સ્ટાર્ટર, મેઈન કોર્સ, સ્વીટ ડીસીસથી લઈ ડેઝર્ટ સુધીની મોં માં પાણી આવે તેવી વાનગીઓ બનાવાઈ
મહિલાઓની કુકીંગ સ્કીલ ખીલવવા તેમજ કૌશલ્યને પ્રોત્સાહન આપવા જૈન વિઝન દ્વારા મહાવીર જન્મોત્સવની ઉજવણી અંતર્ગત જૈન કુકીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે વિવિધ ૯૦થી વધુ સ્પર્ધક બહેનોએ શેઠ ઉપાશ્રય ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. દિપ પ્રાગટ્યથી શ‚ કરાયેલા કાર્યક્રમમાં યુથ આઈકન બનેલા એવા રીવાબા જાડેજા, જાણીતા તબીબ ડો.બીના ત્રિવેદી, તેજલબેન કોઠારી, પૂર્વ ડેપ્યુટી મેયર દર્શિતા શાહ, કુકીંગ કિંગ હિના ગૌતમ, ડો.બબીતા હાપાણી, અરૂણાબેન મણીયાર, ભૂમિકાબેન દેસાઈએ હાજરી આપી હતી.
વાનગી સ્પર્ધામાં વિવિધ સલાડ, ફ્રાઈમ્સ વાનગી, મિઠાઈ, કટલેશ, સ્વીટ તેમજ અલગ અલગ ટોપીંગ અને ગાર્નીસીગ સાથે મોં માં પાણી આવી જાય તેવી ડિસીસ તૈયાર કરવામાં આવી હતી. જેમાં હેલ્ધી કોન કબાબ, દૂધપાક, ડ્રાયફૂટ ડિલાઈટ જેવી અનેકવિધ વાનગીઓનું નવસર્જન કરવામાં આવ્યું હતું.
તેમજ બાળકોથી લઈ દરેક વયની વ્યક્તિને ભાવે તેવી વિવિધ વાનગીઓની સ્પર્ધા રાખવામાં આવી હતી. અંતે વિજેતા બહેનોને સન્માનપત્ર અને ભવ્ય ઈનામો આપી બિરદાવવામાં આવ્યા હતા. દરેક સ્પર્ધકોને ફોર્ચ્યુન દ્વારા ૧ લીટર તેલ અને કૃણાલ મહેતા તરફથી કોફીનું પાઉચ આપવામાં આવ્યું હતું.
કુકિંગ સ્પર્ધામાં મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો: ભૂમિકાબેન દેસાઈ
ભૂમિકાબેન દેસાઈએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જૈન વિઝન દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે જેના ભાગ‚પે આ વખતે બહેનો માટે જૈન કુકીંગ કોમ્પીટીશન લઈને આવ્યા છીએ જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો છે. આ સ્પર્ધામાં બનાવવામાં આવેલી તમામ વાનગીઓ જૈન લોકો ખાઈ શકે તે પ્રકારે બનાવવામાં આવી છે. જેમાં કાંદા અને લસણનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. મહિલાઓએ વિવિધ પ્રકારના સ્ટાર્ટર, મેઈન કોર્ષ તેમજ સ્વીટ ડિસીસ બનાવી છે. આ તકે માસ્ટર શેફ હિનાબેન ગૌતમે ખાસ હાજરી આપી હતી. સ્મીથ કિચનના શેફે હાજરી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા જૈન વિઝનના મિલનભાઈ કોઠારી તેમજ લેડીઝ ટીમે જહેમત ઉઠાવી હતી.