ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મ.સા. તથા સતીવૃંદના સાનિઘ્યમાં ત્રિરંગી સામાયિક અને નવકાર મહામંત્રની જપ સાધના
પૂ. ગુરુદેવ જનકમુનિ મ.સા. ની ૮૬મી જન્મજયંતિનો રુડો અવસર ગુજરાતરત્ન સુશાંતમુનિ મ.સા.ના સોનેરી એવમ શાસનચંદ્રીકા પૂ.હીરાબાઇ મ. ના લધુભગિની પૂ. જયોતિબાઇ મ. ઉગ્ર તપસ્વીની પૂ. સ્મિતાબાઇ મ. વિશાળ પરિવારધારક પૂ. મુકત લીલમ ગુરુણીના સુશિષ્યાઓ પૂ. અજીતાબાઇ મ. પૂ. સુનિતાબાઇ મ. પૂ. પૂર્ણાબાઇ મ.પૂ. હેમાંશીબાઇ મ. પૂ. નમેતાબાઇ મ. અને ડો. પૂ. અજીતાબાઇ મ. પૂ. સુનિતાબાઇ મ. પૂ. પૂર્ણાબાઇ મ. પૂ. હેમાંશીબાઇ મ. પૂ. નમુતાબાઇ મ. પૂ. નમુતાબાઇ મ. અને ડો. પૂ. પન્નાબાઇ મ. ની પ્રેરક ઉ૫સ્થિતિ અને વિશાળ સંખયામાં ગુરુભકિત માટે હાજર રહેલ શ્રઘ્ધાવંત જીજ્ઞાસુ શ્રાવકભાઇઓ બહેનો તેમજ દાતાશ્રીઓની ઉ૫સ્થિતી વચ્ચે સ્મૃતિભવનના હોલમાં જપ સાધના થી ભવ્યાતિભવ્ય રીતે ઉજવાઇ ગયેલ.
વર્ધમાન સેવા સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઇ દફતરીએ સૌનું સ્વાગત કરીને પૂ. ગુરુદેવના પ્રભાવની વાત કરી સૌને ગુરુદેવની નજીક લાવી યાદ કર્યા હતા.આત્મદિવાકર પૂ. સુશાંતમુનિ મ.સા. તથા સાઘ્વીરત્ના પૂ. પુર્ણાબાઇ મ. એ એમના સમર્થ ગુરુભગવંત પૂ. જનકમુનિ મ.સા. ને સ્મૃતિપટ ઉપર લાવીને એમના હાથે થયેલ એક એક સતકાર્યો સદગુણોને વણી તેમના પ્રભાવની ભાવવાહી શબ્દોમાં ભાવાંજલી અપર્ણ કરેલ હતી.
રાજકોટના ગૌરવસમા હાસ્ય કલાકાર જય છનીયારાએ પણ પૂ. જનકગુરુને તેમના માર્મિક શબ્દોથી યાદ કરી સાથો સાથ હાસ્યની છોડ ઉડાડીને સૌને મંત્રમુગ્ધ કરેલ હતા તે જ રીતે કાર્યક્રમનું સંચાલન કરતા કરતા ડોલરભાઇ કોઠારીએ પૂ. ગુરુદેવના ચમત્કાર તથા વાણીના પ્રભાવનીવાત કરી સૌને ગુરુદેવથી અવગત કરાવેલ હતા. ટ્રસ્ટી રાકેશભાઇ ગોપાણીએ કહ્યું હતું કે હું અને મારો પરિવાર આજે જે સ્થાન ઉપર છીએ તે ગુરુદેવને આભારી છીએ. રુસાલી સગાલા એ પૂ. ગુરુદેવને શબ્દો દ્વારા યાદ કરેલ હતાં.
ચંદ્રકાંતભાઇ દફતરીનું જૈન સમાજવતી અદકેરુ અભિવાદન ફેમ અર્પણ કરીને ચંદ્રકાંતભાઇ શેઠ, ડોલરભાઇ કોઠારી, રાકેશભાઇ ગોપાણી, જીમ્મીભાઇ અભયભાઇ પારેખ, રાજુભાઇ દફતરી, મનોજભાઇ પારેખ, સોનલબેન ગોપાણી, સોનલબેન શાહ, અને હર્ષાબેન ગણાત્રાએ કરેલ હતું.
ક્ધયા છાત્રાલયની દિકરીઓને દત્તક લેવા માટે અમેરીકાથી દાતાઓ તરફથી આવેલ રૂપિયા ત્રણ લાખનો ચેક સોનલબેન શાહએ સેવા સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઇ દફતરીને આપવામાં આવેલ.