પ્રખ્યાત ફિલ્મ સંગીતકાર પંકજ ભટ્ટના સાંજીદાઓ અને ચુનીંદા સિંગરોએ ખેલૈયાઓનું જોમ વધાર્યુ: રાસોત્સવનો મેગા ફાઈનલ રાઉન્ડ સંપન્ન
માં આદ્યાશક્તિની આરાધનાના નવલા નવરાત્રી તા.૨૯ સપ્ટેમ્બર થી તા.૭ ઓક્ટોબર ૨૦૧૯ સુધી એમ ૯ દિવસ માટે જૈનમ નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવેલ છે, નવમાં નોરતે રાત્રે ૯.૦૦ કલાકે પારીજાત પાર્ટી પ્લોટ ખાતે માં જગદંબાની આરતી પ્રજાપતિ સમાજનાં આગેવાન ઉપરાંત અન્ય સમાજમાંથી દિનેશભાઈ પારેખ, હેમેન્દ્રભાઈ, જયેશભાઈ શાહ, સુનીલભાઈ શાહ, બ્રિજેશભાઈ મહેતા, ધિરેનભાઈ ભરવાડા, મૃણાલ અવલાણી, મીહીરભાઈ મડેકા, મનીષભાઈ મડેકાનાં હસ્તે આરતી ઉતારવામાં આવેલ હતી.
જૈનમ નવરાત્રી મહોત્સવનાં નવમાં નોરતે મુખ્ય મહેમાનોમાં અજંલીબેન વિજયભાઈ રૂપાણી, નિતીનભાઈ ભારદ્વાજ, મનીષભાઈ મડેકા, સુરેશભાઈ નંદવાણા, મીહીરભાઈ મડેકા, સુનીલભાઈ શાહ, જયેશભાઈ શાહ, દીનેશભાઈ પારેખ (ધર્મનાથ જીનાલય), મીહીરભાઈ મહેતા, બ્રિજેશભાઈ મહેતા, ધીરેનભાઈ ભરવાડા, સ્મીતભાઈ કનેરીયા, નૌતમભાઈ બારસીયા, કિશોરભાઈ રૂપાપરા, ગીરીશભાઈ પરમાર, એન.એન. શર્મા, સંજયભાઈ ભુવા, હેતલભાઈ રાજ્યગુરુ, પ્રફુલભાઈ ગંગદેવ, ચિંતનભાઈ ફળદુ, અનીલભાઈ દેસાઈ, કમલેશભાઈ શાહ, પીયુષભાઈ મહેતા, વિભાશભાઈ શેઠ, દિલેશભાઈ, હેમેન્દ્રભાઈ, પ્રફુલભાઈ, દિપકભાઈ ખાસ ઉપસ્થિત રહયા હતા.
નવમાં નોરતે મેગા ફાઈનલ રાઉન્ડમાં સીનીયર પ્રીન્સ તરીકે ઉદાણી કેવીન ને એકટીવા સ્કુટર, શાહ કુશલને હીરો ડયુટ, વારીયા ધર્મેશને સોનાનો ચેઈન, શાહ પ્રિયમને એલઈડી ટીવી, મહેતા મોહીલને પોલરાઈડ ગોગલ્સ, મહેતા કૌશલને પોલારાઈડ ગ્લાસ, દેવાંગ વસાને હોટલનાં ગીફ્ટ વાઉચર અને સિનીયર પ્રિન્સેસ તરીકે વખારીયા દ્રષ્ટીને એકટીવા સ્કુટર, દોશી ઘર્મીને યામાહા ફેસીનો સ્કુટર, કોઠારી રાજવીને સોનાનો ચેઈન, મહેતા રીયાને એલઈડી ટીવી, વોરા અંકિતાને પોલારાઈડ ગોગલ્સ, કોઠારી અમીને પોલારાઈડ ગોગલ્સ, શેઠ આયુષીને હોટલ વાઉચર આપી નવાજવામાં આવેલ હતા. જૈન સમાજનાં મોભીઓ અને શ્રેષ્ઠીઓ દ્વારા આવા સુંદર અને પારીવારીક માહોલમાં સુરક્ષીત નવરાત્રી મહોત્સવ આયોજન બદલ જૈનમ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપેલ હતા.
જૈનમ મહોત્સવનું આયોજન સુંદર પારિવારીક માહોલ: નૌતમભાઈ બારસીયા
જૈનમ નવરાત્રિ મહોત્સવમાં ખાસ આમંત્રીત તરીકે ઉપસ્થિત રહેલા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ નૌતમભાઈ બારસીયાએ ‘અબતક’ને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, જૈનમ નવરાત્રી મહોત્સવ એક સુંદર પારિવારિક આયોજન છે. હાલના સમયમાં પારિવારીક કાર્યક્રમનું આયોજન કરવું તે અગત્યની વાત છે. ચેમ્બર ઓફ કોમર્સ વતી તમામ આયોજકોને શુભેચ્છા પાઠવુ છું વર્ષો વર્ષ આવા સુંદર આયોજન કરતા રહીને પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ પાઠવું છું.
જૈનમ ગ્રુપે માતાજીની આરાધના કરવા કરેલી વ્યવસ્થા સરાહનીય: સ્મિતભાઈ કનેરીયા
જૈનમ નવરાત્રિ મહોત્સવમાં છેલ્લા નોરતે વિશેષ ઉપસ્થિત રહેલા જાણીતા બિલ્ડર સ્મિતભાઈ કનેરીયાએ ‘અબતક’ને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, જૈનમ ગ્રુપે માતાજીની આરાધના કરવાનો પારિવારિક માહોલ ઉભો કર્યો છે તે સરાહનીય છે. આવા સુંદર આયોજન બદલ આયોજકોને શુભેચ્છા પાઠવું છું. રાજકોટમાં ખૂબ જ સારું કહી શકાય તેવું આયોજન કરીને દરેક ખેલૈયાઓને તથા દરેક પરિવારોને પુરતું ધ્યેય મળતું રહે તે પ્રકારની કાળજી રાખવામાં આવે છે. ખેલૈયાઓના રમવા માટે જે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે તે નિહાળીને આનંદ થાય છે.