સદર ઉપાશ્રયે ગોંડલ સંપ્રદાયના પૂ. ગુલાબબાઈ મહાસતીજીનો ૯૧મો જન્મોત્સવ ઉજવાયો હતો આ અવસરે સદર સંઘ પ્રમુખ કિશોરભાઈ દોશીએ સ્વાગત પ્રવચન કર્યું હતુ આ તકે ચંદ્રકાંતભાઈ શેઠ પૂ. ગુલાબબાઈ મ.સ.ને શુભેચ્છા આપી રોયલ પાર્ક જૈન મોટા સંઘમાં સમૂહ ચાતુર્માસમાં પધારવા ભાવભર્યો અનુરોધ કર્યો હતો. શાલીભદ્ર સરદારનગર સંઘના હરેશભાઈ વોરાએ પ્રસંગોચિત પ્રવચન આપ્યું હતુ.
આ અવસરે પૂ. ભદ્રાબાઈ મ.સ. પૂ. સાધનાબાઈ સંગીતાબાઈ મ.સ., પૂ. મીનળબાઈ મ.સ,, પૂ. દિક્ષીતાબાઈ મ.સ., પૂ. અજીતાબાઈ મ.સ., પૂ. વિનોદિનીબાઈ મ.સ., પૂ. ‚પાબાઈ મ.સ., પૂ. પલ્લવીબાઈ પ્રસન્નતાબાઈ મ.સ., સદર સંઘમાં પૂ. ગૂ‚ણી મૈયાની અપૂર્વ વૈયાવચ્ચ કરી રહેલા પૂ. તારાબાઈ મ.સ., પૂ. વિજયાબાઈ મ.સ., પૂ. કુંદનબાઈ મ.સ., આદિ સતિ વૃંદની પ્રેરક ઉપસ્થિતિ હતી. સર્વે સતિવૃંદ વતી પૂ. સંગીતાબાઈ મ.સ.,એ જણાવ્યું હતુ કે. પૂ. ગૂરણી મૈયા ગુલાબબાઈ મ.સ. એ તો ગોંડલ સંપ્રદાયનું ગૌરવ છે.જેઓનો સાત સાત દાયકાઓનાં સંયમ પર્યાયના કારણે તેઓ સંપ્રદાય વરિષ્ઠા છે અને શ્રમણીઓમાં શ્રેષ્ઠા અને ચારિત્ર જયેષ્ઠા છે.સદર સંઘને જંગમ તીર્થ બનાવવામાં નિમિત્ત બન્યાં છે. પૂ. સાધુ સંતોનાં દર્શન વંદન કરવાથી નીચ ગૌત્રનો ક્ષય થાય અને ઉંચ ગૌત્ર બંધાય આવું તીર્થકર પરમાત્મા ક્હે છે.
આ પાવન પ્રસંગે ચંદ્રકાંતભાઈ શેઠ, ડોલરભાઈ કોઠારી, હરેશભાઈ વોરા, મહેન્દ્રભાઈ મહેતા, કિશોરભાઈ દોશી, મધુભાઈ ખંધાર, જયંતભાઈ ભરવાડા, ધીરૂભાઈ વોરા, કિશોરભાઈ સંઘાણી, પ્રફુલભાઈ ઘાટલીયા, વિમલભાઈ શેઠ, અલ્પેશભાઈ મોદી, બિપીનભાઈ ગાંધી, અરવિંદભાઈ શાહ, જગદીશભાઈ શેઠ, બીપીનભાઈ ગાંધી, મનોજભાઈ પારેખ, પ્રફુલભાઈ શેઠ, મહિલા મંડળના અગ્રણી વીણાબેન શેઠ, સુલોચનાબેન ગાંધી સહિત વિશાળ પ્રમાણમાં ભાવિકો ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું સુંદર સંચાલન સદર સંઘના મધુભાઈ શાહે કર્યું હતુ.