પાંસઠીયા યંત્રરાજના જાપ, આગમ પ્રશ્ર્ન મંચ, આગમ ભાવપૂજનનું આયોજન
ગૌરવવંતા ગોંડલ સંપ્રદાય ના સૌરાષ્ટ્ર કેસરી પંડિતરત્ન પ્રાણલાલજી તપસમ્રાટ ગુરૂદેવ રતિલાલજી પટ્ટધર શિષ્યરત્ન આગમ દિવાકર આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ગુરુદેવ જનકનિની હાજરીમાં તેઓના સ્વમુખેથી નવરાત્રીના નવલા દિવસોના દરેક વર્ષના પ્રથમ રવિવારના થયેલા અને આજે પણ સૌ શ્રધ્ધાવત ગુરુભક્તો ના હૈયે વસેલા એવા મહાપ્રભાવક પાંસઠીયા યંત્રરાજના સામૂહિક જાપ આરાધનાનું દિવ્ય અને ભવ્ય આયોજન ધર્મનગરી રાજકોટમાં ચાતુર્માસ કલ્પ અર્થે બિરાજતા શાસનચંદ્રિકા હીરાબાઈ, સરળ સ્વભાવી, વિજયાબાઈ, વિનયપ્રજ્ઞા , સાધનાબાઈ , સુદીર્ઘ તપસ્વી વનીતાબાઈ , દીક્ષિતાબાઈ , રાજેમતીબાઈ , સદાનંદી સુમતિબાઈ , સાધ્વીરત્ના વિનોદીનીબાઈ સાધ્વીરત્ના મનીષાબાઈ , પ્રવચન પ્રભાવિકા હસ્મિતાબાઈ , મધુર વ્યાખ્યાતા સુનિતાબાઈ , પ્રવચન પ્રભાવિકા રૂપાબાઈ, એવમ્ ડુંગર દરબારના સર્વે મહાસતીજીશ્રીઓના પરમ સાંનિધ્યે અને વર્ધમાન સેવા સંઘ સંચાલિત આગમદિવાકર ગુરૂદેવનું સાકાર થયેલ સ્વપ્ન અને ગુરુકૃપાશિષે 96 છાત્રાઓ અભ્યાસ અર્થે પ્રવેશ મેળવેલ છે તે જૈન ક્ધયા સુસંસ્કાર તીર્થના સ્મૃતિભવન મધ્યે તા.2 રવિવારના સવારે 9 થી 12 કલાકે મહાપ્રભાવક એવા પાંસઠીયા યંત્રરાજના જાપ , આગમ પ્રશ્નમંચ આગમ ભાવપૂજન નું અનેરૂ આયોજન કરવામાં આવેલ છે.તા.2 રવિવારના સુયોદયના સોનેરી કિરણોની સાક્ષીએ સવારના 7 કલાકે સાધના આરાધના ટ્રસ્ટ રાજગીરી ઉપાશ્રય મિલાપનગર મેઈન રોડ , ઈનોવેટીવ સ્કૂલ પાસેથી વિનયપ્રજ્ઞા સાધનાબાઈ સંગીતાબાઈ આદી ઠા .2 ના દર્શન કરી તેઓના શ્રીમુખેથી માંગલિક શ્રવણ કરી પ્રભાવના લઈને આગમ શોભાયાત્રાનો પ્રારંભ થશે જે કાલાવડ રોડ આત્મીય કોલેજ થઈને ક્ધયા છાત્રાલયે પૂર્ણ થશે . આગમ શોભાયાત્રામાં રાજકોટ જૈન સંઘ સંચાલીત મહિલા મંડળના ત્રણ – ત્રણ બહેનો લાલ લીલા શુકનવંતા વસ્ત્ર પરિધાન કરી મસ્તક ઉપર ડેકોરેટીવ છાબડીમાં આગમ – કળશ લઈ જોડાઈ શકશે તેમજ રૂટમાં ટેલેન્ટ પરર્ફોમન્સ કરી શકશે તેઓને વિશિષ્ટ પ્રભાવના કરવામાં આવશે.