ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી નિમિતે પ્રખ્યાત વકતા કાજલ ઓઝા વૈધ, અંકિત ત્રિવેદી અને જવલંત છાયાએ કાર્યક્રમને વકતૃત્વથી શણગાર્યો
જૈન વિઝન સંસ્થા દ્વારા ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી ચોવીસ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો સાથે થનાર છે. જેના ભાગ‚પે બુધવારના રોજ રાજકોટના હેમુગઢવી નાટયગૃહ ખાતે ૨૧મી સદીના ‘જૈન દર્શન’ વિષય પર અનેરો કાર્યક્રમ કરવામાં આવ્યું હતુ. આયોજનમાં વિશ્ર્વ વિખ્યાત વકતા કાજલ ઓઝા વૈધ, અંકિત ત્રિવેદી અને જવલંત છાયાએ ૨૧મી સદીમાં ‘જૈન દર્શન’ વિષય પર પોતાનો અભિપ્રાય વ્યકત કર્યો હતો. આ કાર્યક્રમમાં ચેતેશ્ર્વર પુજારા પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં અલગ અલગ વકતા દ્વારા જૈન દર્શન વિષય પર પોતાનો અભિપ્રાય વ્યકત કર્યો, જેમાં જૈન દર્શન ૨૧મી સદીમાં શું છે, તેના વિષય પર વકતાઓએ પોતાના અનુભવ વ્યકત કર્યા, આગળ કાજલ ઓઝા વૈધએ જણાવ્યું કે આજકાલ લોકો માણસ કરતા પણ વધુ રોબટને મહત્વ આપે છે. આજના આ યુગના માણસને પોતાના મોબાઈલ નંબર પણ યાદ નથી રહેતો, જયારે અમારા સમયમાં ૧૦૦ થી પણ વધુ નંબર અમને યાદ રહેતા, આજના આ યુગમાં વેબ સિરીઝના લીધે લોકો પોતાની જાતથી દૂર થઈ રહ્યા છે. જેનું એક ઉદાહરણ એક વેબસિરીઝનું આપી, કે જેમાં લોકો હવે પોતાની કે પોતાનો સાચો સાથીદાર એલેકશની ડીવઝ બતાવ્યું. આ ઉદાહરણ સાંભળતા જ લોકોએ તેમની વાત પર તાલીઓની ગડગડાતથી તેમની આ વાતનું સમર્થન કર્યું.
‘Jain Darshan’ in 21st Century by Jain Vision
અબતક સાથે વાતચીત કરતા કાજલ ઓઝા વૈધએ જણાવ્યું કે, જૈન દર્શનની આજની સાજ બહુ સારી એટલા માટે રહી કારણ કે ૩ જુદા વિચારો એક સાથે મળ્યા, એક સ્ત્રીની દ્રષ્ટીએ જૈન ધર્મ, એક કવિની દ્રષ્ટીએ જૈન ધર્મ અને એક પત્રકારની દ્રષ્ટીએ જૈન ધર્મ આ ત્રણેય લોકો જૈન ધર્મને ૩ ડીમેન્સલી જોઈ શકયા આ રીતના કાર્યક્રમો એટલે થવા જોઈએ કારણ કે ૨૧મી સદીના યુવાનો જૈન ધર્મને સમજે, વાત કરે તે બહુ મહત્વનું છે.જૈન વિઝિનના આ કાર્યક્રમને દિલથી આવકા‚ છું મારી સાથે આ કાર્યક્રમમાં કાજલ ઓઝા વૈધ, અને જવલંત છાયા પણ છે. આ બંને વ્હાલા લેખક અને વકતા પણ છે. આજે ૨૧મી સદીમાં જૈન દર્શન એક બહુ મહત્વનો અને બહુ મોટો વ્યાપ માંગીલે એવો વિષય છે.
અબતક સાથે વાતચીત કરતા જવલંત છાયા જણાવ્યું કે, જૈન વિઝન દ્વારા આજે એક સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુંં છે. ૨૧મી સદીમાં જૈન દર્શન, વિષય બહુ સરસ છે. હું બવજ ખુશ છું કે આજ ત્રણ નિમંત્રીત વક્તા એક સાથે એક સ્ટેજ પર ઉપસ્થિત રહેશે. હું મિલનભાઈ કોઠારી અને સમગ્ર ટીમનો આભાર વ્યકત ક‚ છું. અબતક સાથે વાતચીત કરતા ધીરન ભરવાડા જણાવ્યું કે આજથી ૬ વર્ષ પહેલા આવો રે આવો મહાવીર નામ લઈએ, નાનો પ્રયાસ કર્યો કે જેમાં ખાલી ભકિત સંગીત, આ ભકિત સંગીત એટલે ખાલી ભકિત સંગીત નહી, પણ ભારત ભરમાંથી નામાંકિત કલાકારો છે. જેમને અમે લઈ આવ્યો અને તેવો જૈન સમાજ સમંશ પોતાના સંગતી રજૂ કરે, એજ રીતે હાલ ૨૧મી સદીમાં જૈન દર્શન એ એક મોટો વિષય છે. એટલે આ વર્ષે અમને વિચાર આવ્યો કે મહાવીર સ્વામીના જન્મ મહોત્સવને લઈને એક આવો કાર્યક્રમ કરીએ જેમાં ત્રણ નામાંકિત વકતા પાસેથી અલગ અલગ અભિપ્રાય મળે જૈન દર્શનને લઈને.