ગોરેગામમાં ધીરજમુનિના સાંનિધ્યે સંઘલાણીનું વિતરણ

ગોરેગામ સ્થા.જૈન સંઘ મુંબઈ ખાતે ધીરજમુનિ મ.સા.ની નિશ્રામાં સંઘ સુવર્ણ જયંતિ વર્ષ નિમિતે અનેરો ધર્મોત્સાહ છવાયો છે. સકલ સંઘે ઉભા થઈને એકી અવાજે આગામી સં.૨૦૭૪ની આયંબિલ ઓળીની જોરદાર વિનંતી કરેલ. સોનલ જૈનના મધુર ગીતોથી સહુ ભકિતમાં લીન બન્યા હતા. સમોસરણની અધ્યક્ષતા જાણીતા દાતા મહેન્દ્રભાઈ ગાંધી (ધાનેરાવાળા)એ સ્વીકાર્યા બાદ ગુરુમહિમા ગીત રજુ કરેલ.

ધીરજમુનિ મ.સા.એ શ્રાવક જીવન ઉપયોગી પ્રકાશીત જૈનાગમનો પરિચય કરાવતા જણાવેલ કે જૈન શાસ્ત્રો આત્માની સાચી ઓળખાણ કરવામાં ઉપયોગી છે. ઉતરાધ્યયન સુત્ર અને વિયાક સુત્ર એકવાર શ્રાવકોએ અવશ્ય વાંચવા જેવા છે. જીવનની તમામ સમસ્યાનું સમાધાન મળી જશે. ગોરેગામ સંઘની પર્યુપાસનાને બિરદાવી સંઘ પ્રમુખ હરિભાઈ શીવલાલ શાહ, મહેન્દ્રભાઈ ગાંધી, જયેન્દ્ર અને શરદ શેઠ, મોતીભાઈ ગડા, સુરેશ વી.શેઠ, રમેશ સંઘાણી, તારીકા તેજસ શાહ વગેરેને આકર્ષક ગોલ્ડ પ્લેટેડ સિકકાની અર્પણ વિધિ કર્યા બાદ સંઘલહાણા તરીકે આપવાનું જાહેર કરાયું હતું. સચિત્ર જૈન રામાયણ-મહાભારતની લોકાર્પણ વિધિ મંજુલાબેન કાંતિલાલ અને સુધાબેન અનોપચંદ તુરખીયા પરિવારના હસ્તે કરાયેલ. હર્ષાબેન શેઠના હસ્તે ડ્રો અર્પણ કરાયેલ. તા.૧૨ને રવિવારે સવારે ૯ થી ૧૨ કલાકે નવકાર મહામંત્ર રહસ્ય શિબિર યોજાશે. તા.૧૮ના પવઈ ખાતે શ્રી મુકેશ એમ.દોશીના નિવાસે પધારશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.