98250 78302 પર રજીસ્ટ્રેશન કરાવનારાઓને લક્કી ડ્રોથી ટીવી, ફ્રીઝના મળશે ઉપહાર
માનવ સેવા એજ પ્રભુ સેવાના મંત્રને ચરિતાર્થ કરનાર રાજકોટ જૈન સોશ્યલ એલીટ દ્વારા આવતીકાલે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રક્તદાન કરનાર રક્તદાતાઓની કદરરૂપે વિમા પોલીસી અને પુરસ્કાર આપવામાં આવશે.
જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ આયોજીત આગામી તા.31-7-2022 રવિવારનાં રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જનકલ્યાણ એસી હોલ, જનકલ્યાણ સોસાયટી, ભગવાન મહાવીર સ્વામી ચોક પાસે રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.
આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં વિભાબેન હિતેશભાઇ મહેતાનાં સ્મરણાર્થે માતુ ગુલાબબેન અનીલભાઇ મહેતા પરિવાર તેમજ મનહરલાલ વર્ધમાનભાઇ સંઘવી, સ્વ.હર્ષદભાઇ ભુપતરાય સંઘવી તેમજ ઇન્દુભાઇ વોરા (વોરા ફાઉન્ડેશન) સહયોગી દાતા તેમજ લક્કી ડ્રો દ્વારા 11 ભાગ્યશાળી રક્તદાતાને 2 સોનાની અને 9 ચાંદીની ગીની આપવામાં આવશે. આ બ્લડ ડોનેશન કેમ્પનાં મેડીકલ પાર્ટનર સ્ટાર સિનર્જી દ્વારા બી.એમ.ડી., આર.બી.એસ., હાઇટ, વેઇટ, બ્લડપ્રેશર તેમજ ફીઝીશ્યન ડોક્ટરનું ક્ધસલ્ટન્ટ તદ્ન નિ:શુલ્ક કરી આપવામાં આવશે. તેમજ કોરોનાની સામે રક્ષણ આપતી વેક્સીન તેમજ બુસ્ટર ડોઝની પણ વ્યવસ્થા આ કેમ્પમાં કરવામાં આવી છે (આધાર કાર્ડ આધારીત). તેમજ એચ.ડી.એફ.સી. બેન્ક દ્વારા આકર્ષક ગીફ્ટ તેમજ સન્માન પત્ર પણ આપવામાં આવશે.
કેમ્પ આવતીકાલ રવિવાર તા.31-7-2022નાં રોજ સવારે 8 થી બપોરે 3 દરમ્યાન જનકલ્યાણ હોલ, જનકલ્યાણ સોસાયટી, ભગવાન મહાવીર સ્વામી ચોક પાસે (એસ્ટ્રોન ચોક) ખાતે આયોજન કરેલ છે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જૈન સોશ્યલ ગૃપ રાજકોટ મેઇન, વેસ્ટ, મીડટાઉન, ડાઉન ટાઉન, રોયલ, યુવા, સેન્ટ્રલ, જૈન જાગૃતિ સેન્ટર, દિગંબર જૈન સોશ્યલ ગૃપ, જૈન યુવા જુનીયર તથા મીડટાઉન લેડીઝ વિંગ, સંગીની ડાઉનટાઉન, સંગીની એલીટ, જૈન યુવા ગ્રુપ, શ્રીમદ્ રાજચંદ્ર સેવા ગ્રુપનો સહકાર સાંપડ્યો છે.
આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ડો.પ્રદિપભાઇ ડવ-મેયર રાજકોટ મહાનગર, ડો.દર્શિતાબેન શાહ- ડેપ્યુટી મેયર, રાજકોટ મહાનગર, રાજુ ભાર્ગવ – પોલીસ કમિશનર, રાજકોટ શહેર, હરેશભાઇ વોરા-પૂર્વ પ્રમુખ- જેએસજીઆઇએફ, મનીષભાઇ દોશી, ડો.ચેતનભાઇ વોરા, નિલેશભાઇ કામદાર, સેજલભાઇ કોઠારી, નિલેશભાઇ કોઠારી, જીતુભાઇ કોઠારી, રાજુભાઇ બાટવીયા, જીતુભાઇ બેનાણી, જ્યોતિન્દ્રભાઇ મહેતા, ઇન્દુભાઇ વોરા, નીતેશભાઇ કામદાર, અનીષભાઇ વાધર, જયેશભાઇ શાહ, સોનમ ર્ક્વાટઝ, સતીષભાઇ મહેતા-અબતક, કરણભાઇ શાહ, ભાવનાબેન દોશી, અમીષભાઇ દેશાઇ-તપસ્વી ઇન્ટરનેશનલ સ્કુલ, પ્રતિકભાઇ સંઘાણી, ડો.દિપકભાઇ મહેતા, મેહુલભાઇ રૂપાણી, અમીનેશભાઇ રૂપાણી, વિમલભાઇ ધામી, ધ્રુમીલભાઇ પારેખ, મીતલબેન વોરા, નિરાલીબેન પારેખ ઉ5સ્થિત રહેશે. આ કેમ્પમાં રાજકોટની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વીવીપી એન્જીનિયરીંગ કોલેજ, આત્મીય કોલેજ તેમજ ગીતાંજલી કોલેજનાં વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાશે તેમજ મોટી ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ વધુમાં વધુ જોડાય તે માટે પણ સંસ્થા કાર્યરત બની છે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં તમામ રક્તદાતાઓને આયોજકો તરફથી આકર્ષક ગીફ્ટ, એક લાખની અકસ્માત વિમા પોલીસી તથા સર્ટીફિકેટ એનાયત કરવામાં આવશે.
મોબાઇલ નંબર-98250 78302 ઉપર પ્રિ રજીસ્ટ્રેશન કરાવનાર રક્તદાતાઓ વચ્ચે લક્કી ડ્રો દ્વારા 40, 32 ઇંચનું ટીવી તેમજ 50 લીટરનું ફ્રીજ ગીફ્ટ તરીકે આપવામાં આવશે, આ ઉપરાંત લક્કી ડ્રો દ્વારા 11 રક્તદાતાઓને 2 સોનાની ગીની અને 9 ચાંદીની ગીની આપવામાં આવશે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સીવીલ હોસ્પિટલ બ્લડ બેન્ક તથા રેડક્રોસ બ્લડ બેન્કનો વિશેષ સહયોગ મળેલ છે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટનાં પ્રમુખ બકુલેશ મહેતા, ઉદય ગાંધી, અભય દોશી, ચેતનભાઇ પંચમીયા, જીજ્ઞેશ બોરડીયા, ઉપેન મોદી, મેહુલ દામાણી, પરાગ મહેતા, રૂષભ શેઠ, ધવલ શાહ, નિપેશ દેસાઇ, જીતુ પંચમીયા, જતીન શેઠ, આકાશ શાહ, ધવલ સંઘવી, વિમલ બાટવીયા, સુમેશ મહેતા સહિતનાં લોકો જહેમત ઉઠાવી રહ્યા છે.