જૈન સમાજની એકતાના ઉદેશ્ય સાથે સમાજ જો સંગઠિત બને તો દરેક કાયે સરળતાથી સંપન્ન થાય છે : ઈશ્વરભાઈ દોશી
તન,મન અને ધનથી જૈન સંગઠનને સહયોગ આપીશું : ચંદ્રકાન્તભાઈ શેઠ
જૈનના કોઈ પણ વ્યક્તિને કે સમાજને કોઈ ખોટી રીતે હેરાનગતિ કરશે તો તેને સુરક્ષા આપવા જૈન સંગઠન ઢાલ બની સુરક્ષા પ્રદાન કરશે : ગીરિશભાઈ મહેતા
રાજકોટના અઢારે વોર્ડ માં સંગઠન કાર્ય કરશે : ડો. તેજસભાઈ શાહ
તારીખ ૧/૭ જૈન સમાજ પણ થયો એક સાથ : મિલનભાઈ કોઠારી
જૈન સંગઠન એ સાંપ્રત સમયની આવશ્યકતા છે: પ્રવિણભાઈ કોઠારી
વીસાશ્રીમાળી જૈન સમાજની વાડી કરણપરા ખાતે રાજકોટની જૈન વિઝન સંસ્થા દ્રારા સમસ્ત રાજકોટના ચારેય ફિરકાઓઓને તથા અઢારે વોડેને આવરી લેતું ” જૈન સંગઠન ૧૦૦૮ ” નામ સાથે એક સંગઠન જૈનના ચારેય ફિરકાઓના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં ખુલ્લું મુકાયુ.
ઉપસ્થિત દરેક કાયેકરોનું શબ્દોથી સ્વાગત નીતિનભાઈ મહેતાએ કરેલ.જૈન સમાજના અગ્રણી રોયલ પાકે મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ શેઠે પોતાના વકતવ્યમાં જણાવ્યું કે તન,મન અને ધનથી અમો આ સંગઠનને સહયોગ આપીશું.જોમ – જુસ્સા સાથે સંગઠનમાં વિશાળ પ્રમાણમાં જોડાવવા સૌને આહવાન કરેલ.
ગોંડલ સંપ્રદાયના અગ્રણી પ્રવિણભાઈ કોઠારીએ સંગઠનનો વ્યાપ કેમ વધારવો તેનું સુચારૂ માગેદશેન આપતા કહ્યું કે સાંપ્રત સમયમાં જૈન સમાજના સંગઠનની તાતી જરૂરીયાત છે.જૈન મોટા સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ દોશીએ કહ્યું કે સમાજ જયારે સંગઠિત બને છે ત્યારે ભલભલાએ ઝૂકવુ પડે છે અને તેનો તાજુ ઉદાહરણ એક લાખ નિર્દોષ ઘેટા – બકરાને શાહજહામાં નિકાસનો નિણેય સરકારે પડતો મુકવો પડ્યો તે છે.તેજોતરાર ઉત્સાહી દેરાવાસી મૂર્તિપૂજક સમાજના યુવા અગ્રણી ગિરીશભાઈ મહેતાએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે આ જૈન સંગઠન રાજકોટના એક લાખ ઉપરાંત જૈનોની ઢાલ બનીને સુરક્ષા પ્રદાન કરશે.ઉદાર દિલા દાતા સોનમ કવાટેઝના એમ.ડી. જયેશભાઈ શાહે સંગઠનના હેતુઓની સરાહના કરી પૂણે સહયોગની ખાતરી આપેલ. ડો. તેજસભાઈ શાહે સંગઠના ઉદેશોથી સૌને માહિતગાર કરેલ.
અમિતભાઈ દેસાઈએ જણાવ્યું કે તાજેતરમાં અમારા પરિવારને અમુક લોકોએ પરેશાન કરેલ ત્યારે જૈન સમાજના અગ્રણીઓ જયોતિન મામા, મયુરભાઈ શાહ, મિલનભાઈ કોઠારી, ડોલરભાઈ કોઠારી સહિતના અગ્રણીઓએ જે હિંમત અને હૂંફ આપી છે તે જિંદગીભર સ્મરણમાં રહેશે.જૈન સંગઠન ૧૦૦૮ના કમેઠ કાયેકર મિલનભાઈ કોઠારીએ કહ્યું કે જોગાનુજોગ આજે તારીખ ૧/૭ એક સાત છે અને જૈન સમાજ એક સાથ દ્રશ્યમાન થાય છે તે આપણા સમાજ માટે આનંદની પળ છે. વધુમાં મિલનભાઈ કોઠારીએ જણાવ્યું કે આજે ૨૦૮ આમંત્રિત સભ્યો ઉપસ્થિત છે જે આવનારા દિવસોમાં ૧૦૦૮ની સંખ્યામાં પરિવર્તીત થાય તેવા આપણે સૌએ સુપ્રયત્ન કરવાના છે. ઉપસ્થિત સૌએ સાતાકારી નવકારશી કરેલ તેના લાભાર્થી ચંદ્રકાન્તભાઈ શેઠ હતાં.
જૈન સંગઠન ૧૦૦૮ ઉદ્ઘાટન કાયેક્રમમાં ચંદ્રકાન્તભાઈ શેઠ, પ્રવિણભાઈ કોઠારી, ઈશ્વરભાઈ દોશી, જયેશભાઈ શાહ, મિલનભાઈ કોઠારી, ધીરેનભાઈ ભરવાડા, મનોજભાઈ ડેલીવાળા, અખિલભાઈ સુનિલભાઈ શાહ, કૌશિકભાઈ વિરાણી, સુનિલભાઈ કોઠારી, ગિરીશભાઈ મહેતા, ભરતભાઈ દોશી, પરેશભાઈ સંઘાણી, કમલેશભાઈ મહેતા, સુશીલભાઈ ગોડા, દિપકભાઈ પટેલ, કૌશલભાઈ ગોસલીયા, પ્રગનેશભાઈ રૂપાણી સહિત ચારેય ફિરકાઓના અગ્રણીઓ સહિત અનેક સભ્યો ઉપસ્થિત રહેલ.
કાયેક્રમને સફળ બનાવવા માટે રાજીવ ઘેલાણી, નીતિન મહેતા, ડો.તેજસ શાહ, ગૌરવ દોશી, કેવિન ઉદાણી, કુણાલ મહેતા, કેતન સંઘવી, પારસ વખારીયા, હિતેષ મણિયાર વગેરે સેવાભાવી કાયેકરોએ ભારે જહેમત ઉઠાવેલ. ઉપસ્થિત દરેકનો આભાર ગૌરવભાઈ દોશીએ વ્યક્ત કરેલ. સમગ્ર કાયેક્રમનું બેનમૂન અને કાબિલેદાદ સૂત્ર સંચાલન જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાએ કરેલ તેમ જૈન સંગઠનની યાદિમાં જણાવાયું છે.