ગુજરાત રત્ન પૂ. સુશાંતમૂનિ અને રાષ્ટ્રસંત પૂ. નમ્રમૂનિ મ.સા.ની શુભ નિશ્રામાં કેમ્પ યોજાશે
ગાદીપતિ પૂ.ગૂદેવ ગિરીશમૂનિ મ.સા સંપ્રેરિત, તેમની તૃતીય વાર્ષિક પૂણ્યતિથિ નિમિતે, ગુજરાતરત્ન પૂ.ગૂદેવ સુશાંતમૂનિ અને રાષ્ટ્રસંત પૂ. ગૂદેવ નમ્રમૂનિ મહારાજ સાહેબની શુભ નિશ્રામાં જૈન પ્રોગ્રેસિવ ગ્રુપ શ્રી શેઠ ઉપાશ્રય દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ રાજકોટ વોલંટરી બ્લડ બેંક એન્ડ રીસર્ચ સેન્ટરના સથવારે આવતીકાલે સવારે ૯ થી બપોરે ૨ વાગ્યા સુધી તૃતીય રકતદાન કેમ્પનું આયોજન શેઠ ઉપાશ્રયે પ્રસંગ હોલની બાજુમાં ૧૫૦ ફૂટ રિંગરોડ, ખાતે કરાયું છે.જે અંગે વિસ્તૃત વિગત આપવા ચંદ્રકાંતભાઈ શેઠ જગદીશભાઈ ગોસલીયા, દિનેશભાઈ ટીંબડીયા, વિજયભાઈ આશરા, હસુભાઈ શાહ, પ્રકાશભાઈ આશરા, જગદીશભાઈ શેઠ, ભાવીનભાઈ ઉદાણી અને જતીનભાઈ કોઠારીએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
૧૮ થી ૬૫ વર્ષની કોઈપણ સ્વસ્થ વ્યકિત રકતદાન કરી શકે છે. જે કોઈનું જીવન બચાવી શકે છે. ઉપરાંત રકતદાતાને પણ ઘણા ફાયદાઓ થાય છે. જેવા કે હેપેટાઈટીસ એચઆઈવી જેવા દર્દોની ફ્રી તપાસ રકતદાનથી શરીરમાં પડેલ લોહીની ઘટ શરીર નવું લોહી બનાવી ને પૂરી પડે છે. જેના કારણે રોગપ્રતિકારક શકિતનો વિકાસ હિમોગ્લોબીનનું તથા કોલેસ્ટરોલનું સંતુલીત પ્રમાણ કેન્સરના ખતરાથી બચાવ હાર્ટકે લીવર ડેમેજ થવાની ઓછી શકયતા આ બધા અને ઓકસીજનના સંતુલીત પ્રમાણના કારણે બ્લોકે જ કે કલોટિંગની શકયતા ઓછી છે. રકતદાન કેમ્પમાં ઉપસ્થિત રહી રકતદાન કરવા શહેરીજનોને અનુરોધ કરાયો છે. વધુ વિગત માટે જગદીશભાઈ મો.નં. ૯૮૨૫૦ ૩૨૫૪૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.