અબતક,રાજકોટ
જૈન વિઝન સંસ્થા દ્વારા યુવા અગ્રણી મિલન કોઠારીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ સમાંનુય સંજોગોમાં પણ અનેક સેવાકીય પ્રવૃત્તિ કરતી આ સંસ્થાએ કોરોના કાળમાં તો રંગ રાખ્યો છે અને કોરોના સંક્રમિત દર્દીઓ ઉપરાંત ગરીબ અને જરૂરતમંદ લોકોને સહાય કરી છે. ગુજરાતમાં કદાચ સૌપ્રથમ ખાનગી કોવિડ કેર સેન્ટર શરુ કરવાનું માન મેળવનાર જૈન વિઝન સંસ્થા હાલમાં પણ રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુની મહારાજ સાહેબના આશીર્વાદથી સદર બજારમાં પ્રભુ મહાવીર કોવિડ સેન્ટર તેમ જ કાનુડા મિત્ર મંડળની સાથે રહીને સ્વ શ્રી પ્રતાપભાઈ રાજદેવ પરિવારના સહયોગથી પ્રહલાદપ્લોટ અને કરણપરા વિસ્તારમાં હોટેલ મેટ્રોમાં કોવિડ કેર સેન્ટરનું સંચાલન કરી રહી છે. ગત વર્ષે પ્રથમ લોકડાવુંન થી સેવા કાર્યો સરવાણી વહેવનાર જૈન વિઝન સંસ્થાએ શહેરના જુદા જુદા પછાત વિસ્તારોમાં સેનેટાઇઝર, પાણીની બોટલ, ફૂડ પેકેટ, દવાના વાઉચર, અનાજની કીટ, રોકડ સહાય, ફ્રુટ વિતરણ સહિતની અનેક સેવાઓ કરી છે અને લોકોના આશીર્વાદ મેળવ્યા છે.
જૈન વિઝનના સંયોજક અને યુવા અગ્રણી મિલન કોઠારીએ આ અંગે કહ્યું છે કે, રાષ્ટ્ર સંત પૂજ્ય નમ્રમુનીની મહારાજ સાહેબની પ્રેરણા અને આશીર્વાદથી સદર બજારમાં હોટેલ જેનીશમાં પ્રભુ મહાવીર કોવિડ કેર સેન્ટર ચાલી રહ્યુ છે. અને તેમાં નજીવા દરથી તથા અન્ય સેન્ટરમાં વિનામૂલ્યે સારવાર ચાલી રહી છે. આ સ્થળે એમ.ડી. એમબીબીએસ તબીબો ઉપરાંત 24 કલાકનો નર્સિંગ સ્ટાફ અને મેડિકીલ સ્ટાફ કાર્યરત છે. અને દર્દીને શુદ્ધ સ્વસ્તિક બે ટાઈમ જૈન ભોજન, નાસ્તો, ચા, ઉકાળો જ્યુસ વગેરે આપવામાં આવી રહ્યા છે. કોરોનામા કોઈ પણ દર્દીને ઓક્સિજનની જરૂર હોય તો તેની સુવિધા પણ આ સેન્ટરમાંથી આપવામા આવે છે. સેન્ટરમાં સારવાર નજીવા દરે સેવા અપાય છે. જરૂયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે ઓક્સિજન બોટલ આપવામાં આવે છે. પ્રભુ મહાવીર કોવિડ કેર સેન્ટર માટે જૈન વિઝનને માતુશ્રી અનસુયાબેન નટવરલાલ શેઠના પરિવાર તરફથી પણ સહયોગ પ્રાપ્ત થયો છે. વધુમાં આ સેન્ટરેથી સમગ્ર રાજકોટ માટે સ્વ.સુગંધાબેન ઓમકારમલજી જૈનની સ્મૃતિમાં રસીલાબેન ઉત્તમચંદજી ખીવસરા તથા શ્રીમતી પદમાવતીબેન અજીતભાઈ જૈન તરફથી ઓક્સિજનની સુવિધા સાથેની બે એમ્બ્યુલન્સ પણ મળી છે. આ સેવાને પરમ એમ્બ્યુલન્સ સેવા એવું નામ આપવામાં આવ્યુ છે. 24 ઇમરજન્સી સર્વિસ આપવા અજીતભાઈ જૈન સતત કાર્યશીલ છે.જૈન વિઝન સંસ્થાએ અત્યાર સુધીમાં 1200થી પણ વધુ દર્દીને સાજા કર્યા છે. અને તેનો સંતોષ છે.કોરોનાકાળમાં પ્રથમ લોકડાવુંનથી સંસ્થાએ શહેરના પછાત વિસ્તારમાં ફૂડ પેકેટ, સેનેટાઇઝર, પાણીની બોટલ તેમ જ સાધર્મિક પરિવાર માટે ( અંદાજે 1200 પરિવાર ) અનાજ વિતરણ કીટ મહાવીર સેવા ટ્રસ્ટના સથવારે કરવામાં આવ્યું હતું. આ સિવાય સિવિલ હોસ્પિટલમાં કામ કરતા સફાઈ કામદારોને 50 હજાર રૂપિયાની રોકડ સહાય આપવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલની બ્લડ બેંક માટે રક્તદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. કાનુડા મિત્ર મંડળના વિભાષભાઈ શેઠના સહયોગથી 75 હજાર રૂપિયાની કિમતના દવાના વાઉચર પણ જરૂરતમંદ લોકોને આપવામાં આવ્યા છે. ગત વર્ષે મહાવીર જન્મકલ્યાણક ઉપર રાજકોટના બે મોટા રાહત રસોડા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ અને રાજકોટ ગુરુદ્વારાના રાહત રસોડામા 90 હજારથી પણ વધુ વ્યક્તિઓને જૈન ટિફિન મોકલેલ તદ ઉપરાંત કાજલબેન ઓઝા અભિલાષભાઈ ઘોડા દ્વારા ચાલતા કલાકારો માટે કિટમાં અનુદાન એનિમલ હેલ્પલાઈનમાં અનુદાન સવારે પક્ષીઓ માટે ચણ રાજકોટ મહાજન પાંજરા પોળને રાજકોટ જૈન તપગચ્છના સહયોગથી 2.25 લાખનું અનુદાન આપી ખરા અર્થમાં પ્રભુ મહાવીરને ગમતા કાર્યો કરીને ઉજવેલ હતો.
મિલન કોઠારીએ કહ્યું છે કે, કોરોનાકાળમાં વિશ્વશાંતિ માટે શાતાં જળવાઈ રહે તે માટે જૈન વિઝન નવકાર પરિવારના સથવારે 99 કરોડ, 99 લાખ, 99 હજાર, 999 નવકાર જાપનું વૈશ્વિક આયોજન કરાયું હતુ અને તેનો 25 લાખ જેટલા જૈન-જૈનેતરો, સાધુ સાધ્વીજી હિન્દૂસંતો, મહંતો, કલાકારો વગેરેએ ઓનલાઇન લાભ લીધો હતો.કોરોના માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે અનેક જાણીતા તબીબોનો વેબિનારના આયોજન હાલના કપળા કાળમાંનાના વેપારીઓનો વેપાર વધુ થાય માટે વર્ચુઅલ એક્ઝીબીશન, વુમન્સ ડે, ઓનલાઈન નવરાત્રી ઉજવણી (ઓનલાઇન )જેવા કાર્યક્રમો પણ યોજાયા હતા. સંસ્થા દ્વારા હાલના કપળા કાળનો રામબાણ ઈલાજ એટલે વેક્સીનેશન શનિવાર રવિવાર એટલે વેક્સીનવાર ના સૂત્ર સાથે અનેક જાગૃતિના કાર્યક્રમ પણ યોજાયા હતાં અને તેમાં વેક્સિન મુકાવનાર તમામને ભોજનનો લાભ પણ અપાયો હતો. જૈન વિઝન દ્વારા ઈમ્પીરીયલ હોટેલ ખાતે સોનમ ગરબાના કલાકારો માટે ગુડલક પેમેન્ટ કાર્યક્રમ પણ યોજાયો હતો અને તેમાં કલાકારોને સારુ એવું ગુડલક પેમેન્ટ આપવામાં આવેલ. જૈન વિઝન દ્વારા રામમંદિરમા પણ માતબર રકમનું ફંડ એકત્રિત કરીને અપાયેલ અને અન્યો જોડાય માટે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં પ્રખર હિંદુ વક્તા વિહપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હુકમચંદ સાવલા સાથે સંવાદ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.
મિલન કોઠારીએ કહ્યું છે કે, જૈન વિઝન સંસ્થા આખું વર્ષ દરમિયાન સેવાકાર્યો કરે છે અને આ કાર્યોમાં અમોને અનેક દાતાઓનો સહયોગ પણ મળી રહે છે. જૈન વિઝન દ્વારા કોરન્ટાઇન સેન્ટરમા જૈન વિઝન સંયોજક: મિલન કોઠારીના માગદર્શનમાં કોવીડના અનુભવી જાણીતા તબીબ ડો પ્રતીક દોશી ડો. મનીષ ગોસાઈ મેડિકલ ઓફિસર વિમલ મેહતા મિત ચોપડા ઉત્સવ પંડ્યા હસન પીરવાણી નર્સીંગ સ્ટાફમા શીખા ચૌહાણ અંકિતા દેસાઈ શ્રુતિ નિમાવત સહિતની ટિમ સેવા માટે 24*7 કાર્યરિત છે, સમગ્ર આયોજનમાં ડો મેહુલભાઈ રૂપાણીનો સુંદર સહકાર મળેલ છે, પ્રભુ મહાવીર કોરોન્ટાઇન સેન્ટરમાં રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મા.સા પ્રેરણાથી વિશેષ સહયોગ અજયભાઇ શેઠ ભાવેશભાઈ શેઠ તથા મેટ્રો કોવીડ સેન્ટરમાં કાનુડા મિત્ર મંડળના રૂપલબેન રાકેશભાઈ રાજદેવ, એડવોકેટ અનિલભાઈ દેસાઈ, એડવોકેટ કમલેશભાઈ શાહ,વિભાષભાઈ શેઠ,કેતનભાઈ પટેલ,જૈન વિઝનના ભરતભાઇ દોશી, અજિત જૈન ધીરેન ભરવાડા જય ખારા સુનિલ કોઠારી ગીરીશ મેહતા આશીષભાઈ ગાંધી, નીતિનભાઈ મહેતા,હિતેષભાઈ દેસાઈ, કેતન દોશી વિપુલ મેહતા વગેરે સેવાભાવીઓ સેવારત છે.