એક જન્મ્યો રાજ દુલારો દુનિયાનો તારણહારો
રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘના આંગણે સતત ર૭માં વર્ર્ષે આયોજન: મહિલાઓને રોકડ પુરસ્કાર તથા ગિફટ આપી પ્રોત્સાહીત કરાશે: ફોર્મ ભરાવાનું શરૂ : આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત સ્વ. વિજયાબેન માણંકચંદ શેઠ ઉપાશ્રય અને શેઠ પૌષધશાળા તથા મહાવીર સેવા ટ્રસ્ટ પ્રેરિત તેમજ મનહર પ્લોટ સ્થા. જૈન સંઘ સંકલિત તથા વિવિધ દાતાઓની દિલેરીથી મહાવીર જન્મકલ્યાણકના દિવ્યદિને તા.૧૭ના બુધવારના બપોરના ૨.૩૦ કલાકે યેલો હોટ વેવની પરવા કર્યા વગર તેમજ આયંબિલ તપશ્ર્ચર્યા ચાલતી હોવા છતાં પણ સમસ્ત રાજકોટનાં ચારેય ફિરકાઓના મહિલા મંડળના બહેનો સ્તવન સ્પર્ધામાં જબરદસ્ત ઉમંગ અને ઉલ્લાસપૂર્વક ભાગ લેવા થનગનાટ પ્રસરી રહ્યો છે.
‘અબતક’ની મુલાકાતુ આવેલા આ ચંદ્રકાંતભાઇ શેઠે જણાવ્યું હતું કે, આ વર્ષે પણ રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ સી.એમ. પૌષધશાળાના જાજરમાન હોલમાં સમસ્ત રાજકોટના વિવિધ મહિલા મંડળોના વિશાળ સંખ્યામાં બહેનો ભાગ લઇને હેત અને વ્હાલથી પોતાના વીર વર્ધમાનના વધામણા ભવ્યતાથી અને દિવ્યતાથી કરશે. આ અપૂર્વ અવસર પૂ. ભદ્રાબાઇ મ. આદી ઠાણાના પરમ સાનિઘ્યે થશે.
આ સ્તવન સ્પર્ધાનું છેલ્લા રપ વર્ષથી અવિરતપણે સંકલન કરી રહેલ સ્પર્ધાના પ્રખર હીમાયતી મનહર પ્લોટ સ્થા. જૈન સંઘના પ્રમુખ ડોલરભાઇ કોઠારીએ વિસ્તૃત માહીતી આપતા જણાવ્યું હતું કે બાર-બાર માસ સુધી રાજકોટના મહીલા મંડળના બહેનો ચૈત્ર સુદ-૧૩ અનંત ઉપકારી પ્રભુ મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવના પાવન પ્રસંગે સ્તવન સ્પર્ધામાં ભકિરરસથી તરબોળ થવા ચાતક પક્ષીની માફક રાહ જોતા હોય છે. બહેનો પોતાના ભાવો સ્તવનના માઘ્યમથી શબ્દોના સાથીયા પુરી જયારે વીર ઝુલે ત્રીશલા ઝુલાવે એક જનમ્યો રાજ દુલારો દુનિયાનો તારણહારો, તથા વિવિધ સ્તવન રજુ કરે ત્યારે ઉ૫સ્થિત સૌને એમ થાય કે ક્ષત્રીય કુંડ નગરમાં આપણે શ્રવણ કરી રહ્યા છીએ તેવી અનુભૂતિનો અહેસાસ થાય છે.
દાતાઓ તરફથી દરેક મંડળના ભાગ લેનાર તમામ બહેનોને રોકડ પુરસ્કાર તથા ગીફટ તેમજ પ્રથમ દ્વિતીય તૃતીય તથા ર આશ્ર્વાસન વિજેતા મંડળોને માતબર રકમથી બહુમાન ઇનામ આપવામાં આવશે. કાળઝાળ ગરમીને ઘ્યાને લઇ ઠંડા પાણી તથા શરબતની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
આયોજકની સાથે આવેલ ધર્મનગરી રાજકોટ દિલેર દાતાઓ પૂ. રતીગુરુ ચેરીટેબલ ટ્રસ્ટના કીરીટભાઇ રતિલાલ દોશી ગાદીપતિ, પૂ. ગિરીશમુનિ મ.સા. અનન્ય ગુરુભકત હેમલભાઇ અને પલ્લવીબેન મહેતા, સુ.નગર અને અમદાવાદ સ્થિત રાજીવભાઇ શાહ (રાજુભાઇ કેસ્ટ્રોલ) તથા દેવાંશી રીયાલીટીઝ પ્રા.લી. ના દર્શનભાઇ કીરીટભાઇ પારેખ તથા મધુકરભાઇ મહેતાએ સુર પુરાવતા કહ્યું કે ભગવાન જન્મકલ્યાણના અવસરે અમોને આવી ભકિત કરવાની તક આયોજક તરફથી મળે છે જેને અમો ભાગ્યશાળી માનીએ છીએ. અને પ્રભુ આવુ બળ અને શકિત અર્પતા રહે તેવી આજના દિવસે જીવનની ધન્યતા ગણી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ અને ઇન્ટરનેશનલ ઓર્ટેશનઝેશન- ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજુભાઇ કેસ્ટ્રોલવાળા ખાસ અમદાવાદથી હાજરી આપશે.
સ્તવન સ્પર્ધા તા. ૧૭ બુધવારના બપોરના રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ, ગાદીપતિ પૂ. ગીરીશચંદ્રીજી મ.સા. માર્ગ ૨/૮ રોયલ પાર્ક, કાલાવડ રોડ મઘ્યે બપોરના ૨.૩૦ કલાકે શરુ થઇ જશે અને ૨.૩૦ પહેલા આવનાર ભાગ લેનાર મંડળના બહેનોને લકકી ડ્રોનો પાસ આપવામાં આવશે.
ફોર્મ રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ મનહર પ્લોટ સ્થા. જૈન સંઘ શેઠ ઉપાશ્રય જૈન સંઘ અને મનોજ ગીફટ પેલેસ (કાલાવડ મેઇન રોડ, સ્વામીનારાયણ મંદીરની બાજુમાં) થી મેળવી સત્વરે ભરી આપવાના રહેશે. વિશેષ માહીતી માટે સી.એમ. શેઠ (મો. ૯૮૨૪૦ ૪૩૭૬૯) ડોલરભાઇ કોઠારી (મો. ૯૮૨૫૩ ૧૭૩૩૩) નો સં૫ર્ક કરી શકાશે.
સ્તવન સ્૫ર્ધા આયોજનની રુપરેખા આપવા ચંન્દ્રકાન્તભાઇ શેઠ, અશોકભાઇ મોદી, ડોલરભાઇ કોઠારી, બકુલભાઇ મહેતા, મનુભાઇ મહેતા, રજનીભાઇ મહેતા, જીતેન્દ્રભાઇ અજમેરા, મનોજભાઇ ડેલીવાળા, મધુકરભાઇ મહેતા, હેમલભાઇ મહેતા, પ્રફુલભાઇ ઘાટલીયા, દિનેશ ટીંબડીયા તેમજ દાતાઓ કીરીટભાઇ દોશી, પલ્લવીબેન મહેતા, દર્શનભાઇ પારેખ, મહિલા મંડળના વીણાબેન શેઠ, હંસાબેન દેસાઇ, જયશ્રીબેન હપાણી, રંજનબેન મહેતા, કલ્પનાબેન મહેતા, દિનાબેન વોરા, પ્રિતીબેન દફતરી વગેરે અબતક ના આંગણે પધાર્યા હતા.