જૈન સમાજના લોકો બહારથી વ્યવસાય, સર્વિસ અથવા અભ્યાસ કરવા આવતા હોય, બહારગામથી હોસ્પિટલ સારવાર અર્થે આવેલા તેમજ ઘરમાં કોઈ રસોઈ બનાવી શકે તેવું ના હોય તેવા માટે ભોજન તેમજ ટિફિન સેવાના પ્રારંભ

ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ . ગુરુદેવ   ગિરિશચંદ્રજી સ્વામીનાં સુશિષ્ય ગુજરાત રત્ન પૂ સુશાંતમુનિ મહારાજ સાહેબ  એવં મહામંત્ર પ્રભાવક  જગદીશમુનિ મહારાજ સાહેબના સુશિષ્ય સદગુરૂદેવ પૂ  પારસમુનિ મહારાજ સાહેબની પાવનકારી પ્રેરણાથી જૈન સંકલ્પ ટ્રસ્ટ દ્વારા રાજકોટ શહેરમાં તારીખ 5/2/3 રવિવારે સવારે 9.30 કલાકે સમસ્ત જૈન સમાજ જનકલ્યાણ અર્થે જૈન ભોજનાલય નો સેન્ટ્રલ એસ.ટી. બસ સ્ટેન્ડ, બીજા માળે લીફટ નં.3 ની બાજુમાં દુકાન નં . 47 , કનક રોડ, ઢેબર રોડ રાજકોટમાં શુભારંભ કરવામાં આવી રહ્યો છે.

ભગવાન મહાવીરે નવ પુણ્યમાં પ્રથમ અન્ન પુણ્ય બતાવ્યું છે. રાજકોટ શહેરમાં અનેક સાધારણ જરૂરિયાતવાળા જૈન સાધર્મિક પરિવારો તેમજ રાજકોટની આસપાસના અનેક નાના નાના ગામડાઓમાંથી કોઈને કોઈ કારણથી વારંવાર રાજકોટ આવતા જતા જૈન સાધર્મિકોને જૈન ભોજન વ્યવસ્થિત ન મળતા પરેશાની ઉભી થતી હોય છે તો તે શ્રાવક શ્રાવિકાઓ કંદમૂળ રહિત શુદ્ધ સાત્વિક જૈન ભોજન પામે . અને બ્રહ્મ – અન્ન જ ભગવાન છે આવા ભાવ સાથે ભોજન સઆદર ભક્તિ ભાવથી કરાવી માત્ર સાધર્મિક ભક્તિ અપાવે મુક્તિની વાતો જ ન કરી નકકર કાર્ય કરી સમાજને નવો રાહ ચિંધવાનો આ એક ભવ્ય અને નવ્ય અમારો પ્રયાસ છે. ટિફિન કે જમવાનું માત્ર દસ રૂપિયામાં આપવામાં આવશે.

રાજકોટ શહેરમાં જૈન સમાજની ઘણા સમયની જરૂરિયાતને લક્ષમાં લઈને જૈન સમાજના અશકત, જેમના ઘરમાં કોઈ કમાનાર હોય, એકલવાયુ જીવન વ્યતિત કરતા એકલા વ્યક્તિ કે દંપતિ હોય, ઘરમાં રસોઈ બનાવનાર કોઈ ન હોય તેવા વૃદ્ધ બહારગામ થી રાજકોટ વ્યવસાય કે સર્વિસ માટે આવેલ વ્યક્તિ જે એકલા રાજકોટમાં રહેતા હોય , બહારગામ થી હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ હોય તે દર્દી કે તેની સાથેના સગા સંબંધી હોય , અભ્યાસ અર્થે બહારગામ થી રાજકોટ આવેલ વિદ્યાર્થી અપડાઉન કરતા હોય કે પેઇંગ ગેસ્ટ તરીકે રાજકોટમાં રહેતા હોય આદિ યોગ્ય કારણ હોય તેવા જૈનને જૈન ભોજનાલયમાં એક ટાઈમ રૂપિયા 10 માં જમવા કે ટિફિન આપવામાં આવશે.

કાર્યવાહક ટ્રસ્ટીગણ પ્રવિણભાઇ કોઠારી,  અશોકભાઈ કોઠારી  મયુરભાઈ શાહ,  હિતેશભાઈ મહેતા  ડો . પારસભાઈ શાહ,  શૈલેષભાઈ માઉ,  અજયભાઈ ભીમાણી  અમિષભાઈ દોશી ,  મનિષભાઇ કામાણી ,  મેહુલભાઈ રવાણી,  મિલનભાઈ કોઠારી  જયભાઈ ખારા,  વિશ્વાસભાઈ મહેતા ટ્રસ્ટીગણે જણાવ્યું હતું કે સાચી જરૂરિયાતવાળા માનવ માત્ર સુધી પહોંચવાનો અમારો પ્રયત્ન છે . આગળ પણ અન્ય યોજનાઓ અમલમાં મૂકવાની અમારી ભાવના છે . વર્તમાન સમયમાં માત્ર જૈન સમાજ માટે જન ભોજનાલયનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે.

માત્ર 10 રૂપિયામાં ભોજન અથવા ટિફિન જોઈતું હોય તેમણે ફોર્મ ભરીને આપવાના રહેશે ફોર્મ ભરીને તુરંત પહોંચાડવા જેથી યોગ્ય વ્યવસ્થા થઈ શકે.

અબતકની શુભેચ્છા મુલાકાતે મયુરભાઈ શાહ, શૈલેષભાઈ માઉ તેમજ બીપીનભાઈ  પારેખ, અજયભાઈ ભીમાણી, ચેતનભાઈ વખારીયા, નીતનભાઈ મહેતા આવ્યા હતા. સમસ્ત જૈનસમાજના જનકલ્યાણર્થે ટિફિન તેમજ ભોજન સેવાના પ્રારંભ બાદ ટુંક સમયમાં જ સાધ-સંતો માટે ગોચરી એટલે ભોજન આપવા શરૂ કરવામાં આવશે.

તેમના દરેક સંઘ પરવાનગી લઈને સાધુ સંત વૈયાવચ્ચ  ગોચરી વાનનોપ્રારંભ કરવામા  આવે જો કોઈ સાધુ સંતની તબીયત ખરાબ હોય તો ડોકટરની સલાહ પ્રમાણે ભોજન આપવામાં આવશે. અત્યારે   સુધીના 200 ટીફીનના ફોર્મ ભરવામાં આવ્યા છે.

ટુંક સમયમાં સાધુ સંતો વયો વૈયોવચ્ચ ગોચરી વાન સેવાનો પ્રારંભ કરીશું: મયુર શાહ

અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા જૈન અગ્રણી મયુરભાઈ સાહેબ જણાવ્યું હતું કે સમસ્ત જૈન સમાજના જન કલ્યાણ અર્થે તેમજ પૂજ્ય ભારત મુનિ મહારાજના પ્રેરણાથી ચેન ભોજના લઈને રવિવારે પ્રારંભ કરવામાં આવશે ટિફિન તેમજ ભોજન માત્ર 10 રૂપિયામાં જ આપવામાં આવશે સસ્તુ હોય તે સારું હોતું નથી તેવી માન્યતા ને ખોટી ઠેરવી ને સીંગતેલ તેમજ શુદ્ધ ઘી અને અદાણી મસાલા જ વાપરી ખાસ જૈન સમાજ ના લોકો માટે શુદ્ધ અને પૌષ્ટિક આહાર આપવામાં આવશે અત્યાર સુધીમાં 200 થી વધુ ટિફિન ના ફોર્મ ભરાઈ ચૂક્યા છે તેમજ રોજેરોજ જુદા જુદા મેનુ સાથે ભોજન પીરસવામાં આવશે આગામી દિવસોમાં અમારું એક નવું સાધુ સંત વયૌવચ્ચ ગોચરી વાનનું પ્રારંભ કરશો તેમ જ સંઘની પરવાનગી લઈ ને સાધુ સંતોને ગોચરી પૂરવામાં વ્હોરવાં આવશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.