ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ સમિતિના સદસ્ય, શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને જાણીતા જૈન શ્રેષ્ઠી મયુરભાઈ શાહનો આજે જન્મદિવસ છે.
જીવનમાં હંમેશા પરગજુ પ્રવૃતિ અને સાધુ-સંતોની વૈયાવચ્યમાં અગ્રેસર અને મિલનસાર સ્વભાવનાં મયુરભાઈનાં જન્મદિવસે શાસ્ત્ર દિવાકર પૂ.મનોહરમુની મહારાજ સાહેબ, પરમ શ્રદ્ધેય પ.પૂ.ધીરજમુની મહારાજ સાહેબ, પૂ.શ્રી.નયનપદ્મસાગર સુરીશ્ર્વરજી મ.સા. અને રાષ્ટ્ર સંત પૂ.નમ્રમુનિ મહારાજ સાહેબે આશિર્વાદ પાઠવ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને શ્રીમતી અંજલીબેન રૂપાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, કર્ણાટક રાજયનાં રાજયપાલ વજુભાઈ વાળા, મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, શહેર ભાજપ અધ્યક્ષ કમલેશભાઈ મિરાણી, ધનસુખભાઈ ભંડેરી, પૂર્વ પ્રમુખ નિતીનભાઈ ભારદ્વાજ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, જીતુભાઈ કોઠારી, દેવાંગભાઈ માંકડ, નરેન્દ્રસિંહ ઠાકુર, જૈન શ્રેષ્ઠી ચંદ્રકાંતભાઈ શેઠ, જીતુભાઈ ચાવાળા, જીતુભાઈ બેનાણી, હરેશભાઈ વોરા, નિતીનભાઈ કામદાર, દિનેશભાઈ પારેખ, મેહુલ દામાણી, જયેશ વસા, સુજીત ઉદાણી સહિતનાં અનેક મહાનુભાવો ઉપરાંત મયુરભાઈની લાડકી દિકરીઓ કિંજલ અને રાજવીએ શુભેચ્છા પાઠવી છે.
સિંહની ગર્જના જેવો અવાજ એમની ખાસીયત રહી છે. બીકોમ સુધીનો અભયાસ કરનાર અને હાલમાં કીંજલ પ્રોપર્ટીઝનું સફળ સંચાલન કરતા મયુરભાઈ શાહ ભુતકાળમાં જૈન સોશ્યલ ગ્રુપ, રાજકોટ મીડટાઉનના પ્રમુખ તરીકે બેનમુન સેવા આપી ચુકયા છે. સંગીત, વાંચન અને પ્રવાસનો શોખ ધરાવનાર અને અનેકવિધ સેવાકીય-સામાજીક સંસ્થાઓ જેવી કે પંચનાથ મહાદેવ ટ્રસ્ટ અને પંચનાથ એનીમલ હોસ્પિટલમાં ચેરમેન તરીકે તેમજ જૈનમ, જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન, વિશ્ર્વ વણિક સંગઠન, દશાશ્રી માળી જૈન સમાજ, દીકરાનું ઘર-વૃદ્ધાશ્રમ, ફિલ્ડ માર્શલ બ્લડ બેંક, સ્થાનકવાસી જૈન શેઠ ઉપાશ્રય સાથે સંકળાયેલા છે. મયુરભાઈ શાહને મો.નં.૯૩૭૪૧ ૦૦૦૭૫, ૯૪૨૮૨ ૦૦૦૭૫ ઉપર અનરાધાર વર્ષા થઈ રહી છે.