સમગ્ર સપ્તાહ દરમિયાન અનેક જગ્યાએ રકતદાન કેમ્પ: રકતદાતાઓને આકર્ષક ગીફટ; અકસ્માત વીમા પોલીસી અને સર્ટીફીકેટ અપાશે: જૈન શ્રેષ્ઠીઓ ‘અબતક’ના આંગણે

જૈન સોશ્યલ ગુપ્સ ઇન્ટ. ફેડરેશન આંતર રાષ્ટ્રીય સંસ્થા છે. જેમા દેશ-વિદેશમાં પોતાના ૪૫૦ ગ્રુપ્સ અને ૭૦૦૦૦ થી વધુ સભ્યો ધરાવતી સંસ્થા છે. જૈન સોશ્યલ ગ્રુપ્સ ઇન્ટ. ફેડરેશન ૪૦મો ફેડરેશન ડે તથા આગામી તા.૧૧ ઓગષ્ટે થી તા. ૧૮ ઓગષ્ટ દરમ્યાન સેવા સપ્તાહ તરીકે ઉજવણી કરી રહ્યું છે. સૌરાષ્ટ્ર રીજીયન, આ સેવા સપ્તાહ અંતર્ગતમાં સામાજીક-ધાર્મિક કાર્યક્રમો યોજી રહ્યું છે. જેના ભાગ રુપે સૌરાષ્ટ્ર રીજીયન આયોજીત જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ પ્રાયોજીત આગામી તા. ૧૮-૮-૧૯ રવિવારના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જનકલ્યાણ હોલ, જનકલ્યાણ સોસાયટી એસ્ટ્રોન ચોક, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.

આજે ડગલે ને પગલે નાના મોટા અકસ્માતોમાં, પ્રસ્તુતાબહેનોને, થેલેસેમીયા પીડીત બાળકોને ઓપરેશન વેળાએ, ગંભીર બીમારીઓમાં લોહીની જરુર પડતી હોય છે. પરંતુ ઘણીવાર સમયસર અને પુરતા પ્રમાણમાં લોહી ન મળવાને લીધે મહામુલી જીંદગી જોખમમાં મુકાય છે. રકતદાન એ નવા જમાનાની નવી જવાબદારી છે. તેમજ રકતદાન એ આપણે સૌએ સ્વેચ્છાએ સ્વીકારેલો સામાજીક વેરો છે. ત્યારે કોઇ માતાના લાડકવાયા અને કોઇ બહેનીના વીરાને, કોઇની બહેનના સુહાગને અને નાના નાના ભુલકાઓના મમ્મી-પપ્પાને નવજીવન બક્ષવાના હેતુસર જૈન સોશ્યલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશનનો ૪૦મો ફેડરેશન ડે અને સેવા સપ્તાહ અંતર્ગત જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ દ્રવારા સૌને સાથે રાખી સૌના સહકારથી મેગા બ્લડ ડોનેશન કેમ્પ તથા થેલેસેમીક બાળકોને રકતતુલાનો કાર્યક્રમ આગામી તા. ૧૮-૮ ને રવિવારના રોજ સવારે ૮ થી બપોરના ર વાગ્યા જનકલ્યાણ હોલ, જનકલ્યાણ સોસાયટી એસ્ટ્રોન ચોક પાસે રાજકોટ ખાતે આયોજન કરલ છે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મેઇન વેસ્ટ,મીડટાઉન રોયલ યુવા, સેન્ટ્રલ જૈન જાગૃતિસેન્ટર, દિગંમબર જૈન સોશ્યલ ગ્રુપ જૈન યુવા જુનીયર તથા મીડટાઉન લેડીઝ વીંગ,સંગીની ડાઉનટાઉન સંગીની એલીટનો સહકાર સાંપડયો છે.

આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં હરેશભાઇ વોરા, પૂર્વપ્રમુખ રાજેશભાઇ શાહ ઉપપ્રમુખ પરેશભાઇ શાહ, ઇન્ટર નેશનલ ડાયરેકટર શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, તથા એસ.પી. બલરામ મીણા, જીતુભાઇ કોઠારી, મહામંત્રી ઇન્દુભાઇ વોરા જાણીતા ઉઘોગપતિ જયેશભાઇ શાહ, સોનમ કવાર્ટઝ, તુષારભાઇ ધ્રુવ પટેલ ઓટો કેર  રાજેન્દ્રભાઇ બાટવીયા, જૈન શ્રેષ્ઠી દર્શનભાઇ કામદાર જૈન શ્રેષ્ઠી નીતીનભાઇ કામદાર, જુલીયાના અમીષભાઇ દેસાઇ તપસ્વી સ્કુલ વિપુલભાઇ માંકડીયા, જાણીતા બીલ્ડર મેધલભાઇ પરીખ પોપ્યુલેરટુર્સ ટ્રાવેલ્સ નીરવભાઇ ઢોસા ડોટ કોમ હિતેશભાઇ મહેતા ઉપસ્થિત રહેશે.

આ મહા રકતદાન શિબીરમાં વધુમાં વધુ રકતદાન કરે તે માટે રાજકોટના તમામ જૈન સોશ્યલ ગ્રુપના હોદેદારો સતત કાર્યશીલ છે. અને આવનાર રકતદાતાને સરળતા રહે તેવું સુંદર વ્યવસ્થાને પણ આખરી ઓપ અપાઇ રહ્યો છે. આ કેમ્પમાં રાજકોટની મોટી ઇન્ડસ્ટ્રીઝ તેમજ કોલેજીસના વિઘાર્થીઓ વધુમાં વધુ જોડાય તે માટે પણ શૈક્ષણિક સંસ્થાઓનો પણ સંપર્ક સાધવામાં આવેલ છે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં તમામ રકતદાતાઓને આયોજકો તરફથી આકષક ગીફટ એક લાખની અકસ્માત વિમા પોલીસી તથા સર્ટીફીકેઠ એનાયત કરવામાં આવશે.

સેવા સપ્તાહ અંતગત આગામી તા. ૧૦-૮ ના રોજ ગામ આંબરડી, જસદણ ખાતે તા. ૧૧-૮ ના રોજ અલ્ટ્રા કેબલ શાપર ખાતે, તા. ૧૩ ના રોજ જયોતિ સીએનસી મેટોડા, તા.૧૪ ના રોજ એવીપીટી કોલેજ રાજકોટ ખાતે પણ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સૌરાષ્ટ્ર રીજીયન ચેરમેન મનીષભાઇ દોશી, સૌરાષ્ટ્ર રીજીયનના પ્રણવભાઇ શાહ, ચેરમેન ઇલેકટ, સેજલભાઇ કોઠારી, મંત્રી જૈન સોશ્યલ ગ્રુપરાજકોટ એલીટના પ્રમુખ પરાગભાઇ મહેતા, કાર્તિકભાઇ શાહ, વાઇસ ચેરમેન ડો. ચેતનભાઇ વોરા, ચેરમેન પિન્કેશભાઇ શાહ સહમંત્રી ઉન્મેશભાઇ કુંડલીયા સહમંત્રી હિરેનભાઇ ચેરમેન ચેતન પંચમીયા તથા રુષભ શેઠ, પ્રોજેકટ કમીટીના ઉપેન મોદી, હીતેન્દ્ર મીઠાણી, હિમાંશુ ખારા, હરેશ દોશી, નીતીન કાગદી, ચિરાગ દોશી, જીતુ લાખાણી, મેહુલ બાવીશી, સૌરભ સંઘવી, હિમાંશુ કોઠારી, અમિત તેજાણી, જીતેશ મહેતા, અમીત દોશી રોહીત પંચમીયા, મનીષ મતો, મનોજ દોશી, અતુલ લાખાણી, ઉદય ગાંધી, બકુલેશ મહેતા, જતીન શેઠ, આકાશ શાહ, અભય દોશી, ધવલ શાહ, જીતુ પંચમીયા, નિપેશ દેસાઇ, કરણ શેઠ, વિનય જસાણી, દિપ્તી ગાંધી, સોનલ દેસાઇ, શ્રીદેવી તંબોલી, વિરતી શાહ જાગૃીત લાખાણી પ્રીતી શાહ સહીતના લોકો જહેમત ઉઠાવી રહ્યા છે. વધુમાં વધુ લોકો રકતોદાન કરે તે માટે જૈન શ્રેષ્ઠીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.