દેશમાં કોરોનાની બીજી લહેરની કપરી સ્થિતિ જોતા રાજ્ય સરકારોએ લોકડાઉન અથવા કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. આ સાથે હોસ્પિટલમાં બેડની મુશ્કેલીઓ ઉભી થતા ઘણા બધા ક્ષેત્રોમાં કોવીડ કેર સેન્ટરો ઉભા કરાયા છે. જયારે મહારાષ્ટ્રમાં મુંબઈમાં જૈન દેરાસર દ્વારા કોરોનાને નાથવા એક અનેરી પહેલ કરવામાં આવી છે.
જૈન દેરાસરમાં મંગળવારથી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. અંધેરી પૂર્વના જે.બી.નગરમાં આવેલું જૈન મંદિર સીસીટીવી કેમેરા, રેફ્રિજરેટરો, ડોકટરો માટેના ઓરડાઓ, રસીઓ અને જરૂરી તબીબી સામગ્રીઓથી લઈ બધી સંપૂર્ણ સુવિધા સાથે દેરાસરને રસીકરણ કેન્દ્રમાં ફેરવવામાં આવ્યું છે. કોવિન એપ પર સૂચિબદ્ધ તરુણભારત જૈન દેરાસરને સેવન હિલ્સ હોસ્પિટલ દ્વારા સંચાલિત કરવામાં આવશે.
સ્થાનિક લોકો, જાતિ અને ધર્મને ધ્યાનમાં લીધા વિના, બધાને એમસીજીએમની સૂચના મુજબ રસી આપવામાં આવશે. કાંતીનગર શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ જૈન સંઘની મેનેજિંગ કમિટીએ મહિનાઓ પહેલાં મંદિરને રસીકરણ માટે સેંટર શરૂ કરવાની વિચારણા કરી હતી.