ચોટીલાના જૈન શ્રાવકોએ વિરોધ નોંધાવી મામલતદાર કચેરીએ આવેદન પાઠવ્યું
લીંબડી અજરામર સંપ્રદાય ના જૈન સાઘ્વી નમસ્કૃતી બાઇ રવિવારે સાંજ ના સમયે ગોચરી વહોરી ધર્મસનક તરફ પરત થઈ રહ્યા હતાં ત્યારે અચાનક બાઇક પર ત્રણ શખ્સો આવી ચડ્યા હતા.તેમાંથી એક શખ્સે સાઘ્વીજી ના હાથ પકડી રાખી અને બીજા યુવાને હાથ અને ગળા નાં ભાગે ઘાતક હયિાર થી હુમલો કર્યો હતો.હેબતાઇ ગયેલા સાઘ્વીજી એ બુમાં-બુમ કરી મૂકતા ત્રણેય શખ્સો નાસી છુટ્યા હતા.
એવા સંસાર ત્યાગી .આત્મકલ્યાણી સંત ઉપર આવી રીતે હૂમલો તથા ચોટીલાના જૈન સમાજ અને સમસ્ત જનતાને ઠેસ પહોંચી છે. આી ચોટીલા ૬ કોટી સનકવાસી અજરામર સંપ્રદાયનાં સુરેશભાઈ ભાઇ ખંધાર.સમીર ભાઈ તુરખિયા .બીપીનચંદ્ર શાહ. તેમજ સંઘ ના તમામ સભ્યોએ ચોટીલા મામલતદાર કચેરી ખાતે મામલતદાર ઈન્ચાર્જ ડેપ્યુટી કલેક્ટર એચ.એમ. ડામોર ને આવેદનપત્ર આપ્યું હતું. અને વહેલી તકે ગુનેગારો ની ધરપકડ કરી કાયદાના સકંજામા લેવામા આવે તેવી માગણી કરી છે.