સમાજ શ્રેષ્ઠીઓ અને રાજકીય આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી
જૈન વિઝન પ્રેરિત સોનમ ગરબામાં નવમાં નોરતે ખેલૈયાઓ વચ્ચે જંગ જામ્યો હતો. મહાઆરતી અને મહાપ્રસાદમાં સમસ્ત સમાજ જોડાયો હતો. સમાજ શ્રેષ્ઠીઓ અને રાજકીય આગેવાનોની આ તકે વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
અબતક સાથેની વાતચીત દરમિયાન જૈન વિઝન નવરાત્રીના સંયોજક મિલન કોઠારીએ જણાવ્યું હતું કે, અમારું પ્રથમ વર્ષ જ હતું પરંતુ અમારી બહેનોની ટીમ અને જૈન વિઝનની જેન્ટસની ટીમ દ્વારા ખુબ જહેમતથી લગભગ ૩૫૦૦ ખેલૈયાઓને ભેગા કર્યા હતા. અહીંયા ખેલૈયાઓને માટે પારિવારીક વાતાવરણ હતા. ખેલૈયાઓ માટે કેન્ટીનની વ્યવસ્થા તથા બહેનો માટે વિનામૂલ્યે રાસોત્સવ હતો તેની સાથે અમે ગીફટ પણ આપીએ છીએ. દરેક ખેલૈયાઓને રિસ્પોન્સ એવો છે તથા દરેક સમાજના લોકોએ અમારા રાસોત્સવના વખાણ કર્યા છે એટલે આવતા વર્ષે આનાથી પણ ભવ્ય અને સુંદર મજાનું આયોજન આપવાનો પ્રયત્ન કરીશું.
જૈન વિઝનની અંદર ફકત જૈન સમાજ માટે જૈન ખેલૈયાઓ માટે નવરાત્રી યોજાઈ અને એમના દિકરા-દિકરીઓ આ નવરાત્રીની અંદર જ રમે તે આશયથી સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. અબતક સાથેની વાતચીત દરમિયાન ખેલૈયા મોનીલ શાહે જણાવ્યું કે, જૈન વિઝનમાં રમવાની ખુબ જ મજા આવી. મિલનભાઈએ ખુબ સુંદર મજાનું આયોજન કર્યું છે. જૈન હોય તે બહાર જાય તેના કરતા પોતાના સમાજમાં જાય અને અહીંયાની વ્યવસ્થા ખુબ જ સુંદર છે. અબતક સાથેની વાતચીત દરમિયાન ભુજથી આવેલા દામિનીબેન કામદારે જણાવ્યું કે, જૈન વિઝન પરીવાર એ અમારા જૈનનો પરિવાર છે અને મિલન કોઠારી જે કોઈ કાર્યક્રમ કરે છે તે સારામાં સારા કરે છે. અમે બધી બહેનો સાથે મળીને મહેનત કરી છે અને આવા કાર્યક્રમો થતા રહે તેવી શુભેચ્છા પાઠવું છું.