દર વર્ષેે સમગ્ર ભારતમાં નેશનલ હેલ્થ પોર્ટલ દ્વારા ચક્ષુદાન જન જાગૃતિ અભિયાન દ્વારા લોકોમાં ચક્ષુદાન વિશે પૂરી સમજણ અને ચક્ષુદાન કેમ અને કેવી રીતે કરવું જોઇએ અને એક માત્ર ચક્ષુદાનથી બે અંધજનોને આપણે દ્રષ્ટિદાન આપી શકીએ, આ ઉપરાંત તે અંગે ઘણી માહિતી લોકો સુધી અને ઘર ઘર સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસના ભાગરૂપે આ પખવાડિયું દેશભરમાં ઉજવાય છે.
વિશ્ર્વની મોટી જૈનો સંસ્થા જૈન સોશ્યિલ ગ્રુપ્સ આંતરરાષ્ટ્રીય ફેડરેશનના પ્રમુખ લલિત શાહ, નિર્વાચિત પ્રમુખ અમિશ દોશી, મહાસચિવ અભય નાહરના સીધા માર્ગદર્શન હેઠળ ફેડરેશન ઉપપ્રમુખ મનીષ દોશી, રાજકોટ અને સૌરાષ્ટ્ર રિજીયનના ચેરમેન ડો.ચેતનભાઇ વોરા અને ઇન્ટરનેશનલ ડાયરેક્ટર નિલેશ કામદાર તથા ફેડરેશન આઇ ડોનેશન ડ્રાઇવના ચેરમેન ઉપેન મોદી સાથે 450થી વધૃ ગૃપો અને તેના 70000થી વધુ સભ્યો આ માટે તેના ગૃપોમાં અલગ-અલગ કાર્યક્ર આપી રહ્યા છે.
જેમાં આંખના રોગ જાણકારી તેમજ નેત્રનિદાન કેમ્પ, મોતિયાના નજીવા દરે ઓપરેશન, જન જાગૃતિ માટે અલગ ચોક, સર્કલ, મુખ્ય રસ્તાઓ ઉપર સ્લોગન સાથેના બોર્ડ વગેરે કાર્યક્રમો યોજાયા રહ્યાં છે.