જૈન એલર્ટ ગ્રુપ ની સ્થાપના પ.પૂ. હેમરત્નસુરીમહારાજેે કરેલ છે. હાલ પૂ. રત્નસુંદરવિજયજી મહારાજ દેખરેખ હેઠળ સેવાનાં કાર્યો થઇ રહ્યાં છે. જૈન એલર્ટ ગ્રુપ ઓફ રાજકોટ દ્વારા રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં ગૌમાતાઓને ૧૦૦ કિલો લાડવા અર્પણ કરવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે જૈન એલર્ટ ગ્રુપ દ્વારા ગત રવિવારે એક સાથે આખા ભારતભરના રપ૦ થી વધુ વધારે જગ્યાએ એક યા બીજા રીતે સેવાકાર્ય કરવામાં આવ્યુેં છે. જૈન એલર્ટ ગ્રુપ ઓફ રાજકોટના કાર્યક્રમને સફળ બનાવવા માટે વિરેન્દ્રભાઇ સંઘવી, કમલેશભાઇ મોદી (રેસકોર્ષ ઉપાશ્રયનાં ટ્રસ્ટી) હીનાબેન સંઘવી, પાર્થ સંઘવી, કમલભાઇ શાહ, કમલેશભાઇ ગઢેચા, નીશાબેન મહેતા, વૈશાલીબેન શાહ, નીધીબેન કેતનભાઇ સંઘવી, હેમા મોદી વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સગા સ્નેહી મિત્રોથી સારું રહે,લેખન વાંચન મંથનથી આનંદ મળે.રચનાત્મક કાર્ય કરી શકો.
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….