશી, આશિષ ગાંધી, ધિરેન ભરવાડા, રજત સંઘવી, બ્રીજેશ મહેતા, જય કામદાર, અખીલ શાહ, ઉપેન મોદી, ધ્રુમીલ મોદી, વિપુલ મહેતા, પ્રજ્ઞેશ ‚પાણી, હેમાંશુ ખજુરીયા, તુષાર ધ્રુવ, અમીષ દફતરી, મનીષ દોશી, અતુલ સંઘવી, પિયુષ દોશી, મૃણાલ અવલાણી, ઋષભ શેઠ, રાહુલ મહેતા, હિરેન સંઘવી, હિમાંશુ મહેતા, નીતિનભાઈ મહેતા, પાર્શ્ર્વ સંઘવી, વિનય જસાણી, નિરવ અજમેરા, હિતેશ મણીયાર, મિલન મહેતા, પરેશ દોશી, વૈભવ સંઘવી, કાર્તિક દોશી, વિશેષ કામદાર, નિરવ શાહ, અંકિત શાહ, પ્રતિક સંઘાણી, પારસ મોદી, રાજેશભાઈ મોદી, પરીમલ મોદી, હેમાંશુ પટેલ, તેજશ શાહ, નિમેષ મહેતા, કૃણાલ મહેતા, જયેશ શેઠ, ભાવેશ ઘેલાણી, નીતેષ મહેતા, દેવાંગ ખજુરીયા, મેહુલ કામદાર, કરણ ભરવાડા, જતીન કોઠારી, નૈમિષ પુનાતર સહિતની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.

જૈન વિઝન દ્વારા પાલીતાણાના શત્રુંજય તીર્થની છ ગાઉની યાત્રાનું સુપર ડુપર આયોજન કર્યું હતું. છેલ્લા ૧૭ વર્ષથી સંપૂર્ણ સુવિધાયુકત છ ગાઉની યાત્રા પ્રવાસને સમાજનો ભારે પ્રતિસાદ મળ્યો છે. તા.૧૦ માર્ચ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં રાત્રીના ૮:૪૫ કલાકે સાંજ સમાચારના સહયોગથી ૨૧મી સદીના જૈન દર્શનનું શિર્ષક હેઠળ સુવિખ્યાત વકતા અને કટાર લેખક જય વસાવડા, કાજલબેન ઓઝા ઉપસ્થિત રહેશે અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા હાસ્ય કલાકાર મિલન ત્રિવેદી કરશે. તેમજ દર વર્ષની જેમ આ વર્ષે બાલભવનના પ્રાંગણમાં આગામી તા.૨૯મીના ગુરુવારે રાત્રે નવ વાગ્યે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક પ્રસંગે ‘આવો મહાવીર નામ લઈએ’ ભકિત સંધ્યાનો યાદગાર કાર્યક્રમ યોજાશે. આ વખતે ગુજરાતી સંગમ સંગીતના સમ્રાટ મનહર ઉધાસ (મુંબઈ), પ્લેબેક સીંગર મીરાંદે શાહ (મુંબઈ), જુનાગઢના ગાયક કલાકા દિપક જોશી, રાજકોટના ભાસ્કર શુકલ, ગાર્ગી વોરા વગેરે જૈન સ્તવનો રજુ કરીને કંઠના કામણ પાથરીને ભાવિકોને ભકિતમાં રસતરબોળ કરશે. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષક કવિ તથા ઉદઘોષણ અંકિત ત્રિવેદી છે. અંકિત ત્રિવેદી અનન્ય છટાથી કાર્યક્રમનું સંચાલન કરશે. ઉપસ્થિત લોકોને ભાવ વિભોર કરી મુકશે. તેમજ જૈન વિઝન આયોજીત ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું અનન્ય આકર્ષણ જૈન સ્તવનો પરની ગ્રુપ નૃત્ય સ્પર્ધા છે. આ પ્રકારની સ્પર્ધા સૌપ્રથમવાર યોજવામાં આવી રહી છે. આ સ્પર્ધામાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના જૈન બહેનોના ગ્રુપ, મંડળો ભાગ લેશે અને જૈન સ્તવન પર ભાવાભિનય કરશે.

આ ઉપરાંત ભગવાન મહાવીર સ્વામીના જીવન પ્રસંગો પર જૈન વિઝન દ્વારા બાળકોની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિજેતા બાળકોને ઈનામો આપવામાં આવશે તથા દરેક બાળકને પ્રમાણપત્ર આપવામાં આવશે. રાજકોટમાં વસતા જૈન બહેનો માટે જૈન કુકીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધાની તારીખ, સ્થળ અને સમયની ટુંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક પ્રસંગે જરૂરતમંદ દર્દીઓને ઉપયોગી થવા રકતદાન કેમ્પનું આયોજન કરાયું છે. તેમજ રાજકોટના જૈન પરિવારો માટે જૈન વિઝન દ્વારા એટીએમ કાર્ડનું વિતરણ હાથ ધરાશે. આ અંગે સંયોજક મિલન કોઠારીએ જણાવ્યું કે, રાજકોટના જૈન ડોકટરો જૈન દર્દીઓને નજીવા દરે નિદાન-સારવાર આપશે તથા માન્ય મેડીકલ સ્ટોર્સમાં માત્ર પડતર ભાવે દવા ઉપલબ્ધ કરાશે. આગામી વર્ષોમાં સંસ્થા દ્વારા જૈન દર્દીઓના બીલને ચકાસીને રાહત આપવાની વિચારણા છે. તેમજ ફનવર્લ્ડમાં પછાત વિસતારના બાળકોની પિકનીક યોજાશે. જેમાં ફનવર્લ્ડની અંદર વિવિધ રાઈડસ અને અવનવા નાસ્તા કરાવી બાળકોના ચહેરામાં નિર્દોષ હાસ્ય રેલાવી અને તેમને કિલકિલાટ કરાવવામાં આવશે.

પૂ.તપાગચ્છધિપતિ આ.વિ.પ્રેમસુરીશ્ર્વરજી મ.સા.ના ૯૯માં જન્મોત્સવ નિમિતે રાજકોટની સામાજિક સંસ્થાઓ અંધ મહિલા, બહેરા મુંગા શાળા, વૃદ્ધાશ્રમ, ગુંદાવાડી હોસ્પિટલ, અપંગ બાળગૃહમાં સીઝનના પહેલા કેરીના રસનું વિતરણ કરવામાં આવશે. પ્રભુ મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત જૈન વિઝનના ઉપક્રમે રેસકોર્ષ ચબુતરા પર પક્ષીઓને દરેક સમાજને જોડીને અને પારેવાને ચણ તથા એમીનલ હેલ્પલાઈન અને કુમકુમ ગ્રુપના સહયોગથી તુલસીના કયારા, પક્ષીઓને પાણી પીવાના કુંડા, રામ પાતર, ચકલીને માળો અને ગૌમાતાના પાણીની પીવાની કુંડીનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે.

આ વર્ષે જૈન વિઝન દ્વારા માર્ચ માસમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના કલ્યાણકની ઉજવણી ભવ્ય રીતે કરશે. સમગ્ર કાર્યક્રમમાં સોનમ કલોકના જાણીતા ઉધોગપતિ જયેશભાઈ શાહ, આર્કેડીયા શેર્સના સુનિલભાઈ શાહ, સ્વ.પિયુષભાઈ જેન્તીલાલ કામદાર, મહાવીર સેવા ટ્રસ્ટ, સાંજ સમાચાર, અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ, અબતક, ગુજરાત મીરર, રાજકોટના તમામ જૈન સોશ્યલ ગ્રુપો, સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના જાણીતા જૈન અગ્રણી રાજુભાઈ કેસ્ટ્રોલ, એચ.જે.સ્ટીલ, સ્વ.ભાનુમતી ડી.વોરા ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ હસ્તે કેયુર વોરા પરિવારનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક પ્રસંગે તા.૨૯/૩ ને ગુરુવારે અનુકંપાવાન અંતર્ગત રાજકોટ પાંજરાપોળમાં નિરાધાર, અશકત, બીમાર ગાયોને લીલુ ઘાસ નિરવામાં આશવે.

કાર્યક્રમોની તૈયારીનો ધમધમાટ: જૈન સમાજમાં અદ્ભુત ઉત્સાહ: પ્રથમ વખત એક માસ સુધી મહોત્સવની થશે ઉજવણી.

2018 03 06 PHOTO 00000028 1

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.