શોભાયાત્રા વિવિધ માર્ગો પર ફરી: વેપારી મંડળ દ્વારા યાત્રાનું ફુલહારથી સ્વાગત કરાયું
ધોરાજી જૈન સમાજ દ્વારા પૂ.સિધ્યજી ભગવંત આદીઠાણા ચાર તથા પૂ.મહાસતીજી નિશ્રાય મા પર્યુષણ પર્વ ખુબજ ભકિત ભાવ તથા આનંદ ઉત્સાહથી ભવ્ય રીતે ઉજવવામાં આવેલ પર્યુષણ પર્વ નિમિત્તે એક ઉપવાસ થી માસક્ષમણ (૩૦ઉપવાસ)સુધી ની ઉગ્ર તપશ્રયયો ઓ થયેલ રોજ પૂજ્ય શ્રી ઓના વ્યાખ્યાન પ્રતિક્રમણ સનાત્ર પૂજા ભક્તિ સંધ્યા સ્વામિ વાત્સલ્ય વિ.નુપણ આયોજન કરવામાં આવેલ તપગચછ સંધ દ્વારા શુક્રવારનાં રોજ સવારે પ્રભુજીનું ચાંદીનું પારણું તથા ત્રિશલા માતાજીએ નિરખેલ ચાંદીનાં ચૌદ સપનો તથા ચાંદીની પાલખીમાં બિરાજીત પ્રભુજી પ્રતિમા તથા તપગચછ સંધનાં પ્રમુખ લોકાગચછ સંઘના પૂર્વ પ્રમુખ એવાં નગીન ભાઈ વોરા તથા લલિત ભાઈ વોરા તથા અરવિંદ ભાઈ શાહ , રમેશભાઈ શાહ,હિરેનભાઈ,ભાવેશ ભાઈ,નિરંજન ગૃપનાં ચિરાગ વોરા,વિપુલ મહેતા,તેજસ મહેતા,વગેરે આગેવાનો સાથે બહોળી સંખ્યામાં જૈન સમાજનાં ભાઈઓ અને બહેનો જોયાં હતાં નિરંજન ગૃપ તરફ થી શરબતનું વિતરણ કરવામાં આવ્યુ હતુ આ તકે પર્યુષણ પર્વ નિમિત્તે આજરોજ ભવ્ય શોભાયાત્રા નિકળી હતી ધોરાજી નાં વિવિધ માર્ગો પર આ શોભાયાત્રા નિકળી હતી વેપારી ઓ મંડળ દ્વારા શોભાયાત્રા નું ભવ્ય ફુલો થી સ્વાગત કરવામાં આવ્યું હતું.