૬૫ વર્ષનાં રબારી પરિવારનાં વર્ષિતપ પારણાના ત્રિદિવસીય મહોત્સવનું આયોજન: ૩૦મીથી ધાર્મિક કાર્યક્રમોની હેલી
અજરામર જૈન શાશનમા ૧૦૦ વર્ષ પહેલા દિક્ષીત સંતોએ ઝાલાવાડ કાઠીયાવાડ ના ગામોમા હજારો માઇલ પગપાળા ચાલી વિહાર કરીને પ્રાણીરક્ષા અને અબોલ પશુઓની થતી ક્રુર બલી ચઢાવવાની પ્રથાઓ બંધ કરવવા જીવદયાનુ અનોખુ મિશન ચલાવનારા જૈનમુનિજેઠમલજી જેનો જન્મ કારડીયા રાજપુત સમાજમા એ વખતે સાયલા તાલૂકાના ખાટડી ગામે તા.૭.૬.૧૮૮૫ મા થયો હતો તેમના પિતા જીજીભા અને માતા બોનજીબા ના પ્રાણીમાત્ર પર દયા અને ધાર્મિકવૃતિ ના ધાર્મિક સંસ્કારો નાનપણથી જેઠીજી મા હતા માત્ર ૧૬ વર્ષની વયે તેમને વૈરાગ્યભાવના જાગી જૈનમુનિ લવજીસ્વામી પાસે તેમને જૈનદિક્ષા અંગીકાર કરી જીવદયા કરુણા અને અહિંસાનો ઉપદેશ આપતા અનેક રાજયોમા વિહાર કરેલ જામનગર ના જામસાહેબ વાકાનેરના પ્રતાપસિહ સહીત બ્રિટીશ રાજયના રાજાઓને પણ તેમના પ્રત્યે માન હતુ કતલખાના અને પશુઓ માટે દયાભાવ માટે અદભુત મિશન ચલાવનારા જૈનસંતજેઠમલજીએ સયંમજીવનના છેલ્લા પાચ વર્ષ મોરબી મહેતાસોપ મા વિતાવેલ દિવાળી ના દિવસે ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણ દિવસેજ મોડી રાત્રીના કાઉસગ્ગ અવસ્થામાજ કાળધર્મ પામેલ ખાટડીના પનોતાપુત્ર જેઠમલજીની જન્મભુમિ મા જૈનોનુ એકપણ ધર નહોવા છતા સમસ્ત ખાટડીગામ મા જૈનધર્મના રંગે રંગાયેલ જોવા મળેલ છે તેમનો પશુ પંખી પ્રેમ અને જીવદયાનો ઉપદેશ ની યાદ તાજી રાખવા ખાટડી ગામે જૈનસંતજેઠીમલજીસ્વામી પક્ષીધર બનાવેલ જેનુ ઉદધાટન પુ.ભાસ્કરજી સ્વામી ની પાવન નિશ્રામા થશે
પુ.આધ્યાત્મમક યોગી ભાવચંન્દ્રજી એ ૨૦૧૬-૧૭ બે વરસ મા ખાટડી ગામના ગરાસદાર રાજપુત ઝાલા પરિવાર અને રબારી પરિવારોમામોક્ષ ગતિ પામવા જીવનમા કરેલા કર્મો ખપાવવા જપ તપ નો મહીમા સમજાવતા ઝાલા પરિવારમા પાચ પાચ વરસીતપ ની ઉગ્ર તપસ્યા સ્વરુપબા રાજેન્દ્રસિહ ઝાલા .ગ.સ્વ કુસુમ્બા ખોડુભા ઝાલા .નિતાબા નરેન્દ્રસિહ ઝાલા. નયનાબા જયવિરસિહ ઝાલા અને તાજેતરમા મીનાબા નરેન્દ્રસિહ ઝાલા એ વરસીતપ ની તપ આરાધના પુર્ણ કરી કચ્છમા ભિમોરા ખાતે શાતા પુર્વવક પારણા કરેલ જપ તપ નો મહીમા ન્યારો તેમ તપઆરાધકો માથી પ્રરણા લઇ રબારી પરિવાર ના ૬૫ વર્ષિય હિરાબેન લધરાભાઇ ગલચરે અખંડ પર્ણે તેર મહીના અને તેર દિવસ સુધી એકાંતરા ઉપવાસ જેમા માત્ર ઉકાળેલ પાણી તે પણ રાત્રી દરમ્યાન ત્યાગ સાથે ખુબ જ શાતા પુર્વવક પુર્ણ કરી રહયા છે ત્યારે સમસ્ત ખાટડીગામ તેમના ઇશુરક્ષ (પારણા) કરાવવા થનગની રહયુ છે.
તા.૩૦.૬.૧૮ ના શનિવારે પુ.ગુરુદેવ ભાસ્કરજી મહારાજ ખાટડી ગામે પધરામણી કરી તપસ્વીને તપસ્યા ઉપર બે કળશ સ્વરુપ છઠ્ઠ ના પચ્ચખાણ અને સંકલ્પ પ્રતિજ્ઞા ગુરુમુખેથી સંભળાવશે રાત્રીના ૮.૧૫ કલાકે ભકિતસંધ્યા જેમા અભદાવાદના સંગીતકાર સંકેતશાહ તપસ્વીના ગીતોની અનુમોદના કરશે તા.૧.૭.૧૮ ના રોજ મહા માંગલિક અને પ્રરખર પ્રચારક પ્રાણીમિત્ર જેઠમલજી મહારાજ પંખીધર નુ ઉદધાટન કરવામા આવશે તપસ્વીના પિતાપાચાભાઇ નાજાભાઇ ચોટીલા તરફથી મહાપ્રસાદ .તા.૨.૭.૧૮ ના દિવસે તપસ્વીની ઝાઝરમાન શોભાયાત્રા અને નવ કલાકે શેરડીના રસ વડે તપસાવીને પારણા કરાવામા આવશે આ પ્રસંગે રબારી સમાજના આસ્થાના સ્થળ વડવળા મંદિર ધામ દુધઇ ના મહંતરામબાલક દાસજી આશિર્વચન પાઠવશે બપોર ના લધરાભાઇ નારાયણભાઇ ગલચર પરિવાર તરફથી મહાપ્રસાદ નુ આયોજન કરવામા આવેલ છે
બે હજારની વસ્તી ધરાવતા નાનકડા એવા ખાટડી ગામે જૈન ધર્મની કઠોર તપ કરનાર હિરાબાના પારણા પ્રસંગે અનેક સંતો મહંતો મહાનુભાવો તેમજ જૈન જૈનેતરોનુ સ્વાગત કરવા તેમજ કાર્યક્રમ ને દિપાવવા જૈન સંતજેઠમલજી સ્વામી સાર્વજનીક સેવા સંધ તથા રાજભા ઝાલા હનુભા ઝાલા ગભરુભાઇ સહીત સમસ્ત ખાટડી ગામ થનગની રહયુ છે