જૈન સાધર્મિક સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી વ્યાજબી દરની દવાઓ અને ડેસફેરાલ ઈન્જેકશનોની સહાય આપવામાં આવે છે. તેમજ કેન્સરના દર્દીઓને દવાઓપુરી પાડે છે. છેલ્લા બે વર્ષથી આ સંસ્થા એ થેલેસેમીયા મેજર દર્દીઓની સેવા કરવાનું બીડુ ઉપાડેલ છે.
જેના ભાગપે અંદાજે ૨૦૦ જેટલા દર્દીઓને નિયમિતરૂપે સિપલા કંપનીની કેલ્ફર દવા અને નોવાર્ટીસ કંપનીના ડેસ્ફેરાલ ઈન્જેકશન ટોકન દરે આપવામાં આવે છે. અબતકની મુલાકાતે આવેલા સંસ્થાના આગેવાનોએ જણાવ્યું હતુ કે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિમાં સમાજના કેટલાક દાતાઓનું યોગદાન છે. અમારો પ્રયાસ છે કે વધુમાં વધુ જરીયાતમંદ લોકો આ સેવાનો લાભ લઈ શકે.
કાર્યક્રમને સફળ બનાવવા પ્રફુલભાઈ રવાણી, નલીનભાઈ બાટવીયા, અજયભાઈ વખારીયા, પ્રશાંતભાઈ શેઠ, પ્રકાશભાઈ શાહ, પ્રદીપભાઈ જાની, બહાદૂસિંહ ઝાલા, રાજેન્દ્રભાઈ પરમાર, મીનાબેન મહેતા, પુજાબેન મહેતા, કેવલભાઈ મહેતા, પુનમબેન લીંબાસીયા, ધ્રુવભાઈ રાવલ અને રોહિત રાવડીયા જહેમત ઉઠાવી રહ્યા છે.